બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

દશેરા સ્પેશલ મની મેનેજર

ના રોજ પ્રકાશિત Wed, 17, 2018 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે.


આ સપ્તાહ આપણે નવરાત્રીનો પર્વ ઉજવ્યો અને હવે દશેરાની ઉજવણી કરીશુ તો તહેવારની ઉજવણીમાં મની મૅનેજર કઇ રીતે પાછળ રહે? મની મૅનેજરમાં આપણે ઉજવીશુ દશેરાનું પર્વ. દશેરો એટલે ખરાબ પર સારાનો વિજય, અસત્ય પર સત્યનો વિજય. દશ માથાવાળા રાવણનાં વધનો દિવસ.


તો આ પ્રસંગે આપણે વાત કરીશું નાણાંકિય આયોજન માટેનાં 10 મીથસ એટલે કે ખોટી માન્યતાઓની. જેને આપણે આપણા જીવનમાંથી હટાવી દેવી ખૂબ જ જરૂરી છે તો કઇ છે આ દશ ખોટી માન્યતાઓ, અને કઇ રીતે તેને દુર કરી શકાય એ અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક ગૌરવ મશરૂવાલા.


નાણાંકિય આયોજન માત્ર પૈસાદાર લોકો માટે જ છે. નાણાંકિય આયોજન એટલે માત્ર રોકાણ છે. કમાણીની શરૂઆત થાય ત્યારથી જ નાણાકિય આયોજન જરૂરી છે. નાણાંકિય આયોજનમાં રોકાણ સિવાયનાં ઘણા મુદ્દા છે. ઇમરજન્સી ફંડ, લોન, વિમા વગેરેનું પ્લાનિંગનો સમાલેશ થાય છે. નાણાંકિય આયોજન મોટી ઉંમરે થાય, હજી હુ તો નાનો છું.


નાણાંકિય આયોજન માટે મોટા પ્લાન બનાવવા જરૂરી છે. ખર્ચઓનું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. વિમો અને નોમિશેન ખૂબ જરૂરી છે. નાણાંકિય આયોજન માત્ર એક વાર કરવાનું હોય છે. નાણાંકિય આયોજનમાં પરિસ્થિતી પ્રમાણે ફેરફાર જરૂરી છે. વિમો, રોકાણ બધુ છે, મને નાણાંકિય આયોજનની જરૂર નથી. નાણાંકિય આયોજન એટલે નિવૃત્તીનું આયોજન છે. ફાયનાન્શિયલ પ્લાનરની સેવા લીધી એટલે મારે કઇ કરવાની જરૂર નથી. સીએફપી જેવા હોદ્દા પર ધ્યાન આપવાની જરૂર નથી. મોટી ખરીદી ન કરવી હોય ત્યા સુધી ફાયનાન્શિયલ પ્લાનની જરૂર નથી.