બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ માર્કેટ પ્રમાણે નાણાંકીય આયોજન

ના રોજ પ્રકાશિત Thu, 04, 2016 પર 16:14  |  સ્ત્રોત : Moneycontrol.com

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. આજના એપિસોડમાં માર્કેટ પ્રમાણે આયોજન, સમૃદ્ધી જાળવવાના ઉપાય. કઈ સ્થિતીમાં શું કરવું? આ બધા વિશે આપણે જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કન્સલ્ટનસી ડિરેક્ટરના કાર્તિક ઝવેરી પાસેથી.

રોકાણ સતત રાખવું, ઇક્વિટીમાં વધુ રોકાણ ન કરવું. ઘટાડા સમયે સાવચેતીથી રોકાણ કરવું. અર્થતંત્રની હાલત ખરાબ હોય ત્યારે સેન્ટ્રલ બેન્ક વ્યાજ દર વધારે છે. રોકાણ કરતા પહેલા રિસર્ચ જરૂરી છે. એસઆઈપીમાં રોકાણ વઘારતા જવું. તેજીના સમયે ઘટાડાની રાહ જોવી નહિ. તક આવતા રોકાણ કરવું. આવા સમયે ઈક્વિટીમાં રોકાણ વધારવું. માર્કેટ સુધરે તેમ વ્યાજ દર ઘટશે. લોકો વધુ લોન લેશે, લાઈબિલિટી વધતી જશે.


ફિક્સ આવક ધરાવતા લોકોએ રોકાણ કરી લેવું જોઈએ. ઈક્વિટી બજારમાં વધુમાં વધુ રોકાણ કરી શકાય. માર્કેટ સુધરે તેમ વ્યાજ દર ઘટશે. તેજીનાં સમયે લમસમ રોકાણ કરી શકાય. એસઆઈપી ડૅટમાં કરી શકાય. સ્ટેરજી બનાવી રોકાણ કરવાથી વધુ લાભ મેળવી શકાય.


તેજીના સમયે પાછલા રોકાણનો ફાયદો લેવો. બજાર ટોચમાં હોય ત્યારે રોકાણ ન કરવું. સ્ટેબલ માર્કેટ સમયે બેલેન્સ સ્ટેર્જી અપનાવવી. ઈકિવિટી પોર્ટફોલિયોમાં બ્લુચિપની પસંદગી થઈ શકે. એસઆઈપી સતત ચાલુ રાખવી, બોન્ડ ફંડમાં રોકાણ કરી શકાય.