કોવિડ સ્પેશલ ટ્રેનથી તસ્કરી, કસ્ટમ વિભાગે જપ્ત કરી 40 લાખની સિગરેટ

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 15:56  |  સ્ત્રોત : Moneycontrol.com

કોરોના સંક્રમણ હોય કે લૉકડાઉનના કારણે લોકો પોતાના ઘરોમાં રહેવાને મજબૂર થયા એવી પરિસ્થિતીમાં પણ લોકો પોતાના શોખ માટે જુગાડ કરતા જોવામાં આવ્યા છે. કોરોના સંક્રમણની રોકથામ માટે લગાવેલા લૉકડાઉનના દરમ્યાન બીડી સિગરેટને જરૂરી સામાનોની સૂચીમાં શામિલ ન હતી કરવામાં આવી જેના લીધેથી તેના શોખીન તેને વધારે ભાવ પર ખરીદી રહ્યા હતા.

લોકોના શોખ અને વધારે પૈસા આપવાની આદતના લીધેથી કેટલાક લોકો એવી વસ્તુઓની તસ્કરી કરે છે. એવો જ કેસ દિલ્હી કસ્ટમ વિભાગની કાર્યવાહીમાં સામે આવ્યો છે જ્યાં લૉકડાઉનના દરમ્યાન ચાલવા વાળી કોવિડ સ્પેશલ ટ્રેનમાં સિગરેટની તસ્કરી કરવામાં આવી રહી હતી. તેના પર કાર્યવાહી કરતા દિલ્હી કસ્ટમ વિભાગે 40 લાખની કિંમતના સિગરેટ જપ્ત કર્યા છે.

પીટીઆઈના હવાલાથી લોકસત્તામાં છપાયેલા સમાચારના મુજબ કસ્ટમ વિભાગે પેરિસ બેંડના 4.5 લાખ સિગરેટ જપ્ત કર્યા છે. જપ્ત કરેલા બધી સિગરેટની કિંમત 40 લાખ જણાવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ સિગરેટ બાંગ્લાદેશથી તસ્કરી કરીના લાવવામાં આવી છે. લૉકડાઉનના દરમ્યાન હાવડ઼ાથી અમૃતસર થઈને દિલ્હી જવા વાળી કોવિડ સ્પેશલ ટ્રેનના માલ ડિબ્બાથી આ સિગરેટ જપ્ત કરવામાં આવી છે.

અધિકારિક સૂત્રોનું કહેવુ છે કે બાંગ્લાગેશમાં તૈયાર થયેલ આ સિગરેટ હાવડ઼ામાં ટ્રેનના ડબ્બામાં રાખવાનો અંદાજ છે. જો કે આ મામલામાં અત્યાર સુધી કોઈની પણ ઘરપકડ નથી થઈ અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.