બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરનાં 500 એપિસોડની ઉજવણી - 1

ના રોજ પ્રકાશિત Tue, 08, 2019 પર 09:25  |  સ્ત્રોત : CNBC-Bajar

સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે દર્શકોને નાણાંકિય આયોજનમાં મદદ કરી. દર્શકોની સમસ્યાનાં નિરાકરણ આપ્યાં. લોકોએ પોતાની જરૂરિયાત સમજવી જરૂરી. નાણાંકિય જાગૃતતા લાવવાનો પ્રયાસ છે. નાના રોકાણથી લાંબાગાળે મોટુ ભંડોળ બની શકે. રોકાણ માટે પાવર ઓફ કમ્પાઉન્ડીંગ સમજવુ જરૂરી છે. રૂપિયા 500 નાં રોકાણથી 25 વર્ષમાં રૂપિયા 10 લાખ ભેગા કરી શકે. રોકાણમાં અનુસાશન હોવું ખૂબ જરૂરી.

મ્યુચ્યુઅલ ફંડ સિવાયનાં રોકાણનાં વિકલ્પો
રૂપિયા 5-10 હજારથી બોન્ડમાં રોકાણ કરી શકાય. ડેટમાં રોકાણનાં ઘણા વિકલ્પો હોય છે. ગોલ્ડ એક્સેન્જ બોન્ડમાં રોકાણ કરી શકો. તમે વિવિધ અસેટ ક્લાસમાં રોકાણ કરી શકો. નાની-નાની રકમથી રોકાણ કરતા રહેવું. ડિસિપ્લિનથી લાંબા સમય સુધી રોકેલી રકમ મોટી સફળતા અપાવશે.

ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરીના મતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. લાર્જકેપ કે મિડકેપમાં જુદા જુદા ફંડ લઇ શકાય. મલ્ટીકેપ ફંડમાં પણ નાની રકમ રોકી શકાય.

નાની રકમના રોકાણના વિકલ્પો
સુકન્યા સમૃધ્ધી યોજનામાં દિકરી માટે રોકાણ કરો. પીપીએફ નાના રોકાણનો સારો વિકલ્પ છે. નાની બચત શરૂ કરવા રાહ ન જોવી જોઇએ. લાઇફ ઇન્શ્યોરન્સ દરેક કમનારે લેવો જોઇએ. રોકાણની શરૂઆત કરવી ખૂબ જરૂરી છે.

લાંબાગાળાનાં રોકાણનું મહત્વ
યોગિક વેલ્થ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને લેખક ગૌરવ મશરૂવાલાનું માનવુ છે કે સમય સાથે પરિસ્થિતીમાં ઘણા બદલાવ થાય છે. લાંબાગાળા માટે થયેલા ધ્યેય આધારિત રોકાણથી ધ્યેય મેળવી શકાય. રોકાણ લાંબાગાળા માટે અને ધ્યેય આધારિત હોવા જોઇએ. રોકાણનાં નિયમો મની મૅનેજર તમને યાદ કરાવતા રહેશે. મની મૅનેજરને નાણાંકિય સાક્ષરતા લાવવામાં સફળતા મળી છે. મની મૅનેજરનાં દર્શકોમાં નાણાંકિય જાગૃતતા વધી છે. દર્શકોની સફળતા જ મની મૅનેજરની સફળતા છે.

ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અને યોર્સ ફાયાનન્શિયલી બુકનાં લેખક કલ્પેશ આશરનું કહેવુ છે કે રૂપિયા 500 ની બચતનું મહત્વ છે. દર્શકોનાં નાણાંકિય ધ્યેય પુરા કરવાનો પ્રયાસ. દરેક વ્યક્તિની સ્થિતી મુજબ નાણાંકિય આયોજન જરૂરી. રૂપિયા 500ની રકમથી રૂપિયા 10 લાખ, 10 વર્ષમાં મળી શકે.

રોકાણનાં ઉત્તમ વિકલ્પો કયા?
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેનું ખૂબ સારૂ માધ્યમ છે. સિસ્ટમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન કરવુ. ધ્યેય આધારિત એસઆઈપી કરી શકાય. 7500-8000 કરોડનું રોકાણ માસિક એસઆઈપી માધ્યમથી આવે છે. રૂપિયા 500 ની રકમથી એસઆઈપી શરૂ કરી શકાય. રોકાણ પહેલા કેવાયસી કરવું જરૂરી છે. ઓનલાઇન ફોર્મ ભરી રોકાણ શરૂ કરી શકાય. નાણાંકિય સલાહકારની મદદ લઇ શકાય. વોલેટાઇલ માર્કેટનાં સમયે રોકાણ ચાલુ રાખવું. કોઇ પણ સંજોગામાં એસઆઈપી કરતા રહેવી.