બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: ઝીંઝુવાડિયા પરિવાર માટે નાણાંકિય આયોજન

ના રોજ પ્રકાશિત Sat, 10, 2018 પર 13:00  |  સ્ત્રોત : CNBC-Bajar

ઝીંઝુવાડિયા પરિવારને સલાહ આપી રહ્યા છે. લાઈફ ઈન્શ્યોરન્સ કમાનાર વ્યક્તિનું હોય છે. પત્ની અને દિકરાના લાઈફ કવરની જરૂરત નથી. ઈમરજન્સી ફંડમાં સોનું ન આવે. નિવૃત્તી માટે કોઈ આયોજન નથી. નિવૃત્તી માટેનું આયોજન ખુબ જરૂરી છે. 45 વર્ષે લોન ન લેવી જોઈએ. રૂપિયા 1 કરોડનું કવર અનિવાર્ય છે. બીજી પ્રોપર્ટી લેતા પહેલા અન્ય પ્રોપર્ટી વેચવી છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2.5 લાખ ખુબ જરૂરી છે. હાલ પોર્ટફોલિયો યોગ્ય બનાવવો છે.


તમારા નિવૃત્તીનું આયોજન તમારે જ કરવું પડશે. તમારે બચત વધારવી જોઈએ જેથી સારુ રોકાણ થઈ શકે છે. અમદાવાદનો ઝીંઝુવાડિયા પરિવાર છે. ઝીંઝુવાડિયા પરિવાર માટે નાણાંકિય આયોજન છે. ગોલ્ડ ડિઝાઈનિંગનો બિઝનેસ છે. અમદાવાદમાં પોતાનો બિઝનેસ છે. પરિવારમાં 5 લોકો છે. 4 લોકો ડિપેન્ડેન્ટ છે. દિકરાનું ભણતર ચાલે છે. માતા-પિતા નિવૃત્ત છે. પિતાનો બિઝનેસ હતો. માસિક આવક રૂપિયા 70,000 આસપાસ છે. સિઝન પ્રમાણે આવક થાય છે.


સિદ્ધાંતનો માસિક ખર્ચ રૂપિયા 15,000 આસપાસ છે. સિદ્ધાંતની આવક પણ થાય છે. રૂપિયા 40,000 આસપાસ માસિક નિશ્ચિત ખર્ચ છે. રૂપિયા 10,000 આસપાસ માસિક બચત છે. રેન્ટની આવક રૂપિયા 12,000 છે. હેલ્થ ઈન્શ્યોરન્સ ફેમિલી ફ્લોટર છે. માતા-પિતા પોલિસીમાં કવર નથી. માતા-પિતાની પોલિસી રીન્યુ નથી કરાવી. ઓછા કવર પર મોટી રકમ પ્રિમીયમ છે. લાઈફ ઈન્શ્યોરન્સ પરિવારના દરેક સભ્યોનો છે. પત્ની અને સિદ્ધાંતનો પણ છે.


રૂપિયા 50 લાખ આસપાસની પોલિસી છે. રૂપિયા 1 લાખ 20 હજાર વાર્ષિક પ્રિમીયમ છે. રૂપિયા 10 લાખની પોલીસી દિકરાની છે. સિંગલ પ્રિમીયમ પોલિસી લીધેલી છે. ઈમરજન્સી માટે ગોલ્ડ રાખ્યું છે. સેવિંગ એકાઉન્ટમાં રૂપિયા 1 લાખ જેટલી રકમ છે. લાઈફ ઈન્શ્યોરન્સ કમાનાર વ્યક્તિનું હોય છે. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. લાઈફ ઈન્શ્યોરન્સ ખુબ જરૂરી છે. એક ટર્મપ્લાન છે. LIC કરતા ટર્મપ્લાનનું કવર ઓછું આવશે. ટ્રેડિશનલ પોલિસીમાં વધારે નાણાં જાય છે.


પત્ની અને દિકરાના લાઈફ કવરની જરૂરત નથી. ઈમરજન્સી ફંડમાં સોનું ન આવે. ઈમરજન્સી ફંડ ખુબ જરૂરી છે. અન્ય કોઈ રોકાણ નથી. સમયાંતરે સોનામાં રોકાણ થાય છે. મહત્તમ રકમ સોનામાં રોકાયેલી છે. નિવૃત્તી માટે કોઈ આયોજન નથી. LIC પોલિસીને નિવૃત્તી માટે રાખ્યા છે. મોંઘવારીની ગણતરી કરી ચાલવું જોઈએ. નિવૃત્તી માટેનું આયોજન ખુબ જરૂરી છે. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. એક મોટુ યુનિટ બનાવવું છે. રૂપિયા 60 લાખ જેટલી રકમ યુનિટ બનાવવા માટે જરૂરી છે.


લોન લેવાનો વિચાર છે. અન્ય કોઈ ધ્યેય નથી. શોપમાં પાર્ટનર પણ છે. રૂપિયા 50 લાખ આસપાસની પ્રોપર્ટી છે. રિઝર્વ ફંડ તરીકે આ શોપ રાખી છે. રૂપિયા 50 લાખની પ્રોપર્ટી પર રૂપિયા 12,000 આવક છે. રૂપિયા 12,000 રકમ 3 ટકા જેટલું વળતર થાય છે. આ રકમ ડેટ ફંડમાં રોકશો તો પણ 6 ટકા વળતર મળે છે. 45 વર્ષે લોન ન લેવી જોઈએ. લોનનો સમય લોન લેવા માટે ખુબ જરૂરી છે. તમારી ઉંમર પ્રમાણે લોન યોગ્ય નથી. ઈમરજન્સી ફંડ પણ નથી.


તમારે લોન ન લેવી જોઈએ. લોનનો સમય ખુબ લાંબો સમય બને છે. રૂપિયા 30-40 લાખની લોન લેવી છે. ધ્યેય માટે સંપૂર્ણ ગણતરી કરવી છે. લોન લેતા પહેલા ગણતરી કરવી છે. રૂપિયા 1 કરોડનું કવર અનિવાર્ય છે. બીજી પ્રોપર્ટી લેતા પહેલા અન્ય પ્રોપર્ટી વેચવી છે. ઈમરજન્સી ફંડમાં રૂપિયા 2.5 લાખ ખુબ જરૂરી છે.


હાલ પોર્ટફોલિયો યોગ્ય બનાવવો છે. યોગ્ય રોકાણ થાય પછી ખર્ચ કરવા છે. તમારા નિવૃત્તીનું આયોજન તમારે જ કરવું પડશે. બાળકો પર નિર્ભર ન રહેવું. તમારે તમારુ આયોજન કરવું જોઈએ. યોગ્ય રોકાણ નિવૃત્તીમાં ઉપયોગી બને છે. તમારે બચત વધારવી જોઈએ. યોગ્ય બચતથી સારુ રોકાણ થઈ શકે છે.