બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવારને નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 12, 2019 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણાના બ્રિજેશ પટેલ. પરિવારમાં 4 લોકો છે. પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે. રૂપિયા 52,000 આસપાસ માસિક આવક છે. પૂર્વીનો અભ્યાસ ચાલુ છે. પિતાની નોકરી ચાલુ છે. ડિપેન્ડેન્ટ 1 છે. પૂર્વી થોડા સમયમાં જોબ શરૂ કરશે. માસિક ખર્ચ રૂપિયા 20,000 જેટલું છે. માસિક બચત 30,000 છે. માસિક આવકના 50% થી વધારે બચત. ઈમરજન્સી ફંડમાં 30,000 માસિક દરે બચત થાય છે.

આઈપીઓમાં પણ રોકાણ કરુ છું. રૂપિયા 1 લાખ જેટલું ઈમરજન્સી ફંડ છે. રૂપિયા 75,000 જેટલું ઈમરજન્સી ફંડ યોગ્ય છે. લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્વ છે. રૂપિયા 50 લાખનો ટર્મપ્લાન લઈ શકાય. ડિપેન્ડેન્ટ છે માટે લાઈફ ઈન્શ્યોરન્સ લેવો જોઈએ. કંપની તરફથી `3 લાખ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. પૂર્વીનું રૂપિયા 1.5 લાખનું હેલ્થ કવર છે. દરેકનું પોતાનું કવર છે.

સમયાંતરે કવર ચેક કરવું. મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ અને શૅર બજારમાં રોકાણ છે. રૂપિયા 1.5 લાખનું PPFમાં વાર્ષિક રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 6 લાખ જેટલું રોકાણ છે. રૂપિયા 1000 એસઆઈપી થકી રોકાણ છે. અન્ય રકમનું લમસમ રોકાણ કરે છે. શૅર બજારમાં રૂપિયા 4.5 લાખ જેટલું રોકાણ. અમદાવાદમાં ફ્લેટ લેવો છે. કાર લેવી છે. ફોરેન ટૂર કરવી છે. 3 વર્ષમાં અમદાવાદમાં ઘર લેવું છે.

નિવૃત્તી સમય સુધીમાં રૂપિયા 2.5 કરોડ એકઠા કરવા છે. કાર મુખ્ય ધ્યેયમાં નથી. રૂપિયા 48 લાખ સુધીનું ઘર લેવું છે. રૂપિયા 20 લાખની લોન લેવી છે. રૂપિયા 20 લાખની પિતા મદદ કરશે. હાલ ખર્ચ ઓછા કરી બચત વધારવી. તમારા ધ્યેય સચવાયેલા રહે તે જોવું. લોન અને EMI ચેક કરવી જોઈએ. ભવિષ્યના ખર્ચ ચકાસી લેવા.

પહેલા રોકાણ સુરક્ષિત કરવું. ઈએમઆઈનું ભારણ ન લાગવું જોઈએ. ઈએમઆઈ એફોર્ડ કરી શકો તેમ આયોજન કરવું. લોન લેતા પહેલા વિચારવું. દરેક ગણતરી કરી લોન લેવી. રોકાણ પહેલા કરવું ત્યારબાદ લોન લેવી. ઘર ન લેતા શોપ લઈ શકાય. જો રિટર્ન સારૂ મળે તો જ રોકાણ કરવું. માત્ર રોકાણ માટે શોપ ન લેવી. ઘર લઈ શકાય.

ઘર લેવામાં સમય લેવો જોઈએ. કાર લોન લેશો તો વ્યાજ ગણવું. વિદેશ પ્રવાસ કરી શકાય. વિદેશ પ્રવાસ માટે સમય લેવો. પીપીએફનું રોકાણ ચાલુ રાખવું. એસઆઈપીમાં નિશ્ચિત રોકાણ કરવું. મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત રોકાણ કરવું. રૂપિયા 10,000માં રૂપિયા 7000 જેટલી એસઆઈપી કરી શકાય. નિશ્ચિત રોકાણ કરી લમસમ કરવું. રિસ્ક કેપેસિટી ચકાસવી.

9 મ્યુચ્યુઅલમાં રોકાણ કર્યું છે. 9 માંથી 2 જેટલા મ્યુચ્યુઅલ ફંડમાં નુકશાન છે. 2 વર્ષમાં નિર્ણય ન લેવો જોઈએ. હજુ વધારે સમય આપવો જોઈએ. ઓછામાં ઓછા 5 વર્ષ આપવા. 9 ફંડની જરૂરત નથી. 5 ફંડમાં રોકાણ કરી શકાય. એક સાથે વધારે ફંડ ન રાખવા. સમય આપવો જોઈએ પર્ફોમ કરવા માટે. મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ સમજવું જોઈએ. 4-5 ફંડ પુરતા છે. લાઈફ ઈન્શ્યોરન્સ ખુબ મહત્વનું છે. કોઈપણ રોકાણ પહેલા સુરક્ષિત બનવું.