બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઓએફએસ દ્વારા રોકાણકારને થતા લાભ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 10:08  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશુ શું છે OFS?, OFSથી રોકાણકારને લાભ, દર્શકોનાં સવાલ.


આપણા નાણાંકિય જીવનમાં ઘણી વખત અમુક રોકાણની સારી તક આવતી હોય છે, જેમાથી એક છે OFS, તો આ OFS શું છે, તેના દ્વારા રોકાણકારને શું લાભ થઇ શકે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


કંપની બે રીતે રોકાણકારને શૅર ઓફર કરે છે. ઇશ્યુ ઓફ ન્યુ ઓર એેડિશનલ શૅર છે. ઓફર ફોર સેલ છે. OFSમાં હાલનાં રોકાણકાર પોતાનાં શૅર નવા રોકાણકારને વેચે છે. OFSમાં તમે અન્ય રોકાણકાર પાસેથી શૅર ખરીદો છો. શૅરનાં વેચાણથી મળતા નાણાં રોકાણકારને મળશે. OFSથી કંપનીને કોઇ નાણાં મળતા નથી. OFSથી કંપનીને કોઇ અસર થતી નથી.


ઘણી કંપની OFS હોલ્ડીંગ ડાઇલુટ કરવા માટે લાવે છે. હાલનાં રોકાણકારને એક એક્સિટ થવાનો માર્ગ મળે છે. અહી ઇક્વિટીનું ડાયલ્યુટેશન થતુ નથી. જેને કારણે પ્રતિ શૅરની ઇર્નિંગ પર કોઇ અસર નથી થતી. રોકાણકાર માટે આ સારી બાબત છે. નવા ઇશ્યુથી ઇક્વિટી ડાઇલુટ થાય છે જેની અસર ટ્રેડેડ પ્રાઇઝ પર થાય છે. રોકાણકારે જોવુ જોઇએ કે તમેને આ ઓફરમાં શૅર મળે છે તે નહી.


સવાલ-


તેમની ઉંમર 50 વર્ષની છે અને તેમની પાસે કોઇ પેન્સન સ્કીમ નથી. તો હવે જો મારે 8 થી 10 વર્ષ માટે રોકાણ કરવું હોય તો મારે માટે રોકાણનો ક્યો વિકલ્પ ઉત્તમ બની શકે?


જવાબ-


તમારે બેલેન્સ પાર્ટફોલિયો બનાવવો જોઇએ. તમારૂ પેન્સન રોકાણ કરતા પગાર વધીરે રહેવો જોઇએ. પેન્સનના રોકાણમાં કોઇ પણ લિમીટ નથી એટલે રોકામ કેટલુ પણ કરી શકો છો.