બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ભાવિનભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 21, 2018 પર 11:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ભાવિનભાઈ માટે નાણાંકિય આયોજન. એરલાઈન માર્કેટિંગમાં ભાવિનભાઈ કામ કરે છે. પરિવારના નાણાંકિય આયોજનની ઈચ્છા. પત્ની અને દિકરો છે. માતા-પિતા રાજકોટ રહે છે. 3 લોકો પરિવારમાં છે. દિકરો અને પત્ની ડિપેન્ડેન્ટ છે. માસિક આવક રૂપિયા 55,000 છે. આ આવકમાંથી PF અને અન્ય વસ્તુ કપાય છે. રૂપિયા 25,000 જેટલી રકમ ઘર ખર્ચમાં જાય છે. રૂપિયા 5000 આસપાસ દિકરાના ભણતર માટે ખર્ચ. અન્ય રકમ રોકાણમાં પણ જાય છે. માત્ર ટેક્સની બચત માટે રોકાણ ન કરવું.


રોકાણ તમારી સુરક્ષા માટે કરવું. રોકાણ સમયે ધ્યેય ખુબ જરૂરી છે. ટેક્સ પ્લાનિંગ અને ધ્યેય અલગ છે. ધ્યેયના રોકાણને અન્ય કોઈ વસ્તુ સાથે ન જોડવા. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 50 હજાર એકાઉન્ટમાં છે. રૂપિયા 5 લાખનું ફેમિલી ફ્લોટર છે. LICનું કવર છે. 58 વર્ષની વયે તેનું વળતર મળશે. 10 વર્ષ સુધી વાર્ષિક રૂપિયા 5-6 લાખ આસપાસ મળશે.


આ રકમને પેન્શન તરીકે ઉપયોગ કરી શકાશે. નિવૃત્તી બાદના રોકાણ વિશે ખ્યાલ નથી. ઈક્વિટી રોકાણ ધ્યેય તરફ સરળતાથી પહોંચાડી શકે. ઈક્વિટી રોકાણ લાંબા ગાળા માટે સારા. રિસ્ક લેવામાં ખુબ માનતો નથી. રોકાણને યોગ્ય સમય આપવો જોઈએ. ડાઈરેક્ટ ઈક્વિટીનું રોકાણ લાંબા ગાળા માટે કરવું.


દિકરાને વિદેશ ભણવા મોકલવો છે. અન્ય ધ્યેય છે. દિકરાનું ભણતર મુખ્ય ધ્યેય છે. કોઈ લોન નથી. કોઈ લાયેબલિટી નથી. એફડી રૂપિયા 5 લાખની છે. પીપીએફમાં રોકાણ છે. એફડીમાં રકમ છે. આઈપીઓ ક્યારેક ભરુ છું. હેલ્થ ઈન્શ્યોરન્સ અલગ હોવું જોઈએ. ફેમિલી ફ્લોટર સિવાય માત્ર કમાનાર વ્યક્તિનો ઈન્શ્યોરન્સ છે.


રૂપિયા 5 લાખ પરિવાર માટે ઓછી રકમ છે. તમારો એકનો રૂપિયા 2 લાખનો ઈન્શ્યોરન્સ જરૂરી છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં ડેથ બેનિફિટ છે. એલઆઈસીની પોલિસી છે. એલઆઈસીનું કવર રૂપિયા 17 લાખનું છે.


રૂપિયા 17 લાખ પરિવાર માટે ઓછા છે. લાઈફ ઈન્શ્યોરન્સનું કવર મોટુ હોવું જોઈએ. ટર્મપ્લાન લેવો જોઈએ. ટર્મપ્લાનનું પ્રિમીયમ ટ્રેડિશનલ પોલિસી કરતા ઓછું. ધ્યેયને મિક્સ ન કરવા. લાઈફ ઈન્શ્યોરન્સમાં ફાયદો ન જોવો. મોંઘવારીને ધ્યાનમાં રાખી રોકાણ કરવા. નાણાંકિય આયોજનનો અભ્યાસ ખુબ જરૂરી.


નાણાં સાથે કેવી રીતે વર્તવુ તે ખુબ જરૂરી છે. માતા-પિતાએ બાળકોને જ્ઞાન આપવું. ઈક્વિટી રોકાણ સિવાય તમે ધ્યેય સરતાથી નહિં મેળવી શકો. રિસ્ક ન લેતા પણ તમે રિસ્ક લીધુ છે. લાઈફ ઈન્શ્યોરન્સ ન લેવું પણ એક રિસ્ક છે. રિસ્ક ધીરે-ધીરે વધારી શકાય. દરેક ધ્યેય માટે સમય હોય.


નિવૃત્તી માટે એક રકમ નક્કી કરવી. રૂપિયા 20,000 આસપાસ ઈક્વિટી રોકાણ કરો તો ઘણો ફાયદો થાય. એસઆઈપી માં રોકાણ કરવું. લાર્જકેપ અને મિડકેપમાં રોકાણ કરવું. ટોપ કંપનીમાં રોકાણ કરવું. એસઆઈપી રોકાણ તમારુ રિસ્ક ઘટાડી શકે. રૂપિયા 20,000નું રોકાણ કરવું જોઈએ. રૂપિયા 20,000 જેટલી રકમ બચતમાં છે. ઈમરજન્સી ફંડ જરૂરત મુજબ રાખવું. રૂપિયા 1 લાખ ઈમરજન્સી ફંડમાં પુરતા છે.


ઈન્શ્યોરન્સ ખર્ચ નથી. ઈન્શ્યોરન્સ જીવન માટેનું રોકાણ છે. યોગ્ય રિસર્ચ કરી ફંડમાં રોકાણ કરવું. જાતે સમજીને પણ રોકાણ કરી શકાય. તમારા નાણાંમાંથી વેલ્થ એકઠી કરવી. SIP કેલ્ક્યુલેટરનો પણ ઉપયોગ કરી શકાય. તમારા દિકરા પાસે 10 વર્ષ છે. તમે લાર્જકેપમાં રોકાણ કરી શકો. હાઈબ્રિડ ફંડમાં રોકાણ કરી શકો.