FASTags થી હવે એરપોર્ટસ અને મૉલમાં પાર્કિંગનું પેમેંટ કપાસે

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 14:03  |  સ્ત્રોત : Moneycontrol.com

નેશનલ પેમેંટ્સ કૉરપોરેશન ઑફ ઈન્ડિયા (NPCI) એ મંગળવારના કહ્યુ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગ્લોર જેવા પ્રમુખ શહેરોમાં NETC ફાસ્ટેગ (FASTag) ની સાથે 100 ટકા સંપર્ક રહિત (contactless) અને ઈંટરઑપરેબલ પાર્કિગ સૉલ્યુશંસ (interoperable system) નો વિસ્તાર કરવા જઈ રહ્યા છે. GMR Hyderabad International Airport પર FASTag ના દ્વારા પાર્કિંગ શુલ્ક વસૂલવાની સુવિધા પહેલાથી જ ઉપલબ્ધ છે. અહીં સૌથી પહેલા ICICI બેન્ક જોડાઈ હતી. તેના માટે ગ્રાહકોને કોઈ અતિરિક્ત શુલ્ક નહીં આપવો પડે. બેન્ક NPCI ની સાથે મળીને અન્ય મહાનગરોમાં પણ contactless કાર પાર્કિંગ સુવિધા આપવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે કેશના વગર ઈલેક્ટ્રોનિક ઢંગથી ટોલની ચુકવણી માટે જરૂરી FASTag જલ્દી જ શીધ્ર જ પેટ્રોલ પંપો પર પણ મળશે. તેનાથી પેટ્રોલ અને પાર્કિંગ શુલ્કનો ખર્ચ પણ કરવામાં આવી સકે. એટલુ જ નહીં, સ્ટેટ હાઈવે તથા શહેરી ટોલ પ્લાઝાઓ પર પણ FASTag ના માધ્યમથી ટોલ સ્વીકાર કરવામાં આવશે. છેલ્લા વર્ષથી જ સરકારી એજેંસિઓ જોર-શોરથી તેની તૈયારીઓમાં લાગેલી છે.

NETC FASTag ની સાથે અને બેન્કો પણ આવશે સાથે

હૈદરાબાદ ઈંટરનેશનલ એરપોર્ટ પર NETC FASTag ની સાથે 100 ટકા કૉન્ટેક્ટલેસ અને ઈંટરઑપરેબલ પાર્કિંગ સૉલ્યુશનની અનુઠી સુવિધા વર્તમાનમાં FASTag રજુ કરવા વાળા 10 બેન્કો દ્વારા આપવામાં આવી રહી છે. જો કે જે લોકો ડિઝિટલ મોડ નથી અપનાવવા ઈચ્છતા, તે કાઉંટર પર જઈને ખર્ચ કરી સકે છે. એનપીસીઆઈ ને ઉમ્મીદ છે કે આવનાર કેટલાક સપ્તાહમાં કૉન્ટેક્ટલેસ પાર્કિંગ સક્રિય કરવા માટે એનઈટીસી FASTag રજુ કરવા વાળા બાકી બેન્ક પણ આગળ આવશે. NPCI એ ચેન્નઈ અને બેંગ્લોરમાં પ્રમુખ મૉલ, એરપોર્ટ્સ અને અન્ય ખાનગી પાર્કિંગ લૉટ્સની સાથે કૉન્ટેક્ટલેસ કાર પાર્કિંગ સૉલ્યુશન ઉપલબ્ધ કરાવા માટે વાતચીત શરૂ કરી દીધી છે. પાર્કિંગ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરવા માટે પ્રમુખ બેન્કોએ રૂચિ પણ દેખાડી છે.

બધા પાર્કિંગને જોડવાની કોશિશ

NPCI ની સીઓઓ પ્રવીણ રાયે કહ્યુ કે અમે નજીકના ભવિષ્યમાં બધા પાર્કિંગ સ્થળ પર આ સમાધાનને અપનાવા જઈ રહ્યા છે. અમે યાત્રીઓ અને આગંતુકોની સુવિધાને ધ્યાનમાં રાખતા મેટ્રો શહેરમાં આ અનુઠે કૉન્ટેક્ટલેસ પાર્કિંગ પ્રસ્તાવને લેવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે. COVID-19 મહામારીની સ્થિતિના દરમ્યાન આ નવા નૉર્મલ સમયમાં 100 ટકા સંપર્ક રહિત ચુકવણી સમાધાન સમયની આવશ્યકતા બની રહી છે. NPCI નો પ્રયાસ એ છે કે NETC FASTag વાળા દેશભરના ગ્રાહકોને સલામત, મુશ્કેલી-મુક્ત અને ખરેખર સંપર્ક વિનાના વાહન પાર્કિંગનો અનુભવ પ્રદાન કરવાનો છે.