બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ઈપીએફ અને એનપીએસ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 15, 2016 પર 10:50  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે જરૂરી છે યોગ્ય નાણાંકિય આયોજન. મની મૅનેજરમાં એવા જ એક ઉપયોગી ટોપીક સાથે હાજર છુ હુ પ્રીતી દલાલ મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું બજેટમાં ચર્ચિત ઈપીએફ વિશે શું આવ્યા છે ઈપીએફના બદલાવ બજેટ બાદ અને શું થયા છે એનપીએસમાં ફેરફાર અને કઈ રીતે એનપીએફ અને ઈપીએફમાં ડિફરન્સ એ પણ આપણે સમજવાની કોશિશ કરીશું.


સરકારનાં બજેટ 2016માં ઘણી એવી જાહેરાત હતી કે જેનાથી મધ્યમ વર્ગની ઊંઘ ઉડી ગઈ હતી. તેમાની એક હતી ઈપીએફ એટલે કે એમ્પલોઈ પ્રોવિડન્ટમાં ફેરફાર બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ઉપાડ કરવાથી ઈપીએફમાં માત્ર 40% રકમ જ ટેક્સ ફ્રી બની રહેશે. આ બાબતે ઘણો વિરોઘ થયો અને અંતે સરકારે નમતુ જોખ્યુ અને રોલબેક કયુઁ. આવી પરિસ્થિતી એનપીએસમાં પણ બની હતી. તો આજે આપણે વાત કરીએ ઈપીએફ વોર્સિસ એનપીએસ પર અને આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેન્ડ કન્સલ્ટન્સીના ડિરેકટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીના મતે આજે કોઈ પણ વર્ગના લોકોને ટેક્સ નથી ભરવો. આપણા દેશમાં સોશિયલ સિકયોરિટી નથી. એનપીએસમાં રોકેલા નાણાં સુરક્ષિત છે. એનપીએસમાં પહેલા રોકેલા 40% નાણાં ટેક્સ ફ્રી. એનપીએસ વિશે લોકોને પુરતી માહિતી નથી. સરકાર કામ કરવા ઈચ્છે છે જેના માટે ટેક્સ ઉઘરાણી જરૂરી. ઈપીએફનો દર સ્થિર નથી રહેતો. સરકાર કાંતો નાણાં બચાવશે અથવા કાપશે.


કાર્તિક ઝવેરીના મતેએનપીએસમાં રોકાણ આવનારા વર્ષો માટે ઘણું લાભદાઈ રહેશે. આપણે હંમેશા ફાઈનાન્શિયલ પ્રગતી તરફ આકર્ષણ પામીએ છીએ. ઈકિવટીમાં રોકાણ કરવાથી સરકાર તમને માર્ગદર્શન આપે છે. જેની આવક રૂપિયા 15000 ઉપર છે તેમને ઓપ્શન આપવામાં આવે છે ઈપીએફમાં રોકાણ માટે. એનપીએસમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. એનપીએસ ટાયર એકમાં નિવૃતી માટે નાણાં એકઠા થાય છે.