Flipkart પર માત્ર 99 રૂપિયામાં મળશે Disney+Hotstarનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન, પરંતુ શું ખરેખર?

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 13:27  |  સ્ત્રોત : Moneycontrol.com

ફ્લિપકાર્ટ (Flipkart) પર ફક્ત 99 રૂપિયામાં એક વર્ષ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+hotstar) પ્રીમિયમનું સબ્સ્ક્રિપ્શન આપવાની લિસ્ટિંગ કરી હતી. લોકો આ જોઈને ચોંકી ગયા, કારણ કે તેની વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ફી 1499 રૂપિયા છે. લોકોને લાગ્યું કે કંપની તેના પર લગભગ 93 ટકા ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે અને IPL 2020ને ધ્યાનમાં રાખીને ધરાધર તેમાં સબ્સ્ક્રાઇબ કરવાનું શરૂ કર્યું. પરંતુ કંપનીએ હવે તેને એક ભૂલ ગણાવી છે અને માત્રા 99 રૂપિયામાં Disney+Hotstar પ્રિમિયમનું સબ્સક્રિપ્શન આપવાથી ઇનકાર કરી દીધો છે.


Flipkartએ તેનાથી Unexpected Error કરાર આપતા આ ફેક લિસ્ટિંગ (Fake listing) બતાવ્યું છે. એટલે કે લોકોને 99 રૂપિયામાં Disney+hotstarનું સબ્સ્ક્રિપ્શન નથી મળી રહ્યું. આપને જણાવી દઈએ કે 99 રૂપિયામાં ડિઝની+હોટસ્ટારના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપવાની લિસ્ટિંગ ફ્લિપકાર્ટ પર બુધવારે રાત્રે કરવામાં આવી હતી. Flipkartએ કહ્યું છે કે આ કોઈ અધિકારિક લિસ્ટિંગ નથી. કંપનીએ ગ્રાહકોને વિન્તી કરી કે આ સમયગાળા લિસ્ટિંગ માટે કોઇ પણ પ્રકારના ટ્રાન્સઝેક્શન નહીં કરે. કંપનીએ કહ્યું કે તેઓએ આ પ્લેટફૉર્મથી આ લિસ્ટિંગને દૂર કરી દીધી છે.


લોકોની પૈસા રિફન્ડ કરશે Flipkart


જો તમે પણ એવા લોકોમાં છો કે જેમણે તરત જ આ સબ્સ્ક્રિપ્શને 99 રૂપિયા આપીને લીધું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કંપની તમામ ગ્રાહકોને પૈસા પરત કરશે. Flipkartના પ્રવક્તાએ ગ્રાહકોને થતી અસુવિધા બદલ દેખાય છે. તેમણે કહ્યું કે તમામ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે, અને બધા ગ્રાહકોને તેમના નાણાં રિફન્ડ કરવામાં આવશે.