બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 22, 2018 પર 15:27  |  સ્ત્રોત : CNBC-Bajar

મહેસાણાના કમલેશભાઈ. સરકારી શાળામાં ભણાવે છે. પરિવારમાં 5 લોકો છે. માતા ગામડામાં રહે છે.  ડિપેન્ડેન્ટ 4 લોકો છે. ₹43,000 માસિક આવક છે. હોમલોન ચાલે છે. કુલ લોન ₹18 લાખની છે. લોનની ઈએમઆઈ ₹18,000 આવે છે. રૂપિયા 12,000 આસપાસ માસિક નિશ્ચિત ખર્ચ છે. એસઆઈપીમાં માસિક 2000નું રોકાણ. જીપીએફમાં ₹5000 કપાય છે. ₹4 લાખનો લાઈફ ઈન્શ્યોરન્સ.

હેલ્થ ઈન્શ્યોરન્સ ₹2 લાખનો છે. સરકાર તરફથી મેડિકલ એલાઉન્સ મળે છે. મેડિકલ બિલ્સ રિએમબર્સ થાય છે. ઈમરજન્સી ફંડ નથી. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. ઈન્શ્યોરન્સ સુરક્ષા પુરી પાડે છે. માસિક કોઈ રકમ નથી બચતી. ટીચર્સ મંડળીથી લોન લીધી છે. ₹3 લાખની લોન લીધી હતી. વાર્ષિક 10% વ્યાજ કપાય છે. હાલ કોઈ જ બચત નથી. એફડી નથી. અન્ય કોઈ રોકાણ નથી. હાલના ઘર માટે લોન લીધી છે.

લાઈફ ઈન્શ્યોરન્સ ₹4 લાખ ઓછો કહેવાય. અન્ય કોઈ વિમો નથી. પરિવારમાં 5 લોકો ડિપેન્ડેન્ટ છે. 2020માં એલઆઈસી પોલિસી પાકી જશે. ₹50 લાખનો ટર્મપ્લાન લીધો છે. હાલ ટર્મપ્લાનમાં નાણાં ભરવાના બાકી છે. ₹18,000 ટર્મપ્લાન પ્રિમીયમ આવે છે. નિવૃત્તી સમયે ₹1 કરોડ જેટલી રકમ જોઈએ છે. બન્ને બાળકોના ભણતર માટે ₹50 લાખ જોઈએ છે. બિમારીમાં સરકાર તરફથી સારી મદદ મળે છે.

ઈમરજન્સી ફંડ જરૂરી. ₹2 લાખ ઈમરજન્સી ફંડ વપરાયુ છે. પિતાની બિમારીમાં ઈમરજન્સી ફંડ વપરાયુ હતું. ફરીથી ₹2 લાખ એકઠા કરવા પડશે. આકસ્મિક સંજોગોમાં આ નાણાં ઉપયોગમાં આવે. મંડળીની લોનમાં ₹2.5 લાખ બાકી છે. લાઈફ ઈન્શ્યોરન્સ પાકશે તેમાંથી ભરવામાં આવશે. માતાનું પણ કવર છે. ₹1 કરોડનો ધ્યેય ₹10,000 નિશ્ચિત રોકાણથી મળે.

નિવૃત્તી પહેલા ભણતરનો ધ્યેય આવશે. ભણતર માટે એક ચોક્કસ રકમ એકઠી થશે. બચત કરવી ખુબ જરૂરી છે. કોઈ મંડળી પાસેથી લોન ન લેવી. ઈમરજન્સી ફંડમાં રકમ વધારો. વ્યાજ વધે તેવી રકમ ન લેવી. સૌપ્રથમ બચત વધારો. ઈમરજન્સી ફંડ બનાવો. ઈમરજન્સી ફંડ બન્યા બાદ રોકાણ કરો. હાલ મહત્તમ રકમ લોનની ચૂકવણીમાં જાય છે. ₹6000ને એસઆઈપીમાં રોકવા છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર વધારવું.