બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

હોળી સ્પેશલ મની મેનેજર

આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા
ના રોજ પ્રકાશિત Thu, 01, 2018 પર 10:01  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજરમાં અમે તમને કહેતા હોઇએ છીએ કે આવક, જાવક, બચત અને રોકાણ સિવાય પણ ઘણી એવી બાબતો છે જે સફળ નાણાંકિય આયોજન માટે ઘણીજ જરૂરી છે. આપણી અમુક આદતો આપણા નાણાંકિય આયોજનને સફળ બનાવી શકે તો અમુક આદતો નિષ્ફળ પણ બનાવી શકે. તો આવી જ માહિતી આપતા એક નવા ટોપિક સાથે આપણું સ્વાગત છે. આજે મની મેનેજરમાં હોળી સ્પેશલ મની મેનેજર, એવી નાણાંકિય આદતો જેનુ દહન છે જરૂરી, કઇ આદતોથી બની શકે નાણાંકિય આયોજન સફળ.


દર્શકોમિત્રો જે રીતે તમે જાણો છો તેમ દરેક તહેવારની ઉજવણી આપણે આપણા મની મેનેજર શોમાં કરતા હોઇએ છીએ આ સપ્તાહ આપણે ઉજવીશું હોળીનો તહેવાર. તો આ હોળીનાં તહેવાર નિમત્તે આપણે કરીશુ એવી આદતોની ચર્ચા જેનુ આપણે દહન કરીએ તો નાણાંકિય આયોજનને સફળ બનાવી શકીએ છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થનાં લેખક અને સર્ટિફાઇડ ફાયાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે નાણકિયા ધ્યેયની યાદી બનાવની જરૂરી છે. ધ્યેય નક્કી કર્યા વદર રોકાણ ન કરવું જોઇએ. પરિસ્થિતીને આધારે રોકાણન કરવું જોઇએ. માર્કેટ ટાઈમિંગ ન કરવું જોઇએ, રોકાણને યોગ્ય સમય આપવો જરૂરી છે. રોકામના નિર્ણયો બીજાનાં રોકાણને જોઇ ન કરવા જોઇએ. દરેકનાં રોકાણ પોત પોતની પરિસ્થિતી અને ધ્યેયને આધારે અલગ હોય છે. રોકાણ માટે બીજાનું અનુકરણ ન કરવું છે. ફાયનાન્શિયલ ડેટ પરિવાર માટે ખૂબ જરૂરી છે.


નાણાંકીય પરિસ્થિતીની જાણકારી સમગ્ર પરિવારને હોવી જોઇએ. ઇન્શયોરન્સ લીધો હોય પણ પરિવારને માહિતી ન હોય તો લાભ લઇ શકતો નથી. વીલ ન બનાવવે વે કારણે પરિવારમાં ઘમી સમસ્યા આવી શકે છે. વીલ એટલે તમારા નાણકીય જીવનની આત્મક્થા છે. સંપત્તિ સર્જનની સાથે જ વીલ બનાવી રાખવું જોઇએ. સંપત્તિ વહેચણી તમારી ઇચ્છા મુજબ થાય એ માટે વીલ બનાવવું જરૂરી છે. વીલની ગેરહાજરીમાં પરિવાર જનોને હક મળી શકતો નથી.


કઇ આદતોનું દહન કરવું-
નાણાંકિય ધ્યેય નિશ્ચિત કરવા જોઇએ. માર્કેટ ટાઈમિંગ કરવું જોઇએ. બીજાનું સાંભળી રોકાણ કરવું જોઇએ. પરિવારથી જાણકારી છુપાવવી છે. નોમિનેશન અને વીલ ના કરવા જોઇએ. ડોક્યુમેન્ટ્સ અને કેવાયસી અપડેટ ના કરવા જોઇએ. લાલચ છોડવી જોઇએ. ઈર્ષા છોડવી જોઇએ. અહંકાર છોડવું જોઇએ. વ્યગ્રતા છોડવું જોઇએ.