બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: વ્યાજ દરનાં વધારાની શું થશે અસર?

ના રોજ પ્રકાશિત Wed, 01, 2018 પર 18:01  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે.મની મેનેજરમાં આજે આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર, 25% રેપો રેટ વધ્યો અને વ્યાજ દરનાં વધારાની શું થશે અસર?

આજે આરબીઆઈ દ્વારા જે ક્રેડિટ પોલિસી જાહેર કરાઇ છે જે મુજબ 0.25% વ્યાજદર વધારવામાં આવ્યો છે, તો આ વધતા વ્યાજ દરની તમારા ખિસ્સા પર શું થશે અસર તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

રિઝર્વ બેન્કે ક્રેડિટ પૉલિસીમાં નીતિગત દરોમાં બદલાવની જાહેરાત કરી છે. આરબીઆઈએ રેપો રેટ 0.25 ટકા વધીને 6.5 ટકા કરી દીધા છે. રેપો રેટ તે રેટ હોય છે જેના પર આરબીઆઈ બેન્કોને કર્ઝ આપે છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 0.25 ટકા વધારીને 6.25 ટકા થઈ ગયા છે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 માં જીડીપી ગ્રોથ અનુમાનને 7.4 ટકા પર અકબંધ રાખ્યા છે. આરબીઆઈના મુજબ એપ્રિલ-સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ 7.5-7.6 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે જુલાઈ-સપ્ટેમ્બરની વચ્ચે મોંઘવારી દર 4.2 ટકા રહેવાનું અનુમાન છે. ઑક્ટોબર-માર્ચની વચ્ચે મોંઘવારી દર 4.8 ટકા રહેવાનુ અનુમાન છે.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આરબીઆઈને મોંઘવારીની ચિંતા, મોંઘવારી કંટ્રોલ કરવાનાં પ્રયાસ. ફુગાવાનો દર પર કંટ્રોલ કરવાનો આરબીઆઈ દ્વારા પ્રયાસ. પહેલુ ઘર લેવુ હોયતો વ્યાજદરની ચિંતા ન કરવી. FDનાં વ્યાજમાં થોડો વધારો થશે. લિક્વિડ ફંડમાં વ્યાજ થોડુ વધી શકે.


લાંબાગાળાનાં MFનાં રોકાણમાં તમને થોડો ઘટાડો જોવા મળી શકે. બજારની તેજીથી સંભાળીને ચાલવાની જરૂર છે. જે કંપનીએ લોન લીધી હશે એ કંપનીનો નફો ઘટશે. હાલમાં વધુ પડતા નાણાં એકસાથે માર્કેટમાં ન રોકવા. SIP રોકવી નહી, રોકાણ સતત કરતા રહેવું.