બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કાઃ વોરા પરિવાર માટે આયોજન

ના રોજ પ્રકાશિત Mon, 21, 2017 પર 12:17  |  સ્ત્રોત : CNBC-Bajar

હિંમતનગરનો વોરા પરિવાર. વોરા પરિવાર માટે આયોજન. પ્રકાશભાઈ બૅન્કમાં કામ કરે છે. પ્રકાશભાઈ BOBમાં મેનેજર છે.પરિવારમાં 6 લોકો છે. પિતા નિવૃત્ત છે. નોકરીમાં ટ્રાન્સફર લેવાતી હોય છે. હિંમતનગરમાં પરિવાર સાથે જ રહે છે. દર 2 વર્ષે ટ્રાન્સફર થાય છે. નવા શહેરમાં બૅન્ક ઘર પુરુ પાડે છે. રૂપિયા 51,000 આવક છે. રૂપિયા 48 હજાર ટેક્સ કપાતા હાથમાં આવે છે. પિતાનું નિવૃત્તીનું ફંડ આવે છે. પેન્શન ઘર ખર્ચમાં વપરાય છે. રૂપિયા 16 હજાર આસપાસ ખર્ચ રહે છે. એફડીને વધારે અડતા નથી.


બહાર રહેતા હોય ત્યારે ખર્ચ વધી જાય છે. રૂપિયા 28500 માસિક બચત છે. હેલ્થ ઈન્શ્યોરન્સ બૅન્ક તરફથી છે. ઈન્શ્યોરન્સમાં પત્ની કવર થાય છે. માતા-પિતાનું ઈન્શ્યોરન્સ નથી. સરકાર તરફથી સુવિધા મળે છે. લાઈફ ઈન્શ્યોરન્સ છે. રૂપિયા 10 લાખની પોલિસી છે. માસિક પ્રિમીયમ રૂપિયા 2500 આસપાસ આવે છે. ટર્મપ્લાન લેવાનો વિચાર છે. 4 વર્ષથી ચાલુ છે. ક્રેડિટકાર્ડ છે. નિયમીત પણે કાર્ડનું બિલ ચુકવે છે. કોઈ લોન નથી.


7 SIP છે. રૂપિયા 12,000 આસપાસ SIPમાં રોકાણ. ફંડ લેતા સમયે કોઈ ધ્યેય નહોતા. રૂપિયા 3 લાખ 30 હજાર જેટલું PPFમાં રોકાણ છે. રૂપિયા 80 થી 90 હજાર વાર્ષિક રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડમાં આગળ રોકાણ કરવું છે. ગાંધીનગરમાં ઘર લેવું છે. રૂપિયા 55 લાખ આસપાસનું ઘર લેવું છે. કાર લેવી છે. ઘર થોડા સમયમાં જ લેવું છે. નિવૃત્તીના ફંડનું રોકાણ કરવું છે. રૂપિયા 1 કરોડ જેટલું ફંડ એકઠું કરવું છે. યુરોપ ટુર કરવી છે. 6 વર્ષ બાદ ફરવા જવું છે.

તમારી આવક અને બચત ઘણી સારી છે. હેલ્થ ઈન્શ્યોરન્સનું પોતાનું કવર હોવું જોઈએ. માતા-પિતાનું નવુ ઈન્શ્યોરન્સ નહિં ખરીદો તો ચાલશે. લાઈફ ઈન્શ્યોરન્સ લેવું જોઈએ. લાઈફ ઈન્શ્યોરન્સ રોકાણ નથી. પેન્શનમાં રૂપિયા 9000નું રોકાણ છે. એનપીએસમાં માસિક રોકાણ ચાલુ છે. રૂપિયા 2 થી 2.5 કરોડ એકઠા કરવા છે. રકમની વેલ્યુ ધ્યેય પ્રમાણે ચકાસવી. જીવનશૈલી જળવાયેલી રહે તે પ્રમાણે રોકાણની ઈચ્છા. મોંઘવારીના દરને જોતા રોકાણ કરવું. ઘર લઈ શકાય તેમ છે.


હોમલોન લઈ ઘર લઈ શકાય. પ્રોપર્ટીમાં નાણાં રોકતા પહેલા અન્ય રોકાણ જોવું. ફંડ થોડા વિખેરાયેલા છે. ફંડને યોગ્ય સ્થાને સેટ કરવા જરૂરી. પિતા સાથે રહેતા રોકાણ વધારે સારૂ રહેશે. 2 ELSS ફંડમાં રોકાણ છે. 2 ELSS ફંડની જરૂરત નથી. આ ફંડમાં એક કાઢિ શકાય. નવા ફંડમાં રોકાણ અટકાવી શકાય. મિડકેપ ફંડમાં પણ એક ફંડ અટકાવી શકાય. લાર્જકેપમાં રોકાણ જ નથી. લાર્જકેપમાં રોકાણ તરફ વળી શકાય. રોકાણમાં થોડું રિસ્ક લઈ શકાય. રૂપિયા 1 કરોડ કરતા વધારે રોકાણ બની શકશે.


પોર્ટફોલિયોને બેલેન્સ કરી રોકાણ કરવું. યોગ્ય વળતર મળે તેમ રોકાણ કરવું. 5 વર્ષ ઈક્વિટી તરફ ધ્યાન આપવું. ઈક્વિટીમાં ગાળો રિયલ એસ્ટેટ કરતા સારો. હાલ ઈકોનોમી ગ્રો થઈ રહી છે. હાલ ઘરના ઈન્ટરેસ્ટ રેટ ઓછા છે. પીપીએફમાં લિમીટ વધારી 80C નું રોકાણ દર્શાવી શકાય. 80C માટે લોન ન લેવી જોઈએ. રૂપિયા 18,000ની 5 વર્ષ માટે એસઆઈપી કરી શકાય. એલઆઈસીની પેન્શન સ્કીમ લઈ શકાય. સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ કરી શકાય. નાણાં બ્લોક થશે પણ રિટર્ન ફિક્સ મળશે. ગેરેન્ટી સાથે રિટર્ન છે.