બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: દિક્ષીત પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 06, 2018 પર 15:09  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતના દેવલભાઈ. દેવલ દિક્ષીતના પરિવારમાં 4 સભ્ય છે. લગ્નને 4 વર્ષનો સમય થયો. પરિવારના 2 સભ્યો દેવલ પર નિર્ભર. માતા રિટાયર થયેલા છે. માતાને પેન્શનની આવક છે. પિતાને પેરેલિસીસ થયેલ છે.

પરિવારની માસિક આવક રૂપિયા 1.22 લાખ. માસિક ઘરખર્ચ ₹22 હજાર. માસિક મુસાફરી ખર્ચ ₹4500 છે. માસિક મનોરંજન ખર્ચ મહિને ₹4000. ₹28,000 પિતાની સારવારનો ખર્ચ. ₹28,487 હોમ લોન EMI આવે છે.

₹30 લાખની હોમલોન લીધેલી છે. હજુ 11 વર્ષ EMI ભરવાની છે. હજુ ₹11.25 લાખ ચુકવવાના બાકી છે. લોન ફ્રિ જીવન જીવવામાં માને છે. માસિક બચત ₹29,000 આસપાસ. ₹3000 આસપાસ ટેક્સ કપાય છે. ઈમરજન્સી ફંડમાં ₹6 લાખ છે. ₹1.22 લાખ સેવિંગ એકાઉન્ટમાં છે. FD માતાના નામે છે.

પિતાના રોકાણ માતાના નામે છે. 2 હેલ્થ ઈન્શ્યોરન્સ છે. કંપનીનો ઈન્શ્યોરન્સ પિતા માટે છે. ₹3 લાખનો કંપનીનો ઈન્શ્યોરન્સ. ₹5 લાખનો અન્ય ઈન્શ્યોરન્સ છે. ₹1.2 કરોડનો ટર્મપ્લાન છે. 2 ટ્રેડિશનલ પોલિસી છે. 2019માં ટ્રેડિશનલ પોલિસી પુરી થઈ જશે.

4-5 વર્ષમાં હોમલોન પૂર્ણ કરવી છે. આ પૂર્ણ કરવા ₹5-6 લાખ રકમની જરૂરત પડી શકે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. નિવૃત્તી માટે ₹2 કરોડ આસપાસ રકમની જરૂરત પડી શકે. 5-6 અસક્ષમ લોકોને મદદ કરવા રકમ એકઠી કરવી છે. PFમાં ₹2700નું નિશ્ચિત રોકાણ.

₹17,000 SIPમાં રોકાણ છે. 60% બેલેન્સ ફંડમાં છે. 11% વેલ્યુ ઈક્વિટી ફંડમાં છે. મિડકેપ અને મલ્ટીકેપમાં ₹2500 છે. સ્મોલકેપ અને મિડકેપમાં ₹3000 છે. માર્કેટનું સ્ટડી કરી રોકાણ કર્યું. ધ્યેયને સમજીને રોકાણ કરવું. ડેટમાં રોકાણ વધારે છે. તમે રિસ્ક લઈ શકો છો. ઈક્વિટીમાં પ્રમાણ વધારી શકાય. ડાઈવર્સિફાઈ ફંડમાં રોકાણ લઈ શકાય. નાની રકમથી સારૂ રોકાણ થઈ શકે.

સ્મોલકેપ નિવૃત્તી માટે રાખ્યો છે. 3 વર્ષ બાદ એગ્રેસિવ બની શકો છો. સમયાંતરે ધ્યેય બદલાઈ શકે છે. તમારા પાસે રોકાણનો પુરતો સમય છે. મોંઘવારીદરને ગણીને ધ્યેય બનાવવા. નિવૃત્તી સમયે ₹2.2 કરોડનો ધ્યેય ઓછો કહેવાય. રૂપિયા 10 કરોડ જેટલી રકમ નિવૃત્તી સમયે હોવો જોઈએ. ડિસએબિલીટી માટે ઈન્શ્યોરન્સ લીધો છે. દરેક વ્યક્તિએ ડિસએબિલીટી ઈન્શ્યોરન્સ લેવો જોઈએ.