બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

બજેટ સ્પેશલ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Fri, 05, 2019 પર 18:35  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટ સ્પેશલ મની મૅનેજરમાં હુ આપનું સ્વાગત કરૂ છુ તો મોદી  2.0નાં નાણામંત્રી નિર્મણા સીતારમણે આજે બજેટ રજૂ કરી દીધુ છે. આ બજેટની તમારા પર્સનલ ફાઇનાન્સ પર કેવી અસર થશે તે અંગેની ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા. ટ્રાન્ઝેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી અને ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.

આજનાં બજેટની હાઇ લાઇટ જે આપના પર્સનલ ફાઇનાન્સને અસર કરશે તેના પર એક નજર કરીએ તો ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી પરંતુ વાર્ષિક ₹2 કરોડથી વધુની આવક પર સરચાર્જમાં વધારો કરાયો છે. વાર્ષિક ₹2-5Crની આવક પર 3% સરચાર્જ વધ્યો. વાર્ષિક ₹5 Crની આવક પર 7% સરચાર્જ વધ્યો.

તો જ્યા રાહત અપાઇ છે તેની વાત કરીએ તો ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદી પર ₹1.5 લાખની વ્યાજ છુટ. અફોર્ડેબલ ઘરની લોનનાં વ્યાજ પર વધુ 1.5 લાખની છુટ. ETF CPSEને ELSSની જેમ 80c મુજબ કરરાહત. PAN અથવા આધાર બેમાંથી એકથી ભરી શકાશે IT રિટર્ન.

આ ઉપરાંત આ બજેટમાં ફિસકલ ડેફિસિટ ઘટાડવામા આવ્યુ. ફોરેન ઇનવેસ્ટમેન્ટ વધારવાનાં પ્રયાસો કરાયો. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન. ક્રેડિટકાર્ડ, ડેબિટ કાર્ડનાં ડિસ્કાઉન્ટ ચાર્જ RBI ઓબ્ઝર્વ કરશે. ₹400 કરોડ વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપની પર 25% કોર્પોરેટ ટેક્સ. એક વર્ષમાં ₹1 કરોડની બેન્કમાંથી કેશ ઉપાડ પર 2% TDS. મુદ્રા સ્કીમમાં મહિલાને ₹1લાખની લોન મળી શકશે. મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યાજમાં છુટ મળશે.

ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે પહેલુ અફોર્ડેબલ ઘર લેવા માટે વધુ ₹1.50 લાખની રાહત અપાશે. અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે. મારા મત પ્રમાણે હું આ બજેટને 10 માંથી 7 રેટિંગ આપીશ.

ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશરના મુજબ અલ્ટ્રા રિચ લોકોને માટે ટેક્સ વધારાયો છે. કેશ ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે બજેટમાં પગલું લેવાયુ છે. સરકાર ઓનેસ્ટ ટેક્સ પેયરને રાહત આપવા માંગે છે. કેશ ટ્રાન્ઝેકશન પર TDS નાખવામાં આવ્યો છે. ટેક્સ બાબતે પણ ડિજીટાઇઝેશનની શરૂઆત થઇ રહી છે. મારા મત પ્રમાણે હું આ બજેટને 10 માંથી 7 રેટિંગ આપીશ.

ટ્રાન્ઝેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરીના મતે ટેક્સ અને લેવિસ બજેટમાં વધારવામાં આવ્યા છે. ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. 80Cમાં કોઇ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. મારા મત પ્રમાણે હું આ બજેટને 10 માંથી 5 રેટિંગ આપીશ.