બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: શાહ પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 15:13  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદનો શાહ પરિવાર. 4 વર્ષ પહેલા જોડાયા હતા જીજ્ઞેશભાઈ. આયોજન મળતા ઘણો ફાયદો થયો. જે બાકી રહેલુ આયોજન હતું તેના પર કામ કર્યુ. 2015 બાદ ઘણા પરિવર્તન લાવ્યા. નાણાંકિય આયોજન વધારે સારૂ બન્યું. એલઆઈસીની ઘણી પોલિસી હતી. ટર્મપ્લાન વધારવાની સલાહ આપી હતી. ટર્મપ્લાન રૂપિયા 1 કરોડ કર્યો. ડિપેન્ડેન્ટ 4 લોકો છે. ઈમરજન્સી ફંડ ન હતું. ઈમરજન્સી ફંડ એકઠું કર્યુ.

તે ફંડ મને ઘણુ ઉપયોગમાં આવ્યું. 6 એપિસોડથી 206 એપિસોડની સફર. નાણાંના આયોજનની યોગ્ય સમજ મળી. જે આયોજનમાં ખૂટતુ હતું તે પૂર્ણ કર્યું. આયોજનની સમજ યોગ્ય મેળવી. તમે સમજ મેળવી તે પ્રમાણે કામ કર્યું. તમે કરેલુ પરિવર્તન કામ લાગ્યું. કંપની સાથે મારો વિકાસ થઈ રહ્યો છે. પોતાના રીતે આયોજન કરવું વધારે જરૂરી છે. જોબ ગમે તે હોય આયોજન થઈ જ શકે. જે લોકો નાણાંકિય આયોજન કરે છે તે સુરક્ષિત રહે છે.

યોગ્ય આયોજનથી સુરક્ષા મળે. જે પોતાના નાણાંને સમજે છે તે આયોજન કરી શકે. માતા ઘરનો ખર્ચ મેનેજ કરે છે. માસિક ખર્ચને એક રકમ સાથે બાંધી છે. રૂપિયા 65,000 જેટલો ખર્ચ નિશ્ચિત છે. વાર્ષિક ખર્ચ ઘણા નિશ્ચિત છે. બાળકોની ફિ વાર્ષિક ખર્ચમાં છે. હેલ્થ ઈન્શ્યોરન્સ રૂપિયા 7 લાખ સુધીનો છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રિમીયમ રૂપિયા 45,000 જેટલું છે. એચડીએફસીનો ઈન્શ્યોરન્સ લેવાનો વિચાર છે. રૂપિયા 7 લાખથી 10 લાખ હેલ્થ ઈન્શ્યોરન્સ કરવું છે.

ઈમરજન્સી ફંડમાં રૂપિયા 4 લાખ જેટલી રકમ છે. આર્બિટ્રાજ ફંડમાં અન્ય રકમ છે. પીપીએફમાં રોકાણ કરેલું છે. રૂપિયા 1.5 લાખ જેટલું રોકાણ વાર્ષિક થાય છે. ઈએલએસએસ ફંડમાં રોકાણ કર્યું છે. એફડીમાં નાણાં પાર્ક કરી રાખ્યા છે. રૂપિયા 6 લાખ જેટલું ફંડ એફડીમાં છે. કંપની તરફથી કાર આપવામાં આવી છે. 2014માં હોમલોન પૂર્ણ થઈ છે. એક ફ્લેટ છે જેનું રેન્ટ આવે છે. રોકાણને બજાર અને MFમાં 50-50 અથવા 60-40 કરવું હતું.

રિસ્ક રિવર્ટને આવનારા વર્ષોમાં વધારવું છે. 3 વર્ષમાં 3 BHK લેવો છે. હાલના ઘરને વેચશું નહિં. રૂપિયા 1.5 કરોડ જેટલી રકમનો ફ્લેટ લેવો છે. બાળકો માટે આયોજન કરવું છે. બાળકોના ભણતર માટે ફંડ પ્લાન કરવું છે. વહેલા નિવૃત્ત થવું છે. રિયલ એસ્ટેટ સાથે લાગણી ન રાખવી. ફાઈનાન્શિયલ પોર્ટફોલિયો સમજવો જોઈએ. રોકાણને સમજવું જોઈએ. વહેલા નિવૃત્ત થવું નાણાંકિય ધ્યેય બને. 40 વર્ષે લોન લેવામાં વિચારવું. મ્યુચ્યુઅલફંડ અને અન્ય રોકાણ ઘટાડવાનો વિચાર છે. બેલેન્સ રકમ એફડી અને પીપીએફમાંથી ભરવાનો વિચાર.

50 વર્ષ સુધીમાં લોન પૂર્ણ થશે. લોન અને વહેલા નિવૃત્તી બન્ને સાથે અશક્ય. જોબમાંથી નિવૃત્ત થવુ છે. તમે જે રીતે આયોજન હાલ કરો છે તે સારુ છે. રોકાણને અટકાવી લોન ન લેવી જોઈએ. છૂપા ખર્ચને પણ સમજવા જોઈએ. ભવિષ્યમાં આવક વધશે તો ખર્ચ પણ વધશે. તમારા ખર્ચને પણ પહોંચી વળવું જરૂરી. માત્ર મોંઘવારી દર જ સમજો તે જરૂરી નથી. પોતાના ખર્ચ સમજવા ખુબ જરૂરી. હાલ લોન ન લેવી જોઈએ. હાલ સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.