બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

SBI પછી હવે ICICI બેન્કથી પણ પૈસા ઉપાડવું થશે મોંઘુ, 1 ઑગસ્ટથી બદલાઇ રહ્યા છે નિયમ

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) પછી હવે icici Bank પણ તેના ગ્રાહકોને ઝટકો આપી રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Tue, 06, 2021 પર 18:09  |  સ્ત્રોત : Moneycontrol.com

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) પછી હવે Icici Bank પણ તેના ગ્રાહકોને ઝટકો આપશે. 1 ઑગસ્ટથી બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા, રોકડ ઉપાડવું મોંઘુ થશે. આ સાથે ચેક બુકના નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. iciciની તરફથી તેના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની સર્વિસ આપે છે. 4 વખત પૈસા ઉપાડ્યા પછી, તમારે ચાર્જ ચૂકવવો પડશે. SBI બેન્કે 1 જુલાઇથી સમાન નિયમોમાં ફેરફાર કર્યા છે. જાણો 1 ઑગસ્ટથી કયા નિયમોમાં પરિવર્તન આવશે.


આપવા પડશે ચાર્જ


- ઑગસ્ટથી ICICI Bankના ગ્રાહકો તેમની હોમ બ્રાન્ચ એક લાખ રૂપિયા પ્રતિ ઉપાડી શકે છે.
- તેનાથી વધારે થવા પર 5 રૂપિયા પ્રતિ 1000 પર ચૂકવવા પડશે.
- હોમ બ્રાન્ચ સિવાયની અન્ય બ્રાન્ચથી પૈસા ઉપાડવા માટે દરરોજ 25,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડ માટે કોઈ ચાર્જ નથી.
- તે પછી 1000 રૂપિયા ઉપાડ્યા પછી 5 રૂપિયા ચૂકવવા પડશે.


ચેકબુક પર કેટલો લાગશે ચાર્જ


- 25 પેજની ચેક બુક ફ્રી હશે.


- આ પછી તમારે 20 રૂપિયા પ્રતિ 10 પેજની વધારાની ચેકબુક માટે ચૂકવવા પડશે.


ATM ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન


- બેન્કની વેબસાઇટ અનુસાર, ATM ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લેવામાં આવશે.


- એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્જેક્શન ફ્રી હશે.


- એક મહિનામાં અન્ય તમામ સ્થળો પર પહેલા 5 લેનદેન મફત રહેશે.


- 20 રૂપિયા પ્રતિ નાણાંકીય લેનદેન અને 8.50 રૂપિયા પ્રતિ બિન-નાણાકીય લેનદેન.