બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરમાં અર્ણવ પંડ્યાની પસંદગીની 2 આદતો

ના રોજ પ્રકાશિત Sat, 16, 2016 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે જરૂરી છે યોગ્ય નાણાંકિય આયોજન. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું બચતના મહત્વ વિશે, નાણાંના યોગ્ય ઉપયોગ વિશે, અને તેના માટે શું કરી શકો?

સીએનબીસી બજારના 2 વર્ષ પર અમારા દરેક એક્સપર્ટે તમને 2 આદતો આપી હતી જે અપનાવતા તમને તમારુ ફાઈનાન્સ સમજવામાં સરળતા રહે. અને તેમાની જ 2 આદતોને વિસ્તૃતમાં ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાના મતે 2 મહત્વની આદતો છે પહેલા બચત કરે અને પછી ખર્ચા કરે. ઈક્વિટી તરફ થોડું રોકાણ કરવું જોઈએ. પહેલા બચત કરાતા તમારા ખર્ચાઓનું બજેટ સરળતાથી બની શકે છે. જ્યારે લોકો ખર્ચા પહેલા કરે તો તેમની બચત ખોરવાઈ જાય છે. દર મહિને રોકાણ કરવા માટે તમારે આવકમાંથી ડાઈરેક્ટ રોકાણ કરવું.

અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે પહેલા બચત કરતા એ રકમ માંથી લક્ષ્ય માટે નાણાં ચોક્કસ મળે છે. લોકો બચત કરવાને ટાળતા હોય છે તેમ ન કરવું જોઈએ. આવી રીતે યોગ્ય બચત કરતા તમારી બચત પણ તમને આવક અપાવી શકે છે. તમારી બચતની રકમ જરુરી નથી તમે બચત કરો છો તે મહત્વનું છે. નાનામાં નાની બચત પણ તમને ઉપયોગી બની શકે છે. પહેલા બચત અને પછી ખર્ચો કરતા ખર્ચા પર એક લિમિટ આવે છે.

અર્ણવ પંડ્યાના મુજબ આવા આયોજનથી બજેટીંગ સ્કીલમાં પણ સુધારો થાય છે. પોર્ટફોલિયોના મહત્વથી તમને એસેટ ક્લાસીસમાં રોકાણ માટે ઓપ્શન મળે છે. માત્ર ડેટ રોકાણના સહારે વેલ્થ ક્રિએટ નથી થઈ શકતી. માત્ર ડેટ રોકાણના સહારે વેલ્થ ક્રિએટ નથી થઈ શકતી. ઈક્વિટીનો ઉપયોગ કેવી રીતે કરી શકો તે તમારે જોવું જોઈએ.

અર્ણવ પંડ્યાના મતે ઈક્વિટીમાં લાંબા ગાળા માટે રોકાણ કરો તો ફાયદો મળે. યોગ્ય પ્રોસેસ સાથે રોકાણ કરો તો ઉપયોગી છે. ઈક્વિટીમાં રોકાણ કરતા પૂર્વે યોગ્ય અભ્યાસ કરવો જોઈએ. દરેક ઈક્વિટીના રોકાણ ફાયદો જ અપાવે તે જરુરી નથી. રોકાણ સમયે ટેક્સને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ઈક્વિટી રોકાણ સમયે ડિવીડન્ડ પણ ધ્યાનમાં રાખવું. ઈક્વિટીમાં રોકાણ માટે વધારે સમય અને ધીરજ આપવી જરૂરી છે.