બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગૅટ રિચ વિથ આશ્કા: રાઠોડ પરિવાર માટે નાણાંકિય આયોજન

આવો જોઈએ ગૅટ રિચ વિથ આશ્કામાં રાઠોડ પરિવાર માટેનું નાણાંકિય આયોજન.
ના રોજ પ્રકાશિત Sat, 20, 2018 પર 14:28  |  સ્ત્રોત : CNBC-Bajar

કિરિટસિંહ રાઠોડ અને ગાયત્રી બા રાઠોડ. બન્ને કમાનાર વ્યક્તિ છે. પરિવારમાં 6 લોકો છે. 2 બાળકો છે. પરિવારમાં દરેક ઉંમરના લોકો છે. પિતાનું પેન્શન આવે છે. માસિક પરિવારની આવક ₹64,000 આસપાસ. માસિક ઘર ખર્ચ ₹15,000 છે. ₹90,000 આસપાસ બાળકોની વાર્ષિક ફિ છે. માસિક ખર્ચ ₹25,000 આસપાસ છે. માસિક બચત ₹36,000 આસપાસ છે.


ઈમરજન્સી ફંડમાં ₹1.5 લાખ આસપાસ છે. FDમાં ₹30,000 છે. PPF અને SSYમાં ₹60,000 જેટલું રોકાણ છે. હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની તરફથી છે. ₹4 લાખનું કવર મળે છે. ગાયત્રીબેનને સારવારમાં રાહત મળે છે. હોસ્પિટલના બિલની રકમ જાણવી જોઈએ. કેટલી રકમની લિમિટ છે તે જાણવી. દરેક બિલની લિમિટ અને ક્રાઈટેરિયા ચકાસવા. દવા અને બિલ્સ વિશે પણ માહિતી લેવી. ક્યા ચાર્જીસ તેમા સ્થાન પામે છે તે જોવું. હેલ્થ ઈન્શ્યોરન્સના *T&C ચકાસવા.


જો જોબ બદલો તો પોતાનું કવર ઉપયોગી. તમને કવરમાં ક્યા ફાયદા મળે છે. ફાયદા, મર્યાદા અને સંભાવના ખ્યાલ હોવી. કિરિટસિંહનો ટર્મપ્લાન ₹25 લાખનો છે. ગાયત્રીબાનો ટર્મપ્લાન ₹50 લાખનો છે.    ટર્મપ્લાન લઈને ડ્રોપઆઉટ કર્યો છે. LICની ₹25 લાખની પોલિસી લીધી છે. સેલેરીને અનુરૂપ કવર હોવું જોઈએ. ₹50 લાખથી વધારે ટર્મપ્લાન હોવો જોઈએ. સમયાંતરે ટર્મપ્લાન વધારી શકાય. 6 SIPમાં રોકાણ છે.


મિડકેપ અને લાર્જકેપની SIP છે. ₹6000 ટોટલ SIPમાં રોકાણ છે. SIPમાં રોકાણ જાતે જ કર્યુ છે. બાળકોના ભણતર માટે આ રકમ એકઠી કરી છે. 15 વર્ષનો બાળકોના ભણતરનો ધ્યેય છે. 15 વર્ષ બાદ ₹2 કરોડ જેટલી રકમ બની શકે. એજ્યુકેશન લોન પણ મળી શકે. મુખ્ય ધ્યેય ભણતરનો છે. દિકરીના ભણતર માટે ઘણો સમય છે. ₹29,000 જેટલી બચત રહે. ₹75,000 જેટલા LIC પોલિસીમાં નાણાં જાય છે. ₹5 લાખ આસપાસનું કવર છે.


બન્નેના મળીને ₹75,000 છે. ₹1 લાખ આસપાસ ટોટલ પોલિસીનું રોકાણ. 7 વર્ષ જૂની પોલિસી છે. ખોટા નિર્ણયથી રોકાણ ખોરવાય જાય. ઈન્શ્યોરન્સમાં નાણાં ભરી ભુલી જવું. ઈન્શ્યોરન્સમાં નાણાં વસુલ ન કરવાના હોય. ઈન્શ્યોરન્સ રોકાણ નથી. પરિવારની સુરક્ષા વધારે જરૂરી. દરેક વ્યક્તિના ધ્યેય અલગ હોય. તમારે તમારા પોર્ટફોલિયો પ્રમાણે રોકાણ કરવું. તમારા ધ્યેય માટે આયોજન કરો. તમારે ₹2 કરોડ માટે ₹40,000નું રોકાણ કરવું. ઈન્શ્યોરન્સમાં વધારે નાણાં જાય છે.


ઈન્શ્યોરન્સનું કવર ઓછું છે. વાર્ષિક રોકાણ વધે તો વળતર વધે. રિસ્કના વિવિધ પ્રકાર છે. માત્ર રોકાણ કરતા જ રિસ્ક રહે તેવું નથી. પોતાના પાસે રાખતા પણ રિસ્ક રહે. તમે ક્યું રિસ્ક લઈ રહ્યાં છો તે મહત્વનું છે. ₹2 કરોડના ધ્યેય માટે ₹40,000નું રોકાણ જરૂરી. નાની ઉંમરે રિસ્ક લઈ શકાય. કોઈ વસ્તુ લેતા સમયે પ્રશ્ન પુછવા. તમારી SIPની રકમ વધારે હોવી જોઈએ. ઈન્શ્યોરન્સ પર કામ કરો. ધ્યેયમાં સમયાંતરે બદલાવ લાવી શકાય.