બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: શિવાંગ ત્રિવેદી માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 03, 2018 પર 14:44  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના શિવાંગ ત્રિવેદી. શિવાંગ ત્રિવેદી માટે નાણાંકિય આયોજન. માતા ડિપેન્ડેન્ટ છે. પિતાની આવક રૂપિયા 30,000 છે. શિવાંગની આવક રૂપિયા 24,000 છે. શિવાંગ અમદાવાદમાં રહે છે. રૂપિયા 10 થી 12 હજાર શિવાંગનો ખર્ચ છે. માતા-પિતા રાજકોટ રહે છે. અમદાવાદનું ઘર રેન્ટ પર છે. રૂપિયા 4500 જેટલું રેન્ટ અને અન્ય ખર્ચ છે. પિતાને નાણાં મોકલવાની જરૂરત નથી. પિતા ક્યારેક નાણાં મોકલે છે. શિવાંગની બચત રૂપિયા 12,000 છે.


છેલ્લા 4 મહિનાથી રૂપિયા 12,000 બચાવે છે. હાલ દરેક નાણાં સેવિંગ એકાઉન્ટમાં છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. રૂપિયા 2.5 લાખનો મેડિક્લેમ છે. રૂપિયા 2.5 લાખનું એક્સિડેન્ટલ કવર છે. લાઈફ ઈન્શ્યોરન્સની હાલ જરૂરત નથી. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 55,000 આસપાસ છે. રૂપિયા 55,000 સેવિંગ એકાઉન્ટમાં છે. કોઈ FD કે PPF નથી. શિવાંગએ કોઈ રોકાણ નથી કર્યા. પિતા કોઈ ફંડમાં રોકાણ નથી કરતા.

શિવાંગના ધ્યેય. આવનારા 15 વર્ષમાં સારા નાણાં એકઠા કરવા છે. દર મહિને એક ચોક્કસ રકમ મળે તેવો વિચાર છે. વિદેશ પ્રવાસ કરવો છે. વિદેશ પ્રવાસ માટે કોઈ પ્લાન વિચાર્યો નથી. દરેક ધ્યેય માટે સમય નક્કી કરવો જોઈએ. લગ્ન માટે હું જાતે નાણાં એકઠા કરવા માંગુ છું. ઘર લેવાનો ધ્યેય છે. હાલ ઘર લેવાનો વિચાર નથી. કંપનીનું હેલ્થ ઈન્શ્યોરન્સ છે. પોતાનું પણ નાનુ કવર હોવું જોઈએ. પોતાની પોલિસી હોવી જરૂરી.


રૂપિયા 1 લાખનું પોતાનું હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું જોઈએ. ઈમરજન્સી ફંડ રૂપિયા 55,000 યોગ્ય છે. રૂપિયા 12,000ની માસિક બચત સારી કહેવાય. બચતને વધારવી જોઈએ. ઈમરજન્સી ફંડને રૂપિયા 75 હજાર થી રૂપિયા 1 લાખ સુધી લાવવું. નિવૃત્તી માટે અત્યારથી જ આયોજન કરવું. નેશનલ પેન્શન સ્કીમમાં નાણાં રોકવા જોઈએ. રૂપિયા 12,000નું આયોજન કેવી રીતે કરવું? સમય સાથે નાણાંકિય ધ્યેય પણ બદલાશે.


1 લાર્જ કેપ ફંડમાં રૂપિયા 4000નું રોકાણ કરવું. 1 મિડકેપ ફંડમાં રૂપિયા 4000નું રોકાણ કરવું. 1 લિક્વીડ ફંડમાં રૂપિયા 4000નું રોકાણ કરવું. આ એસઆઈપી થકી રૂપિયા 20 લાખ જેટલી રકમ મળી શકે. રૂપિયા 12,000 બાદ જે રકમ બચે તેને પેન્શન સેવિંગમાં રોકવી. લિક્વીડ ફંડની રકમ ધ્યેય માટે ઉપયોગી થઈ શકે. લિક્વીડ ફંડનું ઈન્ટરેસ્ટ સારૂ હોય. ઈક્વિટીને ડિસ્ટર્બ કર્યા વિના રોકાણ આગળ વધારવું. આવકના વધારા સાથે રોકાણ વધારી શકાય. નાની ઉંમરથી રોકાણ કરવાથી ફાયદો થાય.