બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

બજારોત્સવ સ્પેશલ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 18:37  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રિ દિવાળી સ્પેશલ મની મેનેજરમાં હુ આપનું સ્વાગત કરૂ છુ. દિવાળીના  તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે, ત્યારે દિવાળીની શોપિંગ આપણે સૌ કોઇ કરતા હોઇએ છીએ, અને આ સમયે વિવિધ ઓફર પણ મળતી હોય છે.


હવે આ ઓફર્સ આપણે માટે બચતની તક છે કે પછી આ ઓફરો ભ્રમણા છે જે આપણા નાણાંકીય આયોજનને બગાડી શકે છે, તહેવારોની ખરીદી વખતે શું ધ્યાન રાખવું આ વિષયે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનાં મતે માત્ર ઓફર્સનાં લોભથી બિન જરૂરી વસ્તુ ન ખરીદવી જોઇએ. જરૂરી વસ્તુ જે લેવાની હોય છે તેના પર ઓફર હોય તો ફાયદો લઇ શકાય. ઉધારી કરી ખરીદી ન કરવી જોઇએ. તહેવારોનો ખર્ચ માટે પહેલાથી બચત કરી હોય તે સારી બાબત છે. લાંબાગાળા સુધી ભરપાઇ કરવી પડે એવુ  શોપિંગ ન કરવુ.


જે પ્રોડક્ટ અંગે આપણે જાણકારી રાખતા હોઇએ એને ઓનલાઇન ખરીદી શકાય. ઓનલાઇન ખરીદી પછી રિટર્ન કરવાનું થાય તો ઘણી મથામણ કરવી પડતી હોય છે. કોઇ વસ્તુ ફ્રી મળશે માટે ઓનલાઇન ખરીદી ન કરવી જોઇએ. કોઇ વસ્તુ ફ્રી મળશે માટે ઓનલાઇન ખરીદી ન કરવી જોઇએ. અમુક કાર્ડથી પેમેન્ટ કરવા પર કૅશબેક ઓફરનો લાભ મળી શકે. પરંતુ ફ્રી ગિફ્ટ માટે ખરીદી ન કરવી જોઇએ.


ઝીરો EMI હોવાથી ખરીદી ન કરવી જોઇએ. EMI પર ખરીદી કરવાથી ક્રેડિટ સ્કોર બગડી શકે છે. ઘર જેવી મિલકત લેવામાં ઓફર્સમાં અમૂક છુપી બાબતો હોય શકે છે. ઘર ખરીદવા જેવા નિર્ણયો લેતી વખતે દરેક જરૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. ગાડી ઉપર ફ્રી ઇન્શ્યોરન્સ જેવી ઓફર હોય તો જોઇ ચકાસી લાભ લેવો છે.

સવાલ: સી. કે. દવેનો તેમણે લખ્યુ છે કે હુ સિનિયર સિટિઝન છુ મારૂ `7 લાખનું રોકાણ સિનિયર સિટિઝન સ્કીમમાં છે અને 5 લાખનું રોકાણ બેન્ક સિનિયર સિટિઝન FDમાં છે, જેનાથી હુ ક્વાટરલી વ્યાજ લઉ છુ, શું વ્યાજદર ઘટવાથી અસરથી મને મળતુ વ્યાજ ઘટી જશે? શું મારે FDનાં નાણાં પણ સિનિયર સિટિઝન સ્કીમમાં ખસેડી દેવા જોઇએ. મારી ઉંમર 70 વર્ષ છે.

જવાબ: સી. કે. દવેને સલાહ છે કે તમારી હાલની એફડીનો વ્યાજદર નહી બદલાય. તમારે FD તોડી હાલે જ સિનિયર સિટિઝન સ્કીમમાં જવાની જરૂર નથી.  FD પાકે ત્યારે ક્યા વળતર સારૂ છે અને નાણાની સુરક્ષા જોવી. નાણાંની સુરક્ષાને પ્રાધાન્ય આપી રોકાણ કરવું.

સવાલ: આ ઇમેલ આવ્યો છે સુનિલ દોશીનો. તેમણે લખ્યુ છે કે મે મારા બાળક માટે 4 વર્ષથી SIP કરવાની શરૂ કરી હતી પંરતુ હાલમાં તે નેગિટિવ રિટર્ન દેખાઇ રહ્યાં છે, તો હવે શું કરવુ જોઇએ મને 7 વર્ષ પછી ભંડોળની જરૂર છે. મારૂ રોકાણ 7000 માસિક છે.

જવાબ: સુનિલ દોશીને સલાહ છે કે તમારી પાસે 7 વર્ષનો સમય છે, સ્કીમ સારી હોય તો રોકાણ ચાલુ રાખો. રોકાણમાંથી તમારે તરત જ નીકળવાની જરૂર નથી.