બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: દોશી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 28, 2018 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

મુંબઈના વિશાલભાઈ. પરિવારમાં 4 લોકો છે. પત્ની પણ કામ કરે છે. પત્નીની આવક રૂપિયા 25000 છે. વિશાલભાઈની આવક રૂપિયા 50,000 છે. માતા-પિતા ડિપેન્ડેન્ટ છે. પિતાની રૂપિયા 10,000 આવક છે. રૂપિયા 25,000 આસપાસ માસિક ખર્ચ છે. કોઈ લોન નથી. ફરવામાં થોડો ખર્ચ થાય છે. બચત રૂપિયા 25,000 આસપાસ થાય છે.

રૂપિયા 20,000 આસપાસ ઈમરજન્સીમા રાખે છે. રૂપિયા 75,000 માસિક ખર્ચ બને છે. પત્નીની આવકનું તે મેનેજ કરે છે. કંપનીનું હેલ્થ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 4.5 લાખમાં પરિવાર કવર થાય છે. રૂપિયા 12 લાખની એલઆઈસી પોલિસી છે. રૂપિયા 75,000 આસપાસ ઈમરજન્સી ફંડ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે. રૂપિયા 2000 ની 3 એસઆઈપીમાં રોકાણ છે.

4 વર્ષથી એસઆઈપીમાં રોકાણ છે. પીપીએફમાં રોકાણ છે. માસિક રૂપિયા 5000 નું પીપીએફમાં રોકાણ છે. અન્ય કોઈ બચત નથી. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ છે. રૂપિયા 75,000 આસપાસ ઈક્વિટીમાં રોકાણ છે. ઘર લેવાની ઈચ્છા છે. બાળકો માટે રોકાણ કરવું છે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. ઘર માટે રૂપિયા 50 લાખની લોન મળી શકે. રૂપિયા 50 લાખ એકઠા કરવા છે. બાળક આવે ત્યારે તેનું આયોજન કરી શકાય. નિવૃત્તી માટે રૂપિયા 8-10 કરોડ 30 વર્ષમાં એકઠા કરવા છે.

રૂપિયા 5-7 હજાર પત્નીની આવકની બચત છે. બચતનું રોકાણ કરવું જોઈએ. માસિક રૂપિયા 11,000 નિશ્ચિત રોકાણ છે. ધ્યેય મેળવવા બચત વધારવી. હેલ્થ ઈન્શ્યોરન્સ બનાવવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ વધારવું જોઈએ. પરિવારની સુરક્ષા વધારવી. હેલ્થ અને લાઈફ કવર વધારવું જોઈએ. ટર્મપ્લાન લેવો જોઈએ. દરેક કમાનાર વ્યક્તિએ ટર્મપ્લાન લેવો.

ધ્યેય પ્રમાણે રોકાણ કરવું. ઈન્શ્યોરન્સ માટે માસિક રકમ અલગ કરો. એલઆઈસી સેવિંગ નથી. ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ સમજીને કરવું.    હાલ ધ્યેય મેળવવા કામ કરો. અકસ્માતમાં ઈમરજન્સી ફંડ ઉપયોગી બને. પોતાની પોલિસી ઉપયોગી બને. ભવિશ્યમાં કંપની બદલો તો પોતાની પોલિસી કામ લાગે છે. ઈમરજન્સી ફંડને વધારવું.

રૂપિયા 1.5 લાખ ઈમરજન્સી ફંડ બનાવવું. પત્નીનો પણ હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો. નાની ઉંમરે પ્રિમીયમ ઓછું આવે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ બનાવવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ વધારવું જોઈએ. હાલ બાળક માટે નાણાંની જરૂરત નથી. નિવૃત્તી માટે રકમ વધારવી જોઈએ. રોકાણ વધતા ધ્યેય મળી શકે છે. પહેલા પરિવારની સુરક્ષા કરવી.