બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગેટ રિચ વિથ આશ્કા: મારવાણિયા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 30, 2019 પર 14:27  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના રિકેનભાઈ. પરિવારમાં 3 લોકો છે. 2 લોકો ડિપેન્ડેન્ટ છે. ₹43,000 માસિક આવક છે. સેલેરી પણ છે અને બિઝનેસ પણ છે. ક્યારેક બિઝનેસની આવક વધી જાય છે. કંપનીને ટ્રેડમાર્ક આપવાનો બિઝનેસ કરીએ છીએ. માસિક ખર્ચ ₹12,000 આસપાસ. હોમલોનની ઈએમઆઈ ₹16,000 આસપાસ છે. 20 વર્ષની લોન છે. ₹16 લાખ લોનની ટોટલ રકમ છે. ₹28,000 માસિક નિશ્ચિત ખર્ચ છે. માસિક બચતમાં રોકાણ ન આવે. રોકાણને માસિક સરવૈયામાં અલગ ગણવું.

રોકાણની રકમ તમને પરત મળશે. ₹15,000 આસપાસ માસિક બચત થાય છે. ₹50,000 આસપાસ ઈમરજન્સી ફંડ છે. ₹90,000 એફડીમાં રાખ્યા છે. 2 પ્રકારે નાણાં રાખ્યા છે. તમે દરેક રકમને શોર્ટ ટર્મ લિક્વીડ ફંડમાં રાખ્યા છે. 1 ટર્મપ્લાન છે. ₹4500 વાર્ષિક પ્રિમીયમ આવે છે. ₹1 કરોડ ટર્મપ્લાન હોવો જોઈએ. અન્ય એક સેવિંગ પ્લાન પણ છે. ₹8 લાખનું કવર મળે છે તેના થકી. તમે જ્યારે કોઈ પોલિસી ખરીદો ત્યારે તમારો લાભ જોવો.

તમે ડેટ અને ઈક્વીટી વચ્ચે ગણતરી કરી ચાલવી. પોલિસી લેતા પહેલા ચકાસવું. કંપની હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે. પર્સનલ કોઈ કવર નથી. પોતાનું કવર પણ જરૂરી છે. મ્યુચ્યુઅલફંડમાં રોકાણ છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં પણ રોકાણ છે. ₹6000 માસિક MFમાં રોકાણ છે. લોંગટર્મ માટે રોકાણ કર્યુ છે. 20 વર્ષનો સમયગાળો તેમા રાખ્યો છે. ડાઈરેક્ટ ઈક્વિટીમાં ₹1 લાખ જેટલું રોકાણ. કોઈ ડેટ રોકાણ નથી.    દિકરાના ભણતર માટે આયોજન કરવું છે.

નિવૃત્તી સમયે ₹25 લાખ રકમ જોઈએ છે. એક કાર લેવી છે. પહેલા હોમલોન પૂર્ણ કરવી છે. કોઈ ડેટ રોકાણ નથી. થોડું ડેટ રોકાણ કરવું જોઈએ. મોંઘવારી દરને ગણીને ચાલવું. 20 વર્ષ બાદ ₹25 લાખ રકમ ઓછી રહે. બાળકના ભણતર માટે 15 વર્ષનો સમય જોઈએ. 15 વર્ષ પછી ₹30 લાખ આસપાસ રકમ જોઈએ છે.

₹15,000નું યોગ્ય રોકાણ કરવું. જે નાણાં બચે છે તેને હોમલોનમાં ભરૂ છું. તમે 3 સ્કીમ રાખી શકો છો. વધારે સ્કીમની જરૂરત નથી. વધારે સ્કીમ પોર્ટફોલિયોનું એવરેજ ઘટાડશે. 12% ના વળતરે તમને સારી રકમ મળી શકે. કાર લેશો તો કાર લોન લેવી પડે. કાર પર લોન નથી લેવી. હેલ્થ ઈન્શ્યોરન્સ પોતાનો લેવો.