એક ફોનમાં બે અલગ-અલગ નંબરથી Whatsapp યૂઝ કરવા ઈચ્છો છો તો એ છે ટિપ્સ

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 15:22  |  સ્ત્રોત : Moneycontrol.com

ઘણા સ્માર્ટફોન ડબલ સિમ વાળા આવે છે. તેમાં તમે બન્ને નંબરથી ફોન તો કરી શકો છો પરંતુ એક જ ફોનમાં બન્ને નંબરથી શું Whatsapp ચલાવી સકે છે. વૉટ્સએપનો ઉપયોગ સિંગલ એપ પર થાય છે પરંતુ કંઈક જુગાડ એવા છે જેનાથી તમે એક જ ફોનમાં બે અલગ-અલગ નંબરથી વૉટ્સએપ ચલાવી સકો છો. જો તમે પણ એવુ કરવા ઈચ્છો છો તો અહીં થોડી રીત બતાવામાં આવી રહી છે.

સ્માર્ટફોન પર એપ ક્લોનિંગ

આજકલ એવા ઘણા સ્માર્ટફોન આવી રહ્યા છે જેમાં ઈન-બિલ્ટ ફીચર હોય છે કે એક જ મેસેજિંગ એપના બે અલગ અકાઉન્ટ ચલાવામાં આવી શકે છે. જો તમે સ્માર્ટ ફોનમાં પણ આ ઑપ્શન છે તો તમે પણ એક જ ફોનમાં બે અલગ-અલગ નંબરથી વૉટ્સએપ ચલાવી સકો છો. અમે તમને અહીં એવા ફોન બતાવી રહ્યા છે જેમાં આ સુવિધા છે.

સેમસંગ

જો તમે એક યૂઝર ID ની સાથે સેમસંગના સ્માર્ટફોન યૂઝ કરી રહ્યા છો તો તમારો ડિવાઈઝ તમને પૂછી સકે છે કે શું તમે સેકેંડરી વૉટ્સએપ અકાઉન્ટ શરૂ કરવા ઈચ્છો છો. જો તમે હજુ સુધી નથી કર્યુ અને કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ. સેટિંગ્સ પર ક્લિક કરો એડવાંસ ફીચર ક્લિક કરો અને પછી ડુઅલ મેસેંજરનું ઑપ્શન પસંદ કરો. ત્યાર બાદ વૉટ્સએપને ક્લોન બની જશે. સેમસંગના ફોનમાં બે એપ માટે અલગ-અલગ કૉનેક્ટ લિસ્ટ પણ છે.

OnePlus

વનપ્લસના ઑક્સીજન OS(ઑપરેટિંગ સિસ્ટમ) માં પણ આ વિકલ્પ છે. તેના માટે  તમારે ડિવાઈઝ સેટિંગમાં જઈને એપ્સમાં જવાનું છે. પછી "App Twin" પર ક્લિક કરીને વૉટ્સએપ પર ક્લિક કરવાનું છે. તેનાથી વૉટ્સએપના ઓરિજનલ આઈકૉનના બગલમાં બ્લૂ રંગના એક ક્લોન આઈકૉન દેખાશે.. જેનો ઉપયોગ તમે બીજા નંબરથી કરી સકો છો.

Xiaomi

આ ફોનની સેટિંગમાં જઈને તમારે "Dual Apps" પર ક્લિક કરવાનું છે.

Oppo

ઓપ્પો સ્માર્ટફોનની સેટિંગમાં જઈને તમે "Clone Apps" પર ક્લિક કરવાનું છે.

Vivo

વીવો સ્માર્ટફોનની સેટિંગમાં પણ ડુઅલ એપ ઉપયોગ કરવાનું ઑપ્શન છે. તેના માટે તમારે સેટિંગમાં જઈને "App Clone" પર ક્લિક કરવાનું છે.

Asus

આસુસના ફોનમાં પણ તમારે આ સુવિધા મળશે. તેના ફોન સેટિંગમાં તમને "Twin apps" નો વિકલ્પ મળશે. જેને પસંદ કરીને તમે એક જ ફોનમાં બે અલગ-અલગ નંબરથી વૉટ્સએપ યૂઝ કરી સકો છો.

એ જરૂરી નથી કે દરેક એંડ્રૉયડ ફોનમાં ડુઅલ એપનું ઑપ્શન હોય. તે ફોનના બ્રાંડ પર નિર્ભર કરશે.