બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: કિર્તન પંડ્યા માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 02, 2019 પર 15:52  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના કિર્તન પંડ્યા. પહેલી આવકથી બચત કર્યુ. પહેલાથી રોકાણ કર્યુ છે. પરિવારમાં દરેક રોકાણનું મહત્વ જાણે છે. બધાએ શરૂઆતથી રોકાણ કરવા કહ્યું. 6 વર્ષથી રોકાણ કરે છે. 23 વર્ષે રોકાણ કરવાની શરૂઆત કરી. પરિવારમાં 5 લોકો છે. કિર્તન પર કોઈ ડિપેન્ડેન્ટ નથી. માસિક રૂપિયા 55,000 આવક છે. રૂપિયા 13,000 માસિક ખર્ચ છે. રૂપિયા 20,000ની હોમલોન ઈએમઆઈ ચાલે છે. રૂપિયા 15 લાખની હોમલોન છે.

નવુ ઘર હાલ બની રહ્યું છે. તે ઘરમાં રિનોવેશનની જરૂરત છે. હાલ આ ઘર લાયેબલિટી છે. અન્ય કોઈ ખર્ચ નથી. રૂપિયા 33,000 માસિક ખર્ચ બને. રૂપિયા 22,000 માસિક બચત થાય છે. રૂપિયા 1 લાખ ઈમરજન્સી ફંડ છે. કોટક બૅન્કના સેવિંગ એકાઉન્ટમાં છે. રૂપિયા 1 કરોડનું લાઈફ ઈન્શ્યોરન્સ છે. હાલ તમને લાઈફ ઈન્શ્યોરન્સની જરૂરત નથી. ડિપેન્ડેન્ટ નથી માટે ઈન્શ્યોરન્સ જરૂરી નથી. નાની ઉંમરે ઈન્શ્યોરન્સ લેવું ફાયદાકારક છે.

કિર્તન પાસે કોઈ ટ્રેડિશનલ પોલિસી નથી. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. રૂપિયા 15 લાખનું હેલ્થ કવર. પોતાનું રૂપિયા 2 લાખનું કવર છે. દરેક રોકાણમાં રૂપિયા 3.50 લાખ જેટલી રકમ છે. પીપીએફમાં દર વર્ષે રોકાણ કરે છે. માસિક રૂપિયા 22,000ની એસઆઈપી છે. દરેક એસઆઈપી ઈક્વિટી ફંડ છે. રોકાણ પહેલા રોકાણ સમજ્યું. ગણતરી કરી રોકાણ કર્યું. નિવૃત્તી સમયે રૂપિયા 1.50 કરોડ એકઠા કરવા છે. 50 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું છે.

બુક લખવાનો ધ્યેય છે. બુક માટે રકમ એકઠી કરવી છે. રૂપિયા 2 લાખ જેટલી રકમ બુક માટે એકઠી કરવી છે. તમારૂ રોકાણ સારૂ છે. તમે તમારા રોકાણમાં પણ વધી રહ્યા છો. રૂપિયા 22,000ની એસઆઈપી થકી ધ્યેય પૂર્ણ થશે.    વહેલા નિવૃત્ત થવા માટે મોંઘવારી ગણવી જરૂરી. 5 વર્ષ બાદ પણ રોકાણની સ્થિતી બદલાશે. દરેક રોકાણમાં મોંઘવારી ગણી ચાલવું.

હાલ તમે સંપૂર્ણ રોકાણ કરી શકો છો. હાલ તમારે રોકાણ પર ધ્યાન આપવું. મહત્તમ રીસ્ક લઈ શકો છો. તમારા પર જવાબદારી નથી તેનો ફાયદો લો. આવનારા 5 વર્ષમાં મહત્તમ રોકાણ કરો. તમારા સ્વપ્ન માટે સમયની બાઉન્ડ્રી ન રાખો. તમે ઈચ્છો તેટલો સમય લઈ શકો છો.