બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન

આવો જોઈએ જીનલ પટેલ અને પટેલ પરિવાર માટે નાણાંકિય આયોજન.
ના રોજ પ્રકાશિત Sat, 16, 2018 પર 12:12  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના જીનલ પટેલ. પરિવારમાં 4 લોકો છે. 3 લોકો કમાનાર છે. ડિપેન્ડેન્ટ કોઈ નથી. માસિક આવક રૂપિયા 50,000 છે. માસિક ખર્ચ રૂપિયા 20,000 છે. રૂપિયા 30,000 માસિક બચત છે. બચતને એફડીમાં મુકે છે. પોસ્ટમાં 5 વર્ષ માટે રોકાણ કરે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. હેલ્થ ઈન્શ્યોરન્સમાં પત્ની પણ કવર થાય છે.

લાઈફ ઈન્શ્યોરન્સ છે. 2 પ્રિમીયમ આવે છે. રૂપિયા 62,000 પ્રિમીયમની રકમ છે. રૂપિયા 30,000 ઈમરજન્સી ફંડ છે. PPFમાં રોકાણ નથી. માસિક રૂપિયા 2000 PF કપાય છે. રૂપિયા 5 લાખની FD છે. NSCમાં રૂપિયા 2 લાખ છે. બજારમાં રૂપિયા 62,000 રોકાણ છે.

રૂપિયા 10 લાખ પોતાની બચત કરવી છે. પોતાનું ઘર ખરીદવું છે. બાળક માટે ફંડ એકઠું કરવું છે. પત્ની સેક્રેટરી તરીકે કામ કરે છે.    પત્નીની આવક રૂપિયા 12,000 છે. પિતા માટે એક શોપ ખરીદી છે. પત્નીની આવક શોપની EMIમાં જાય છે.

કોઈ ડિપેન્ડેન્ટ નથી. લાઈફ ઈન્શ્યોરન્સમાં નાણાં ખોટા જાય છે. ટર્મપ્લાન લેવો જોઈએ. ટ્રેડિશનલ પોલિસીમાં મોટી રકમ જાય છે. રૂપિયા 62,000 ટ્રેડિશનલ પોલિસીમાં રોકાણ છે. પોલિસીમાં આટલી મોટી રકમ વ્યર્થ છે. 1 વર્ષ બાદ આ પોલિસી પૂર્ણ થશે. હવે કોઈ ટ્રેડિશનલ પોલિસી ન લેવી. એક વર્ષ બાદ ટર્મપ્લાન લેવું. પોતાની હેલ્થ પોલિસી અનિવાર્ય. રૂપિયા 2 લાખનું કવર ઓછું પડે. ઈમરજન્સી ફંડ વઘારવું જોઈએ.

રૂપિયા 30,000 ઈમરજન્સી ફંડમાં ઓછા. રૂપિયા 2.5 લાખ ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. રૂપિયા 75,000 ઈમરજન્સી ફંડ હોવું જોઈએ. રૂપિયા 5 લાખની FD ખોટી છે. FDથી રકમ અન્ય સ્થાને રોકવી. ઈક્વિટી રોકાણ કરી શકાય. ધ્યેય માટે ચોક્કસ સમય જરૂરી. ધ્યેય થકી રોકાણ કરી શકાય. ધ્યેયના આધારે કરેલું રોકાણ ઉપયોગી બને. ધ્યેયના રોકાણ પહેલા પુરતી માહિતી લેવી. રોકાણ પહેલા પરિસ્થિતી ચકાસવી. પર્સનલ સેવિંગ માટે 5 લાખ FDનો વિચાર.

ઘરનું ડાઉન પેમેન્ટ સેવિંગથી આપવાનો વિચાર. હાલ ઘર લેતા EMI આવી શકે. ભવિષ્ય માટે ઘર લેવું છે. હાલ ઘર રોકાણ તરીકે લેવામાં આવશે. ઘરનું પઝેશન 2-5 વર્ષ પછી મળે. ડાઉન પેમેન્ટ સિવાય EMI પણ બંધાય. ઘરને રેન્ટ પર મુકતા રકમ બને. રૂપિયા 5000 રેન્ટ આવી શકે. ઈએમઆઈ રૂપિયા 16000 આવી શકે. આ ઘર રોકાણ ન બને. આ ઘર લાયેબલિટી બને. 1.5 વર્ષમાં ઘર લેવુ છે. ઘર લેશો તો EMI થશે. જ્યાં સુધી ઘરમાં રહેશો નહિં તે લાયેબલિટી છે. હાલ ઘર લેવાનો વિચાર ન કરવો.

લિક્વિડીટી બનાવવા પર વિચાર કરવો. ઘર લેતા લિક્વિડીટી ઘટશે. રિયલ એસ્ટેટમાં રોકાણ ન કરવું. રિયલ એસ્ટેટમાં રોકાણમાં EMI આવે છે. બૅન્કને ભરેલું વ્યાજ રોકાણ વળતર લઈ લે છે. યુવાઓએ આ રોકાણને સમજવું જોઈએ. રિયલ એસ્ટેટને લાયેબલિટી ન બનાવો. યોગ્ય રકમની રોકાણથી ફાયદો થશે. ઈક્વિટી રોકાણમાં વધારે ફાયદો.

મોટુ ડાઉન પેમેન્ટ બને ત્યારે ઘર લેવું. 30% સુધીની લોન લઈ શકાય. હાલ ઘરનો ધ્યેય ભુલી જવો. લોન પૂર્ણ ન ભરાતા ઘર જતુ રહેશે. સૌપ્રથમ નિવૃત્તીનું આયોજન કરવું. બીજો ધ્યેય આવનારા વર્ષોમાં રકમ એકઠી કરવી બનવો. બાળક આવે ત્યારબાદ આયોજન કરવું. હાલ મોટી રકમ એકઠી કરો. બાળક આવતા સમયે તેના ખર્ચનું આયોજન કરો. ઈમરજન્સી ફંડ વધારવા પર કામ કરવું. મોટા રોકાણ માટે ઈક્વિટી રોકાણ કરવું.

રૂપિયા 10,000 આવતા 30 વર્ષ સુધી રોકવા. આ રોકાણ 30 વર્ષ બાદ 3.5 કરોડ બની શકે. એસઆઈપી થકી સારી રકમ બની શકે. ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવો. લાર્જકેપ અને મિડકેપમાં રોકાણ કરો. એક સ્મોલકેપમાં રોકાણ કરવું. ફંડને ધ્યેય આધારે ગોઠવો. ઈએમઆઈ રોકાણની તક ન ગુમાવડાવે તે જોવું. ઈક્વિટીમાં રોકાણ કરો. SIP થકી રોકાણ કરવું. ધ્યેય સરળતાથી મળી શકશે. સમયજતાં રોકાણ વધારી શકાય.