બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: રાઠોડ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 15:59  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો રાઠોડ પરિવાર છે. પરિવારમાં બન્ને કમાનાર વ્યક્તિ છે. રશ્મિકાંતભાઈ સર્વિસ કરે છે. ચંદનબેન એચઆર તરીકે કામ કરે છે. 10 વર્ષની દિકરી છે. ડિપેન્ડેટમાં એક દિકરી જ છે. માતા-પિતાનું પેન્શન આવે છે. પરિવારમાં બધા કામ કરે છે. 4 વર્ષથી શો જોવે છે. માસિક આવક 1.2 લાખ છે. માસિક બચત 20,000 છે. માસિક ખર્ચ 1 લાખ છે. 2 હોમલોન ચાલે છે. 2009માં એક ઘર લીધુ હતું. તે ઘર નાનું લાગતા અન્ય એક ઘર ખરીદ્યું.

તે ઘર રેન્ટ પર આપ્યું છે. તે પ્રોપર્ટીની વેલ્યુ 35 લાખ જેટલી છે. 13,000 ઇએમઆઈ ચાલે છે. તે ઘરનું રેન્ટ 8000 આવે છે. તમે વધારે રકમ ભરો છો. તમારા ખર્ચ સામે વળતર ઓછું છે. બચત થશે તો રોકાણ થશે. તમે 63,000 જેટલું રોકાણ કરી શકો છો. ઈમરજન્સી ફંડમાં 1 લાખ છે. 3 લાખ જેટલું ઈમરજન્સી ફંડ બનાવવું છે. હાલ 1 લાખ સેવિંગમાં છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં કંપનીનું કવર છે. 20 લાખનો ટર્મપ્લાન છે.

50 લાખનું ટોટલ કવર છે. ચંદનબેનનું લાઈફ ઈન્શ્યોરન્સ નથી. ચંદનબેનની કમાણી ઘરમાં ઉપયોગી થાય છે. ચંદનબેનનું લાઈફ કવર જરૂરી છે. જો બન્ને ઇએમઆઈ ભરી શકે તો કવર પણ જરૂરી છે. તમારા પત્ની માટે પણ લાઈફ ઈન્શ્યોરન્સ જરૂરી છે. કોઈ ટ્રેડિશનલ પોલિસી નથી. ટોટલ 1 કરોડનું કવર હોવું જોઈએ. રજનીકાંતભાઈનું કવર 80 લાખ જરૂરી છે. 7 લાખનું હેલ્થ કવર છે. 5 MFમાં રોકાણ છે. ટોટલ 10,000નું રોકાણ થાય છે.

કોઈ ડેટ રોકાણ નથી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 1000નું રોકાણ છે. ડેટફંડ તમને નિવૃત્તીમાં ઉપયોગી છે. એનપીએસમાં 4200નું રોકાણ છે.  ડાઈરેક્ટ ઈક્વિટીમાં રોકાણ નથી. નિવૃત્તી માટે આયોજન કરવું છે. 2 કરોડ જેટલી રકમ જોઈએ છે. PF, NPS બન્ને નિવૃત્તી માટે કામ કરે છે. દિકરીના ભણતર માટે આયોજન કરવું છે. 15 વર્ષ જેટલો સમય દિકરી માટે છે. ભણતર માટે 6 વર્ષ ગણી શકાય. 15 વર્ષ તેના લગ્ન માટે ગણી શકાય. ભણતર માટે 25 લાખ જેટલી રકમ જરૂરી. લગ્ન માટે 40 લાખ જેટલી રકમ જરૂરી.

કાર લેવાની ઈચ્છા છે. હોમલોન પૂર્ણ કરો પછી કાર ખરીદો. 10,000ની બચત સામે 50,000નું વ્યાજ અયોગ્ય છે. ઈએમઆઈ ભરવા તૈયાર છો, રોકાણ માટે નહિં. જ્યારે નાણાંની જરૂરત પડશે ત્યારે ઘર વેચાશે કે નહિં. તમારા સામે પોર્ટફોલિયો હશે તો વેચી શકાશે. તમારી આવકના 20% તો રોકાણ થવું જ જોઈએ. ઈએમઆઈ લો તેટલું રોકાણ સામે જરૂરી. તે નાણાં બચશે ત્યારે રોકાણ 50,000 બનશે. તમારા નિવૃત્તી માટે 22 વર્ષ છે. વધારે રોકાણથી યોગ્ય વળતર મળે. 40 વર્શ પૂર્ણ કરો તે પહેલા લાઈફ ઈન્શ્યોરન્સ લઈ લો.