આદર્શ વજનમાં 5 કિલો વધ્યા, મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 65 કિલો થયો ફિક્સ

ના રોજ પ્રકાશિત Tue, 29, 2020 પર 11:53  |  સ્ત્રોત : Moneycontrol.com

આજકાલની આ ભાગ દોડમાં ભારી જીવનમાં મોટાભાગના લોકો તેમના વધતા વજનથી પરેશાન છે. પરંતુ હવે ભારતીય લોકોના સરેરાશ વજનના ધોરણમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં 5 કિલોનો વધારો કરવામાં આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (National Institution of Nutritution-NIN)એ વજનના ધોરણમાં 5 કિલોનો વધારો કર્યો છે. હવે પુરુષનું સરેરાશ વજન ઘટીને 65 કિલો અને સ્ત્રીઓનું સરેરાશ વજન 55 કિલો છે. વર્ષ 2010 માં આ સરેરાશ વજન મહિલાઓ માટે 55 કિલો અને પુરુષો માટે 60 કિલો હતું. કુલ મળીને 10 વર્ષમાં એકંદરે ધોરણ બદલાયું હતું. એટલે કે, દેશના લોકોનો બૉડી માસ ઇન્ડેક્સ (Boday Mass Index-BMI) હવે બદલાઈ ગયો છે. હવે આદર્શ (ideal) સ્થિતિમાં મહિલાઓ અને પુરુષોનું વજન 5-5 કિલોગ્રામ વધારો કરવામાં આવ્યો છે.


એ જ રીતે વજનની સાથે ભારતીય પુરુષો અને મહિલાઓની ઉંચાઈ પણ બદલાઈ ગઈ છે. NINએ મુજબ, હવે ભારતીય પુરુષોની ઉંચાઈ 5 ફૂટ 8 ઇંચ કરી દેવામાં આવી છે. જ્યારે મહિલાઓની ઉંચાઈ વધારીને 5 ફૂટ 3 ઇંચ કરવામાં આવી છે. વર્ષ 2010 માં, આ ધોરણ પુરુષો માટે 5 ફૂટ 6 ઇંચ અને સ્ત્રીઓ માટે 5 ફુટ નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે, 10 વર્ષ પછી વર્ષ 2020 માં, ઉંચાઇ પણ બદલાઈ ગઈ છે.


કેમ વધ્યું BIM


NINના વૈજ્ઞાનિકો કહે છે કે ભારતીય લોકોના BMIમાં પરિવર્તન એ માટે કર્યું છે કારણ કે દેશના લોકોમાં પોષક આહાર (Nutritional Food)ના વપરાશમાં વધારો થયો છે. આ વર્ષના ડેટામાં ગ્રામીણ વિસ્તારો પણ શામેલ કરવામાં આવ્યા છે. 10 પહેલાના સ્ટડીમાં ફક્ત શહેરી વિસ્ચારના લોકોને શામિલ કર્યા હતા.