બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

દિવાળી સ્પેશલ મની મૅનેજર

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 18:11  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાંકિય આયોજનની દ્રષ્ટિએ વિતેલા વર્ષની સમીક્ષા છે. નવા વર્ષમાં કઇ રીતે કરવું નાણાંકિય આયોજન.


કલ્પેશ આશરનાં મતે-


વોલેટાઇલ માર્કેટમાં ક્યા કરવું રોકાણ?


પાછલા વર્ષમાં માર્કેટમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તમારા રોકાણ સતત ચાલુ રાખો છે. નવા રોકાણકાર માટે મુશ્કેલ સમય છે. જુના રોકાણકાર ઉતાર-ચઢાવની સાયકલ જોઇ ચુક્યા છે. રોકાણ તમારા ધ્યેય પ્રમાણે કરો છો. આઈએલ એન્ડ એફએસનાં ઇશ્યુની ઘણી અસર એમએફ પર થઇ છે. આઈએલ એન્ડ એફએસનાં ઇશ્યુથી મોટો ટરમોઇલ આવ્યો હતો.


આ સમયે માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ થયો છે. એનબીએફસીએસનાં સ્ટોક તુટ્યા હતા. સારા એનબીએફસીએસ પર પણ અસર થઇ છે. રિયલ એસ્ટેટમાં એકસપોઝર હોય તેવી NBFCમાં રોકાણથી ચેતવુ છે. રોકાણકારે રોકાણ પહેલા પુરતી માહિતી મેળવવી છે. હાલ વ્યાજદર ઘટે એવી શક્યતા નથી. પોતે રહેવા માટે હોમ લોન લઇ શકાય છે.


હોમલોનનું EMI આવકનાં 30%થી વધવુ ન જોઇએ. પર્સનલ લોન ક્યારેય ન લેવી જોઇએ. એજ્યુકેશન લોન જરૂર પડે તો લઇ શકાય છે. સરકારને વિકાસ માટે યોગ્ય સમયની જરૂર છે. સરકાર બદલાવાની સંભાવના થતા જ માર્કેટ તુટે છે. ચુટણી પહેલા માર્કેટ વોલેટાઇલ થાય છે. સરકાર અર્થતંત્રને સુધારવાનાં પ્રયાસ કરતી હોય છે. રોકાણ કરવા માટે આ સારો સમય છે.


પિયુષ શેઠનાં મતે-


એસઆઈપીનાં રોકાણકારે રોકાણ સતત રાખવું છે. રાજકીય માહોલની નાણાંકિય આયોજન પર અસર છે. તમારા અલોકેશન પ્રમાણે રોકાણ સતત ચાલુ રાખવું છે. નવુ રોકાણ લિક્વિડ ફંડમાં કરી શકાય છે. ડાયનામિક ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય છે.


ગોલ્ડમાં રોકાણ કરવું કેટલુ હિતાવહ?


તહેવારોનાં સમયે લોકો સોનુ લેતા હોય છે. ફિઝિકલ ગોલ્ડથી વળતર મળતુ નથી. ગોલ્ડ ઈટીએફમાં રોકાણથી વળતર મેળવી શકાય છે. ગોલ્ડ કિંમત પાછલા વર્ષમાં વધ્યો છે. 5 થી 10 ટકા રોકાણ ગોલ્ડ ઈટીએફમાં કરી શકાય છે.


નિયમિત આવક માટે એફડીમાં રોકાણ કરી શકાય છે. ડેટમાં અથવા અલ્ટ્રા શોર્ટ બોન્ડમાં રોકાણ કરી શકાય છે.


કાર્તિક ઝવેરીનાં મતે-


રોકાણકારે હાલ શું કરવું?


માર્કેટ તુટે ત્યારે નવા રોકાણકાર પેનિક થાય એ સ્વાભાવિક છે. લમસમ રોકાણ કરવું હોયતો લિક્વિડ ફંડમાં કરી શકો છો. જોખમ લેવાની ક્ષમતા પ્રમાણે ઇક્વિટીમાં સિફ્ટ થઇ શકાય છે. 40 ટકા રોકાણ લાર્જકેપ અને 20% રોકાણ મિડકેપમાં કરી શકાય છે. 20 ટકા રોકાણ સ્મોલકેપમાં અને 20 ટકા સેક્ટોરિયલ ફંડમાં કરી શકાય છે. ચાલુ એસઆઈપી બંધ કરવાથી ખાટો અનુભવ થઇ શકે છે. એસઆઈપી વધારવાની હાલ તમને તક મળી રહી છે. તેજીનો સમય આવતા તમને લાભ મળી શકે છે.


