બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: સોલંકી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 18, 2018 પર 15:31  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના વલ્લભ સોલંકી. રેલ્વે પોલિસમાં કામ કરે છે. પરિવારમાં 4 લોકો છે. માતા-પિતા ગામડામાં રહે છે. માતા-પિતા ડિપેન્ડેન્ટ નથી. પરિવારમાં 3 ડિપેન્ડેટ છે. માસિક આવક ₹24,000 છે. માસિક ખર્ચ ₹15,000 છે. હાલ રેલ્વેના મકાનમાં રહે છે. ₹8000 થી ₹9000 બચત થાય છે. માસિક બચત ઘણી સારી છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ ₹2 લાખનો છે. ઈન્શ્યોરન્સમાં પરિવાર કવર થાય છે. ઈન્શ્યોરન્સ પોતે લીધેલો છે. સરકારી હોસ્પિટલમાં સરકારની પોલિસી ઉપયોગી બને. LICની પોલિસી છે. 2 પોલિસી છે. ₹7 લાખ આસપાસનું કવર છે. ₹60,000 ઈમરજન્સી ફંડ છે. સેવિંગ એકાઉન્ટમાં ઈમરજન્સી ફંડ છે. CPFમાં ₹2000 કપાય છે. FDમાં ₹40,000 છે. નોકરીમાં ટ્રાન્સફર થતી રહે છે.

ભાડે રહે તો પણ સરકાર ભાડું આપે. ₹2500ની 2 SIP છે. મિડકેપમાં અને લાર્જકેપમાં રોકાણ છે. 20 વર્ષમાં ₹30 લાખ એકઠા કરવા છે. ગામડામાં નાનું ઘર લેવું છે. 20 વર્ષ બાદ ઘર લેવું છે. મોંઘવારીને ગણી નિવૃત્તી આયોજન કરવું જોઈએ. નિવૃત્તી આયોજન નોકરીની શરૂઆતથી કરવું. સમય જતાં મોંઘવારી વધી શકે છે. નિવૃત્તી માટે હાલથી જ રકમ એકઠી કરવી.

માસિક ખર્ચ રોજીંદા વપરાશમાં જ જાય છે. બાળકોના ભણતર માટે ₹10 લાખનું આયોજન કરવું છે. 10 વર્ષ બાદ આ રકમની જરૂરત પડી શકે. માસિક ₹2000 LIC પ્રિમીયમમાં જાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ સમયાંતરે વધારવો જોઈએ. સમયજતાં તેમા ટોપઅપ કરવું. બન્ને પોલિસી 4 વર્ષ જૂની છે. સરકાર તરફથી ₹20લાખનું કવર છે. કોઈ અન્ય જીવન વિમો નથી.

₹3000ની SIP કરતા ₹30 લાખ એકઠા થઈ શકે. ₹9000ની બચતમાંથી અન્ય આયોજન કરી શકાય. ₹9000માંથી અન્ય રોકાણ પણ થાય છે. LICની પોલિસી બને તેટલી જલ્દી બંધ કરો. ₹60,000 જેટલી રકમ યોગ્ય રોકાણથી મળે. નિવૃત્તી પહેલા યોગ્ય રકમ એકઠી થવી જોઈએ. દરેક ધ્યેય શક્ય છે. 20 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખવું. બચત થોડી વધારવી જોઈએ.

₹50 લાખનો ટર્મપ્લાન લેવાનો વિચાર છે. ₹30 લાખનો ટર્મપ્લાન ખરીદો તો પણ યોગ્ય છે. LICનું રોકાણ બંધ કરી અન્ય રોકાણ થાય. રોકાણ માટે ઘણો લાંબો સમય છે. યોગ્ય રોકાણથી ઘણો ફાયદો થાય. ધ્યેયના આધારે રોકાણ કરવું. નાણાંની યોગ્ય બચતથી ફાયદો. વધારાનો ખર્ચ ન કરવો. ઉંમરના આધારે પોલિસી લેવી છે.