બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા બહાલ, હવે 28 ટકા મળશે DA

7th Pay Commission: કર્મચારીઓને હવે 17 ટકાની જગ્યા હવે 28 ટકા મોંઘવારી ભથ્થુ મળશે.
ના રોજ પ્રકાશિત Wed, 14, 2021 પર 15:13  |  સ્ત્રોત : Moneycontrol.com

7th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કેન્દ્રીય કર્મચારીઓને સારા સામાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા (DA) ને ફરીથી બહાલ કરી દીધા છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર લાગેલા પ્રતિબંધ હટાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કર્મચારીઓને હવે 17 ટકાની જગ્યાએ 28 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. કોરોના મહામારીના લીધેથી એક જાન્યુઆરી 2020 થી મોંઘવારી ભથ્થાને રોકી દેવામાં આવ્યુ હતુ. કેન્દ્રીય કર્મચારીઓને હવે એક જુલાઈથી મોંઘવારી ભથ્થુ મળશે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 માટે DA ને 4 ટકા વધાર્યુ હતુ. 3 ટકા 2020 માં અને ફરી જાન્યુઆરી 2021 માં DA ના 4 ટકા વધ્યો હતો પરંતુ કર્મચારઓને DA જુની 17 ટકાના દરથી જ મળી રહ્યા હતા. કોવિડના કારણે વધેલા DA ને રોકી દેવામાં આવ્યુ.

નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટિવ મશીનરી (JCM) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું એક સંગઠન છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હજુ ડી.એ.ના ત્રણ હપ્તા મળવાના બાકી છે.

કોરોના રોગચાળાને કારણે સરકારે ડી.એ. તેમજ ભૂતપૂર્વ કર્મચારીઓના ડી.આર.ના હપ્તા ભર્યા ન હતા. કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ અને ડીઆર 1 જાન્યુઆરી 2020, 1 લી જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 સુધી બાકી છે.

કોરોનાને કારણે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને 1 જાન્યુઆરી, 2021 ના ​​ડી.એ. પર પ્રતિબંધ મૂક્યો હતો.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 17% ડી.એ. નાણાં મંત્રાલયે જૂન 2021 સુધીમાં કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટે ડેરિનેસ એલાઉન્સ (DA) માં વધારો અટકાવવા સંમતિ આપી હતી.