બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: દરજી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 24, 2018 પર 16:27  |  સ્ત્રોત : CNBC-Bajar

અવિનાશભાઈ ફિઝીશિયન છે. વંદનાબેન ડૉક્ટર છે. નાની દિકરી છે. પરિવારમાં 7 લોકો છે. કોઈ ડિપેન્ડેન્ટ નથી. પિતાની જોબ ચાલે છે. માસિક આવક ₹1 લાખ 70 હજાર આસપાસ છે. એક હોમલોન ચાલે છે. ₹36,000 ઈએમઆઈ છે. કુલ માસિક ખર્ચ ₹70,000 આસપાસ થાય છે. ₹1 લાખ આસપાસ બચત થાય છે. 1 વર્ષ કરતા વધારે સમયથી બચત ચાલે છે.

₹26,000ની એસઆઈપી ચાલે છે. ઈક્વિટીમાં રોકાણ ચાલુ કર્યુ છે. ઈમરજન્સી ફંડમાં ₹5 લાખ છે. ₹3 લાખની એફડી છે. સેવિંગ એકાઉન્ટમાં ₹2 લાખ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ છે. ₹10 લાખનું બન્નેનું કવર છે. ફેમિલી ફ્લોટર ફંડ છે. લાઈફ ઈન્શ્યોરન્સની 2 પોલિસી છે. 2 પોલિસી યુલિપ છે. ₹1 કરોડનો બન્નેનો ટર્મપ્લાન છે. આવક ચાલુ ₹1.5 વર્ષથી જ આવે છે. રોકાણ કેવી રીતે કરવું તેની સમજ નથી.

ટેક્સનો ફાયદો થાય તે રીતે રોકાણ કરવું છે. કારલોન ભરી દીધી છે. શાન્વીના ભણતર માટે આયોજન કરવું છે. નિવૃત્તી સુધી ₹4 કરોડ આસપાસ એકઠા કરવા છે. 25 દેશનો પ્રવાસ કરવો છે. એકસાથે 25 દેશ નથી ફરવા. પ્રતિ દેશ માટે ₹4 લાખ જેટલું બજેટ રાખવું છે. દેશ પ્રમાણે નાણાં ગોઠવી શકાય. શાન્વીના ભણતરના વર્ષ 21 સુધી રહે. ₹1 કરોડ જેટલી રકમ 21 વર્ષ બાદ જોશે. હાલ શાળાની ફિ આવકમાંથી ભરવામાં આવે છે. 21 વર્ષ બાદ ઉચ્ચ અભ્યાસ માટે રકમ જોઈએ. નિવૃત્તીનું આયોજન કરવું છે. પ્રાઈવેટ બિઝનેસ છે તો આયોજન જરૂરી.

તમારી બચત ઘણી સારી છે. બચતનું રોકાણ કરી મોટી રકમ મળી શકે. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવું જોઈએ. મોંઘવારીને ધ્યાનમાં રાખી રોકાણ કરવું. યુલિપ હવે વધારે ન લેવું જોઈએ. રોકાણની ગણતરી કરી ચાલવું જોઈએ. ઈમરજન્સી ફંડ યોગ્ય છે. નિવૃત્તી માટેની રકમ બરાબર છે. મોંઘવારી દરને ગણી થોડી રકમ વધારી શકાય. એનપીએસ અને પીપીએફમાં રોકાણ કરવું.

80Cની લિમીટને ગણી કામ કરવું. આવનારા 30 વર્ષ ₹8500નું રોકાણ કરવું. ₹8500 થી ₹3 કરોડ જેટલી રકમ ભેગી થઈ શકે. તમારી દિકરીના ભણતર માટે 20 વર્ષ છે. ₹20,000 જેટલું રોકાણ કરવાથી ધ્યેય મળી શકે. ₹2કરોડ જેટલી રકમ ₹20Kના રોકાણથી મળી શકે. 25 દેશ ફરવાનો ધ્યેય પણ થઈ શકે. 2 વર્ષનો સમય રાખી ફરી ફરવા જવું. આરડી દ્વારા ફરવાના ધ્યેય માટે રકમ એકઠી કરો.

ઈક્વિટી દ્વારા ધ્યેય પૂર્ણ થઈ શકે. એસઆઈપીમાં જ રોકાણ કરવું. ઈક્વિટીમાં ટ્રેડિંગ ન કરવું. લાંબાગાળા માટે રોકાણ કરી શકાય. 50 વર્ષ સુધી રોકાણ કરી શકાય. એફડી કરી વ્યાજ લેવા કરતા લમસમ ઈક્વિટી કરી શકાય. તેમાંથી મળતા વ્યાજને ફરી રોકી શકો. દરેક રોકાણ ચાલુ રાખો તો લોન ન નડે. હાલ હોમલોનથી ટેક્સ વળતર મેળવી શકો. સ્મોલ કેપમાં 2 એસઆઈપી ચાલે છે.