બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન

આવો જોઈએ ચાંદીરામાની પરિવાર માટે નાણાંકિય આયોજન.
ના રોજ પ્રકાશિત Sat, 23, 2018 પર 14:58  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજેશ ચાંદીરામાની અને સિયા ચાંદીરામાની સાથે ચર્ચા કરીએ. પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરે છે. પરિવારમાં 6 લોકો છે. 5 લોકો ડિપેન્ડેન્ટ છે. કમાનાર એક જ વ્યક્તિ છે. રૂપિયા 45,000 માસિક આવક છે. માસિક ખર્ચ રૂપિયા 36,000 આસપાસ થાય છે. માસિક બચત રૂપિયા 9000 આસપાસ થાય છે. રૂપિયા 5 હજાર સેવિંગમાં રાખીએ છીએ. રૂપિયા 5 હજાર MFમાં રોકાણ કરે છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં સમગ્ર પરિવાર કવર છે. 100% કંપની પ્રોવાઈડ કરે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનું હોવું જોઈએ. હાલ સમય છે તો પોલિસી લઈ શકાય. મોટી ઉંમરે પ્રિમીયમ વધારે આવશે. લાઈફ ઈન્શ્યોરન્સમાં રૂપિયા 40 લાખનું કવર છે. રૂપિયા 28,000 પ્રિમીયમ આવે છે. LICની વિવિધ પોલિસી છે. આવક વધતા પોલિસી વધારી.

ટ્રેડિશન પોલિસીમાં રોકાણ છે. ઈમરજન્સી ફંડ બૅન્કમાં છે. રૂપિયા 15,000 જેટલું ઈમરજન્સી ફંડ છે. પીએફમાં રૂપિયા 5000 કપાય છે. રૂપિયા 5000નું માસિક લમસમ રોકાણ છે. એમએફમાં લમસમ રોકાણ છે. એસઆઈપી નથી કરતા. નિવૃત્તી સમયે રૂપિયા 50 લાખ જોઈએ છે. બન્ને બાળકો માટે રૂપિયા 25-25 લાખ રકમ જોઈએ છે.

પરિવારમાં દરેક ઉંમરના ડિપેન્ડેન્ટ છે. હોમલોન લીધી છે. રૂપિયા 10 લાખની લોન છે. રૂપિયા 94000 ઈએમઆઈ છે. હોમલોન ઈએમઆઈ કપાયને સેલેરી આવે છે. દરેક રોકાણ પહેલા ઈમરજન્સી ફંડ જરૂરી. ઈમરજન્સી ફંડનું મહત્વ છે. રૂપિયા 1.5 લાખનું ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. થોડી અન્ય આવક આવી શકે તો સારૂ રહે. ઘરે બેસીને કંઈ કામ કરી શકો છો. ખર્ચ પણ થોડો કંટ્રોલ કરો. બેન ઘરે રહી ટ્યૂશન કરે છે. બહેનોએ મળીને કંઈ કામ કરવું જોઈએ.    

એક્સ્ટ્રા આવક આવશે તો ફાયદો થઈ શકે. થોડી મદદ મળે તો ખર્ચમાં રાહત મળે. થોડી આવક આવતા ફાયદો થાય. ઘર ખર્ચની બચત થાય છે. તે બચત ઘરમાં જ વપરાય છે. ખર્ચ પર કંટ્રોલ કરવો. સારી બચત તમને ધ્યેય મેળવવા મદદ કરે. ઈમરજન્સી ફંડ એકઠું કરવું ખુબ જરૂરી. ઈમરજન્સી ફંડ ગોઠવવું પ્રથમ ધ્યેય. ઈમરજન્સી ફંડથી ઘણો ફાયદો થાય. નાણાંકિય આયોજનમાં રિસ્ક ન લેવું. રૂપિયા 1.5 લાખ ઈમરજન્સી ફંડ જરૂરી.

ટર્મપ્લાન ખુબ જરૂરી છે. રૂપિયા 40 લાખ 5 લોકો માટે ઓછા છે. મોંઘવારીને ગણીને રોકાણ કરવું. ટર્મપ્લાન મોટુ હોવું ખુબ જરૂરી. મોટા પરિવાર માટે હેલ્થ કવર અનિવાર્ય. આરડીથી રોકાણ કરવાની શરૂઆત કરવી. હાલ એમએફમાં રોકાણ ન કરવું. રૂપિયા 10,000 માસિક બચત જરૂરી. રૂપિયા 8,000 સુધીની રકમ બચી શકે. ઘરખર્ચમાં મહત્તમ રકમ જાય છે. સિયાબેનએ ખર્ચ ઘટાડવા મદદ કરવી.

લોન છે તો મોટુ રિસ્ક ન લઈ શકાય. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. ઈમરજન્સી ફંડ વિના રોકાણ ન કરવું. ઈમરજન્સી ફંડ વિના રોકાણ કરતા સમસ્યા સર્જાય. રોકાણ સાથે કોઈ ઈમરજન્સી આવે તો રકમ ત્યાં જાય. રોકાણ એક વર્ષ બાદ કરી શકો. એક વર્ષમાં ઈમરજન્સી ફંડ બનાવો. દરેક રકમ લોનમાં ન ભરવી.

આકસ્મિક સંજોગોમાં ઈમરજન્સી ફંડ ઉપયોગી. આવક વધશે તો ખર્ચ પણ વધશે. બિનજરૂરી ખર્ચ બંધ કરવા. કમાનાર વ્યક્તિને કંઈ થાય તો સુરક્ષા ખોરવાય. ઈમરજન્સી તોલી ન શકાય. રિસ્કને વિચારી કામ કરવું જોઈએ. 1 વર્ષ સુધી રોકાણ ન કરવું. પહેલા ઈમરજન્સી ફંડ એકઠું કરવું. 1 વર્ષ બાદ યોગ્ય આયોજન બની શકે.