હાલ ક્યા ફંડમાં રોકાણ કરવું જોઇએ?


SEBIની ગાઇડલાઇન પ્રમાણે સ્કીમની કેટેગરીમાં બદલાવ થયા છે. બુલ માર્કેટમાં લાર્જકેપ બેન્ચમાર્કેને બીટ નથી કરી શક્યા છે. લાર્જકેપનાં રોકાણ માટે ઇન્ડેક્સ ફંડ લેવા જોઇએ. સ્મોલકેપ અને મિડકેપનું બુલ માર્કેટમાં સારૂ પ્રદર્શન રહ્યું છે. 3 થી 5 વર્ષમાં સ્મોલ કેપ અને મિડકેપે સારૂ વળતર આપ્યું છે. SEBI પ્રમાણે પહેલા 100 સ્ટોક લાર્જ કેપમાં છે. 101 થી 250 સ્ટોક મલ્ટીકેપ કેટેગરીમાં છે. ત્યાર પછીનાં સ્ટોક મિડ અને સ્મોલ કેપ કેટેગરીમાં આવશે. મલ્ટીકેપમાં રોકાણ કરવું હિતાવહ સાબિત થઇ શકે છે.


હાલ ક્યા બની રહી છે રોકાણની તક?


ચુટણી અને વૈશ્ર્વિક સંજોગોની માર્કેટ પર અસર પડે છે. ચુટણી આવતા માર્કેટમાં ઉતાર-ચઢાવ આવશે. હાલ સ્ટેબિલિટી માત્ર લિક્વિડફંડમાં જ મળી શકે છે. લાંબાગાળા માટે રોકાણ કરવું હોય તો જ ઇક્વિટીમાં રોકાણ કરો છો. હાલ તમે વિવિધ બોન્ડમાં રોકાણ કરી શકો છો.


રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલુ યોગ્ય?


હાલ ડેવલપર ઘણી ઓફરો આપી રહ્યાં છે. પ્રોપર્ટીની કિંમત સ્થીર છે. રેન્ટલ રિટર્ન વધુ સારા નથી. જીએસટી પ્રોપર્ટી માટે મોટો પડકાર છે. જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી મળી 18 ટકા ટેક્સ લાગે છે. ઓસી આવી ગયુ હોય તો જીએસટી લાગતો નથી. લોકો ઓસી વાળી પ્રોપર્ટી લેવા માંગે છે. પહેલુ ઘર લેવા ઇચ્છતા લોકો ઘર લઇ શકે છે.


જીએસટીની અસર હજી જોવા મળશે. જીએસટી રેવન્યુ હજી સુધી પુરતી વધી નથી. સરકારને ટેક્સની પહેલા જેટલી આવક નથી થઇ રહી છે. ટેક્સની આવક વધારવા બિઝનેસને પ્રોત્સાહન જરૂરી છે.


ગૌરવ મશરૂવાલાનાં મતે-


આ સમય અનુમાનનો નહી, આયોજનનો છે. ચુટણી અને વૈશ્ર્વિક સંજોગોની માર્કેટ પર અસર પડે છે. આપણા રોકાણ આપણી જરૂર પ્રમાણે કરવા જોઇએ. એક જ રોકાણથી તમામ લાભ મળેએ શક્ય નથી. લિક્વિડમાં તમારા નાણાં થોડા સમય માટે રાખી શકાય છે. આયોજન યોગ્ય હોય તો લાંબાગાળાનાં રોકાણ માટે સારો સમય છે.


પોતાનું ઘર કે ભાડેનું ઘર શાને પસંદ કરશો?


જો જોબ ટ્રાન્સફરેબલ ન હોયતો ઘર ખરીદી લો. ટ્રાન્સફરેબલ જોબ હોયતો ભાડેનાં ઘરમાં રહો છો. હવે પછીનું બજેટ ચુટણી પછી આવશે. તમારા ધ્યેયને અનુસરીને રોકાણ કરો છો.