બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

Sukanya Samriddhi Yojanaમાં કેવી રીતે ખોલવું અકાઉન્ટ, જાણો સંપૂર્ણ ડિટેલ

ના રોજ પ્રકાશિત Fri, 28, 2020 પર 10:33  |  સ્ત્રોત : Moneycontrol.com

Sukanya Samriddhi Yojana (SSY): સુકન્યા સમૃદ્ધિ યોજના Sukanya Samriddhi Yojana (SSY)ના અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઑફિસ અથવા કમર્શિયલ બેન્કમાં ખોલી શકાય છે. સામાન્ય રીતે જે બેન્કોમાં પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ (Public Provident Fund-PPF) અકાઉન્ટ ઓપન કરવાની સુવિધા મળી છે, તે પણ બેન્ક સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ ખોલવાની સુવિધા પૂરી પાડે છે. પીએમ મોદીએ આ યોજના વર્ષ 2015 માં લૉન્ચ કરવામાં આવી હતી. તેમાં 7.6 ટકા વ્યાજ મળે છે.


આવો જાણીએ છે કે કેવી રીતે ખોલવું અકાઉન્ટ


1 - સૌથી પહેલા, તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ ખોલવા માટે ફોર્મની જરૂર પડશે.


2 - પુત્રીનું જન્મ પ્રમાણપત્ર (Birth certificate)ની જરૂરત રહેશે.


3 - અભિભાવકોનું ઓળખ પત્રની આવશ્યક રહેશે. જેમાં પાનકાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કોઈપણ દસ્તાવેજો સાથે જોડી શકાય છે.


4 - અભિભાવકોનું પણ સરનામાંના પુરાવા માટે દસ્તાવેજો સબમિટ કરવા પડશે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વીજળી બિલ અથવા રેશનકાર્ડ આપી શકાય છે.


5 - બેન્ક અથવા પોસ્ટ ઑફિસથી તમારા દસ્તાવેજોની વેરિફિકેશન થયા બાદ તમારુ એકાઉન્ટ ખોલવામાં આવશે.


6 - અકાઉન્ટ ખોલ્યા પછી એકાઉન્ટ ધારકને પાસબુક પણ આપવામાં આવે છે.


7 - આ યોજનામાં મેચ્યોરિટીનો સમયગાળો પુત્રીની ઉંમર 21 વર્ષ સુધીની છે.


જાણો યોજના સાથે જોડાયેલી ખાસ બાબતો


1 - પુત્રી 18 વર્ષની વય પૂર્ણ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે 50 ટકા રકમ પરત કાઢી શકાય છે.


2 - આ યોજના હેઠળ તમે તમારી પુત્રીના નામે અકાઉન્ટ ખોલી શકો છો. આ શરૂઆતમાં, 250 રૂપિયામાં અકાઉન્ટ ખોલી શકાય છે. તેમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.


3 - સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળી રહી છે.


4 - આ યોજના હેઠળ પૈસા લાગાવા પર ઇનકમ ટેક્સ સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનું લાભ મેળવી શકાય છે.


5 - જો તમારું અકાઉન્ટ ખોલવાના મૂળ સ્થાનેથી બીજે ક્યાંક શિફ્ટ થાય તો ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ એકાઉન્ટ દેશમાં ક્યાંય પણ ટ્રાન્સફર કરાઇ શકાય છે. આ માટે કોઈ ચાર્જ પણ નથી. સુકન્યા સમૃદ્ધિ યોજના પર મળવાળા વ્યાજ સરકાર દર ક્વાર્ટમાં નક્કી કરે છે.


6 - અકાઉન્ટ ખોલ્યાના 5 વર્ષ પછી બંધ થઈ શકે છે. તેમ છતાં તે ઘણા પરિસ્થિતિયો પર આધારીત છે, જો ત્યાં કોઈ ખતરનાક બીમારી થવા પર અથવા જો કોઈ અન્ય કારણોસર બંધ કરવામાં આવી રહ્યું છે, તો તેને મંજૂરી મળી શકે છે, પરંતુ તેના પરના વ્યાજ સેવિંગ અકાઉન્ટના અનુસાર હશે.