બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

LIC Aadhaar Shila: દરરોજ 29 રૂપિયા બચાવવા પર મળશે 4 લાખ, જાણો કેટલો થશે ફાયદો

LIC Aadhaar Shila ભારતીય જીવન વીમા નિગમએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક વિશેષ સ્કીમ બનાવી છે.
ના રોજ પ્રકાશિત Wed, 14, 2021 પર 11:53  |  સ્ત્રોત : Moneycontrol.com

LIC Aadhaar Shila: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક વિશેષ સ્કીમ બનાવી છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ સ્કીમનું નામ છે LIC આધારશિલા પ્લાન છે. LICની આ સ્કીમમાં 8 થી 55 વર્ષની વયની મહિલાઓ રોકાણ કરી શકે છે. આવો જાણીએ આ પ્લાન વિશ....


ફાયદો લેવાની શર્ત


LICની આધાર શિલા પ્લાન સિક્યોરિટી અને સેવિંગ બન્ને ઇપલબ્ધ કરે છે. તેનો લાભ ફક્ત તે જ મહિલા લઈ શકે છે જેનો આધાર કાર્ડ બનેલો છે. LICની આ પ્લાન પૉલિસીધારક અને તેના મૃત્યુ પછીના પરિવારને આર્થિક સહાય પૂરી પાડે છે. મેચ્યોરિટી પર પોલિસીધારકને પૈસા મળે છે.


એટલું કરવું રહેશે રોકાણ


LIC આધાર શિલા પ્લાન અંતર્ગત બેસિક સમ એશ્યોર્ડ મિનિમમ 75000 રૂપિયા અને મેક્સિમમ 3 લાખ રૂપિયા છે. પૉલિસીના સમય લઘુત્તમ 10 વર્ષ અને મહત્તમ 20 વર્ષ છે. LICના પ્લાનમાં 8 થી 55 વર્ષની મહિલા રોકાણ કરી શકે છે અને મેક્સિમમ મેચ્યોરિટીની ઉમંર 70 વર્ષ છે. પ્લાનમાં પ્રીમિયમનું પેમેન્ટ માસિક, ક્વાર્ટર, છ મહિના અથવા વર્ષના આધાર પર ચૂકવવામાં આવે છે.


જાણો સંપૂર્ણ ગણિત


મની લો કે જો તમે 31 વર્ષના છો અને એમાં 20 વર્ષ માટે દરરોજ 29 રૂપિયા જમા કરો છો તો પહેલા વર્ષે તમને 10,959 રૂપિયા જમા થશે. એમાં 4.5 ટકા ટેક્સ રહેશે. આવતા વર્ષે તમારે 10,723 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રીમિયમ દર માસિક, ક્વાર્ટર, છ મહિના અથવા વર્ષના આધાર પર જમા કરી શકાય છે. આ રીતે તમારે 20 વર્ષમાં 2,14,696 રૂપિયા જમા કરાવવા પડશે અને મેચ્યોરિટીના સમયમાં 3,97,000 રૂપિયા મેળવવું પડશે.