બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ટેક્સ પ્લાનિંગ: બજેટ 2018 પાસેથી વિવિધ સેક્ટરની અપેક્ષાઓ

ના રોજ પ્રકાશિત Fri, 19, 2018 પર 17:21  |  સ્ત્રોત : CNBC-Bajar

મૂકેશ પટેલનું કહેવુ છે કે 2018નું અંદાજપત્ર આ સરકાર માટે ઐતિહાસિક બજેટ રહેશે. 2019નું વર્ષ ચૂંટણીનું વર્ષ છે તેથી વચગાળાનું બજેટ લાવવાનું રહેશે. ટેક્સનું ભારણ તો ઘટે પરંતુ સરકારે પોતાની આવક પણ જાળવવાની છે. આવક દર્શાવનારની સંખ્યા અને આવક ધરાવનારની સંખ્યા જોવાની જરૂર છે. નાણામંત્રી માટે આઇટી ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની ઉત્તમ તક છે. સ્ટાન્ડર્ડ ડિડ્કશન ફરીથી લાવવું જોઇએ. સાથે ટેકસ પેયર્સ ફ્રેન્ડલી સિસ્ટમ લાવવી જરૂરી છે.


જીગર પટેલનું કહેવુ છે કે 4.5 કરોડ લોકો આવકવેરા રિટર્ન ભરે છે. 5 લાખથી વધુ આવક ધરાવનારા 22 લાખ લોકો છે. 10 લાખથી વધુ આવક ધરાવનારા લોકો 12 લાખ છે. જો કરોડપતિઓની વાત કરીએ તો તેમાં ફક્ત 57 હજાર લોકો જ રિટર્ન ભરે છે. નાણામંત્રી ટેક્સ રેટ ઘટાડે તેના કરતાં ટેક્સ રેટનું રેશનલાઇઝેશન મહત્ત્વનું છે. ફોર વ્હીલરની સંખ્યા ભારતમાં સવા બે કરોડ કરતાં વધુ છે. નાના ધંધા-વેપારીઓનો વકરો પણ ઘણો વધારે હોય છે. વિશ્વકક્ષાની ટેક્સ પ્રણાલીની સાથે વિશ્વકક્ષાની ટેક્સ પ્રોસેસ પણ જરૂરી છે. છેલ્લાં 1.5 વર્ષમાં સરકારે ઘણાં પગલાં લીધા છે.


શાઇના શાહનું કહેવુ છે કે પગારદાર એક જ એવો વર્ગ છે જે દર મહિને ટેક્સ ચૂકવે છે. અમુક વર્ષો જૂની પગારદાર વર્ગની કરમુક્તિ વાસ્તવિક કરવાની જરૂર છે. 20 વર્ષ પહેલાંની મેડિકલ રિએમ્બર્સમેન્ટ પોલિસી અત્યારે વાસ્તવિક નથી. હાઉસિંગની કપાતોમાં ફેરફાર કરવાની જરૂર છે. હાઉસિંગ લોનના વ્યાજ કપાત મર્યાદા બદલવાની જરૂર છે.


રાજીવ મહેતાનું કહેવુ છે કે સ્ટાન્ડર્ડ ડિડ્કશન અપાતું હતું તેને ફરીથી લાવવાનો સમય આવ્યો છે. કુલ ટેક્સ 25 ટકા રહેવો જોઇએ વધારાના સેસ અને સરચાર્જ દૂર કરવા જોઇએ. એજ્યુકેશન સેસ વસુલવામાં આવે છે પરંતુ શિક્ષણની સ્થિતિ આપણે જાણીએ છીએ. કોર્પોરેટ્સ મિનિમમ અલ્ટરનેટીવ ટેક્સનું ભારણ ઘટાડવાની જરૂર છે.