Sushant Case : સલમાન, કરણ જોહર અને આદિત્ય ચોપરા સહિત 8 સેલિબ્રિટીઝને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ

ના રોજ પ્રકાશિત Fri, 18, 2020 પર 18:42  |  સ્ત્રોત : Moneycontrol.com

સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુંના મામલામાં પોલીસ, સીબીઆઈ, ઇડી અને એનસીબી પછી કોર્ટે પણ એક્શન શરૂ થઈ ગઈ છે. સુશાંતના કેસમાં બિહારની મુઝફ્ફરપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં બોલિવૂડના 8 મોટા સેલિબ્રિટીઝને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.


કોર્ટે પોતાના આદેશમાં સલમાન ખાન, આદિત્ય ચોપડા, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, કરણ જોહર, દિનેશ વિજયન, ભૂષણ કુમાર અને સંજય લીલા ભણસાલીનેઆવતા 7 ઓક્ટોબર 2020એ કોર્ટમાં પોતે અથવા તેમના વકીલ દ્વારા હાજર થવાનો આદેશ આપ્યો છે. ન્યૂઝ 18 ના સમાચાર મુજબ આ આદેશ વિશે તમામ નોટિસ જારી કરવામાં આવી રહી છે.


જણાવી દઇએ કે મુઝફ્ફરપુરના વકીલ સુધીર ઓઝાએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે કરણ જોહર, સલમાન ખાન સહિત આઠ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં સુધીરે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકોના નામ આપ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ લોકોએ સુશાંત સિંહને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું.


સુધીરે આરોપ લગાવ્યો કે સુશાંતને લગભગ સાત ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવી છે અને તેની કેટલીક ફિલ્મોને રિલીઝ નથી થવા દેવામાં આવી. આ બધી બાબતોને કારણે સુશાંતે આત્મહત્યા પગલાં લીધાં હતાં. સુધીરે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધવા અપીલ કરી હતી.