બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ પાટડિયા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 06, 2018 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટનો પાટડિયા પરિવાર, તેજસભાઈ કોલેજમાં પ્રોફેસર છે. બિન્નીબેન CA છે. માસિક આવક રૂપિયા 1.5 લાખ છે. માસિક ખર્ચ રૂપિયા 1 લાખ 10 હજાર છે. પરિવારમાં 6 લોકો છે. ડિપેન્ડેન્ટ 4 લોકો છે. 3 બાળકો છે. 1 દિકરી અને 2 દિકરા છે. માસિક બચત રૂપિયા 40,000 આસપાસ છે. હાલ રૂપિયા10,000ની આરડી કરે છે. રૂપિયા 30,000નું આયોજન કરવાનું છે. સેવિંગ એકાઉન્ટમાં હાલ રૂપિયા 2.5 લાખ છે.


રૂપિયા 2 લાખની એફડી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 5 લાખનું છે. ફેમિલી ફ્લોટર પોલિસી છે. બિન્નીબેનના પરિવારે તેમની પોલિસી લીધી છે. અન્ય પોલિસીમાં રૂપિયા 10 લાખનું કવર છે. બન્નેનું અલગ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ. 6 લોકો માટે આ કવર ઓછું છે. એલઆઈસી પોલિસી છે. તેજસભાઈનો ટર્મપ્લાન રૂપિયા 50 લાખનો છે. બિન્નીબેનની રૂપિયા 30 લાખની પોલિસી છે. બન્નેની ઉંમર નાની છે. બન્ને કમાનાર છે. રૂપિયા 1.5 કરોડની પોલિસી જોઈએ.


બન્નેએ ટર્મપ્લાન લેવો જોઈએ. એફડી ને ઈમરજન્સી ફંડ તરીકે રાખી છે. રૂપિયા 4 થી 4.5 લાખ ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. હોમ લોન અને કાર લોન ચાલે છે. રૂપિયા 39,000 હોમલોનની ઈએમઆઈ છે. કાર લોનની ઈએમઆઈ 14,000 છે. કારલોન હમણાં જ લીધી છે. હોમલોનમાં 4 વર્ષ પૂરા થયા. રૂપિયા 31,000નું રોકાણ એસઆઈપીમાં છે. વિવિધ ફંડમાં નાણાં રોક્યા છે. આ એસઆઈપી 2 વર્ષ જૂની છે. આ એસઆઈપીની રકમ પણ ખર્ચમાં ગણી છે.


સોનામાં રોકાણ છે. ઘરેણા સિવાય રોકાણ છે. એસઆઈપીનું રોકાણ 15 વર્ષ સુધી રાખવું છે. 80% ઈક્વિટી બેઝ્ડ ફંડમાં રોકાણ છે. ઈક્વિટી બેઝ્ડ રોકાણ હોય તો ફાયદો થાય. વિદેશ પ્રવાસ કરવો છે. 2 વર્ષ બાદ વિદેશ પ્રવાસ કરવો છે. તમારા ધ્યેયનો યોગ્ય સમય નક્કી હોવો જોઈએ. 2 વર્ષ પછી સિંગાપોર-મલેશિયા ફરવું છે. 5 વર્ષ બાદ અન્ય કાર લેવી છે. નિવૃત્તી માટે આયોજન કરવું છે. રૂપિયા 15 લાખ વાર્ષિક આવક જોઈએ છે. બાળકોનું શ્રેષ્ઠ ભણતર હોવું જોઈએ.


બાળકો માટે કોઈ પોલિસીમાં રોકાણ નથી. હાલ બાળકો માટે આયોજન કરવું જોઈએ. ધ્યેય અને સપના અલગ છે. પ્રાથમિકતા સેટ કરી ધ્યેયનું આયોજન કરવું. બચત વધારવી જોઈએ. બચત વધારશો તો ધ્યેયને પહોંચી શકાશે. હેલ્થ ઈન્શ્યોરન્સ વધારવું. 2 લોકો કમાનાર છે માટે આ કવર ઓછું છે. બન્નેની રૂપિયા 3 લાખની પોલિસી હોવી જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ વધારવું જોઈએ. આરડી અન્ય એક શરુ કરવી. જે રકમ આરડી માંથી મળે તેને ઈમરજન્સી ફંડમાં ફેરવવું.


પીએફ નિવૃત્તી માટે કામ કરશે. નિવૃત્તી માટે ઘણો સમય છે. વિદેશ પ્રવાસ હાલ ન કરવો. રૂપિયા 10 લાખ ખુબ મોટી રકમ છે. વિદેશ પ્રવાસ માટે ફરી બજેટ બનાવો. રૂપિયા 60-70 હજારની બચત કરવી. તમારા બાળકો માટે અલગથી આયોજન કરવું. પહેલા એક રકમ એકઠી કરવા લાગો. પહેલા ભવિશ્ય સિક્યોર કરી લેવું.