બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

ગભરાયા વગર કઇ રીતે રોકાણની રણનીતિ બનાવી?

ના રોજ પ્રકાશિત Fri, 15, 2020 પર 14:56  |  સ્ત્રોત : CNBC-Bajar

મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણમાં શું રણનીતિ રાખવી? ગભરાયા વગર કઇ રીતે રોકાણની રણનીતિ બનાવી? CNBC-બજાર સાથે કરો રોકાણની યોગ્ય પ્લાનિંગ. કોરોના વાયરસની સ્થિતિ સાથે રિટર્ન કઇ રીતે સુનિશ્ચિત કરવું? CNBC-બજાર સાથે કરો તૈયારી, ગભરાવવાની જરૂરત નથી. આવો મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય રોકાણમાં શું રણનીતિ રાખવી જોઈએ તે જાણીએ FullcircleFPA ના કલ્પેશ આશર અને ટ્રાન્સેન્ડ કન્સલટન્સીના કાર્તિક ઝવેરી પાસેથી.

અત્યારે ઉતાવળે નિર્ણય ન કરો. EMI ભરવા માટે ડિજીટલ પેમેન્ટ કરો. લાંબા ગાળાના રોકાણને ઉતાવળે બંધ ન કરો. હેલ્થ પૉલિસીનું રિવ્યૂ કરો. બજેટ અને રોજના ખર્ચને રિવ્યૂ કરો. તમારા રોકાણને કાયમી રિવ્યૂ કરતા રહો.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે ઇક્વિટીમાં તેજી, મંદીમાં સમય લાગશે. માર્કેટમાં V SHAPE રિકવરી પણ નહીં જોવાય. લાર્જકેપ, મલ્ટીકેપમાં ફેરફાર ન કરો. હાલની મંદી ક્રાઇસિસ બેઝ્ડ મંદી છે. ફાર્મામાં રોકાણ કરવાની સારી તક બની રહી છે. ITમાં પણ રોકાણ કરવાની સારી તક છે. ગિલ્ટ ફંડમાં પણ રોકાણ સુરક્ષિત છે. 40% પૈસા કેશમાં રાખવા હિતાવહ છે.

કલ્પેશ આશરના મતે લક્ષ્યને ધ્યાને રાખી લાંબા સમય માટે રોકાણ કરો. લાર્જકેપમાં રોકાણ કર્યા બાદ મલ્ટીકેપમાં થાય. ઇક્વિટીમાં ધ્યાનથી રોકાણ કરવું હિતાવહ છે. કેશ ફ્લોના આધારે રોકાણ કરવાની સલાહ છે. કેશ ફ્લોની સ્થિતિ સતત મોનિટર કરતા રહેવું. ડેટ ફંડમાં નાના ગાળાના ફંડમાં રોકાણ કરવું. થોડા સમય સુધી મોટા નિર્ણય ન લેવા. SIPમાં તમારૂ રોકાણ બંધ ન કરો. હાઇબ્રિડ કેટેગરીમાં હાલ રોકાણ ન કરવું. ડેટ અને ઇક્વિટી પોર્ટફોલિયો અલગ રાખી શકાય.