બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: હાર્દિકભાઈ માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 17, 2018 પર 16:15  |  સ્ત્રોત : CNBC-Bajar

વલસાડના હાર્દિકભાઈ રાવલ છે. હાર્દિકભાઈ માટે નાણાંકિય આયોજન છે. પરિવારમાં 6 લોકો છે. હાર્દિકભાઈ પર 5 લોકો નિર્ભર છે. રૂપિયા 30 થી 35 હજાર આવક છે.    રૂપિયા 25 હજાર આસપાસ ખર્ચ થાય છે. માસિક બચત રૂપિયા 5000 જેટલી થાય છે. 2 એસઆઈપી ચાલે છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 25,000 આસપાસ છે.

સેવિંગ એકાઉન્ટમાં ઈમરજન્સી ફંડ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ હાર્દિકભાઈનું છે. રૂપિયા 25 લાખનો ટર્મપ્લાન છે. રૂપિયા 2 લાખનું પોસ્ટલ કવર છે. રૂપિયા 4 લાખની કાર લોન છે. કારલોનને 1 વર્ષ થયું નથી. રૂપિયા 6500 કારલોનની ઈએમઆઈ છે. એમએફમાં રૂપિયા 80,000 રોકેલા છે. 1 વર્ષથી MFમાં રોકાણ છે. PPF નથી. રૂપિયા 25,000 એફડીમાં છે. શૅરબજારમાં રૂપિયા 70,000 આસપાસનું રોકાણ છે.

10 વર્ષમાં પોતાનું ઘર લેવું છે. નિવૃત્તી માટે રૂપિયા 2 કરોડ જેટલી રકમ એકઠી કરવી છે. હાલ 5 વર્ષ કોઈ જરૂરીયાત નથી. ભુતાન અને પેરિસ ફરવા જવું છે. રૂપિયા 50,000 આસપાસ ભુતાન માટે જોઈએ છે. ઈમરજન્સી ફંડ વધારવું જોઈએ. રૂપિયા 1.5 લાખ જેટલુ ઈમરજન્સી ફંડ જરૂરી. હેલ્થ ઈન્શ્યોરન્સમાં ભાઈને જોડવા જોઈએ. બચત વધારવી જોઈએ.

પરિવારના સદસ્યો સંપૂર્ણ નિર્ભર નથી. રૂપિયા 5000ની બચત 1 વ્યક્તિ માટે પુરતુ છે. બચત વધારો તો રોકાણ વધી શકે. રૂપિયા 2000ની બચત થાય છે. નિવૃત્તી માટે 30 વર્ષ છે. આજથી રૂપિયા 10,000ની એસઆઈપી કરવી પડે. ભુતાન ફરવા માટે આરડી કરી શકો છો. નવું ઘર ખરીદો ત્યારે હાલની પ્રોપર્ટી વેંચી શકાય. માતાનો પ્લોટ વેંચી નવું ઘર લેવું છે.

રૂપિયા 10,000 જેટલી ઈએમઆઈ આવી શકે. 30% જેટલી આવક વધે છે. લોનની ઈએમઆઈ આવકના 30% જેટલી જ હોવી જોઈએ. સ્ટોક માર્કેટમાં સુરક્ષિત રોકાણ કરી પછી રોકાણ કરવું. એસઆઈપી સુરક્ષિત રોકાણ છે. બધી રકમ સ્ટોક માર્કેટમાં રોકો તો રિસ્ક વધે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સુરક્ષિત રહે.

રોકાણ લાંબાગાળા માટે રાખવું. ઘર લેવામાં થોડું ધ્યાન રાખવું. લાઈફ કવર હાલ માટે યોગ્ય છે. ભવિશ્યમાં લાઈફ કવર વધારવું જોઈએ. લગ્ન થાય ત્યારબાદ લાઈફ કવર વધારવું. હાલની પોલિસી યોગ્ય છે. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. હાલ યુલિપમાં રોકાણની જરૂરત નથી.