બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: દલવાડી પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 02, 2018 પર 14:42  |  સ્ત્રોત : CNBC-Bajar

માતા-પિતાને પેન્શન આવે છે. પરિવારમાં 3 લોકો છે. પત્ની ગૃહિણી છે. દિકરો ભણે છે. 2 ડિપેન્ડેન્ટ છે. રૂપિયા 21000 માસિક આવક છે. રૂપિયા 11600 માસિક ખર્ચ છે. રૂપિયા 9400 માસિક બચત થાય છે. રૂપિયા 4000ની આરડી ચાલુ કરી છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો હતો. નેશનલ ઈન્શ્યોરન્સ છે. નવો હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો છે. પરિવારના દરેક લોકો કવર થઈ શકે. ફેમિલી ફ્લોટર લેવો જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સમાં સમસ્યા છે.


ઈન્શ્યોરન્સની માહિતી ઓનલાઈન પણ જોઈ શકાય. યોગ્ય રિસર્ચ કરી ઈન્શ્યોરન્સ લેવું. મેડિક્લેમ લીધો છે. રૂપિયા 2 લાખનો ઈન્શ્યોરન્સ છે. એક અલગ ઈન્શ્યોરન્સ પણ લેવો. રૂપિયા 30 લાખ જેટલો ટર્મપ્લાન લેવો જોઈએ. વાર્ષિક પ્રિમીયમ રૂપિયા 15 હજાર આસપાસ આવી શકે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 40,000 સેવિંગમાં છે. રૂપિયા 60,000 ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. પીએફ કંપની તરફથી છે. પીપીએફ છેલ્લા 3 વર્ષથી છે.


નિવૃત્તી માટે પીપીએફનું રોકાણ કર્યું છે. 2 એસઆઈપીમાં રોકાણ છે. એક એસઆઈપીમાં રૂપિયા 2000 માસિક રોકાણ છે. રૂપિયા 2000 માસિક રોકાણ મિડકેપમાં છે. રૂપિયા 2500ની મિડકેપમાં એસઆઈપી રોકાણ છે. બિરલા સનલાઈફમાં રોકાણ છે. એચડીએફસી ઓપોર્ચ્યુનિટી ફંડમાં રોકાણ છે. ડીએસપી બ્લેકરોકમાં રોકાણ છે. કોઈ ડાઈરેક્ટ રોકાણ નથી. રૂપિયા 1400 માસિક રોકાણની આરડી ચાલે છે. બાળકના ભણતર માટે રકમ જોઈએ છે.


5 વર્ષમાં રૂપિયા 5 લાખ એકઠા કરવા છે. નિવૃત્તીનું આયોજન કરવું છે. રૂપિયા 10-15 હજાર નિવૃત્તી બાદ માસિક મળી શકે. વડોદરામાં ઘર લેવું છે. રૂપિયા 15 થી 20 લાખ જેટલી રકમ જોઈએ. રૂપિયા 2 લાખ જેટલું ડાઉન પેમેન્ટ કરી શકાય. લોન લેતા સમયે વર્ષ ગણવા જરૂરી છે. લોન લીધા બાદ ભરપાઈ કરવાના વર્ષ હોવા જોઈએ. લોન લેતા સમયે રિસ્ક જોવું.

બચત ઘણી સારી છે. બચત માટે નાની રકમ પણ ઉપયોગી બની શકે. તમારી બચત આવકના 40% છે. યોગ્ય બચતથી યોગ્ય રોકાણ થાય. બચત જેટલી સારી રોકાણ તેટલું શ્રેષ્ઠ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. ફેમિલી ફ્લોટર કવર હોવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ રૂપિયા 35 લાખ જેટલો લેવો. સમયાંતરે ટર્મપ્લાન વધારી શકાય. ઈમરજન્સી ફંડ રૂપિયા 60,000 કરવું. ઈમરજન્સી ફંડને આર્બિટ્રાજ ફંડમાં રાખવું.


લિક્વીડ ફંડમાં પણ ઈમરજન્સી ફંડ રાખી શકાય. ઈપીએફ અને પીપીએફનું કામ સમાન છે. પીએફ કપાતો હોય તો પીપીએફમાં રોકાણ ન કરવું. એસઆઈપી યોગ્ય છે. ફંડ સાથે ધ્યેય જોડવા. મિડકેપ ફંડમાં લાંબો ગાળો જોઈશે. બાળક માટે એસઆઈપી રોકાણ ઉપયોગી બનશે. હાલની એસઆઈપી ભણતરનો ધ્યેય મેળવી શકશે.


લાર્જકેપ કે બેલેન્સ્ડ ફંડ ઉપયોગી બને છે. 22 વર્ષ માટે એસઆઈપી કરો. આ એસઆઈપી પેન્શન અપાવશે. રૂપિયા 1 કરોડ રકમ માટે રૂપિયા 7000 આસપાસની એસઆઈપી કરવી. ઘર લેશો તો નિવૃત્તીનો ધ્યેય નહિં પહોંચી શકાય. આરડી ઘટાડી એસઆઈપી કરવી. દર વર્ષે એસઆઈપી રિવ્યુ કરવી.