બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Mon, 04, 2016 પર 17:30  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ.

નવું ફાઈનાન્શિયલ યર શરૂ થઈ ગયું છે, તમે બધા તમારા રોકાણ માટે ચિંતિત હશો, અને એવા ઘણા સવાલો અમને મળ્યા છે જેનું આજે અમે નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો આજે એવા જ સવાલોના જવાબ આપવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલઃ વિમલકુમાર પટેલ ભઝ્રચથી લખે છે, હું ભરૂચમાં શિક્ષક છું, મારે બરોડા પાયોનિયર એસઆઈપીનું એકાઉન્ટ ખોલવું છે, તો આ અંગે મને વધારે જાણકારી આપો, શું આ રોકાણ યોગ્ય છે કે મારે કોઈ અન્ય સ્થાને રોકાણ કરવું જોઈએ.

જવાબઃ વિમલભાઈને સલાહ છે કે લાર્જકેપ અને મિડકેપ ફંડમાં 40% જેટલું રોકાણ કરી શકાય. બરોડા પાયોનિયરમાં સારૂ રિટર્ન આજ સુધી મળ્યું છે. બરોડા પાયોનિયર સામે ઘણી સારી કંપની છે જેમા રોકાણ કરી શકાય.

સવાલઃ ત્યારબાદનો ઈમેલ આવ્યો છે અક્ષય પ્રજાપતિનો, તેમનો સવાલ છે મારે ટર્મ પ્લાન લેવો છે, તો ક્યો ટર્મ પ્લાન લેવો જોઈએ, આઈસીઆઈસીઆઈ ઈપ્રોટેટ સ્માર્ટ કે એલઆઈસી. અને મારે કવર રૂપિયા 1 કરોડનું લેવું છે, તો યોગ્ય માર્ગદર્શન આપો.

જવાબઃ અક્ષયભાઈને સલાહ દરેક પોલિસીને આપણે કોન્ટ્રાક્ટની દ્રષ્ટિએ જોતા હોય છીએ. કોઈપણ કંપનીની સરખામણી કરતા સમયે તેનું કવર કેટલું આવે છે તે જોવું. તમારે પોલિસીનું ફોર્મ ભરતા સમયે દરેક માહિતી સાચી આપવી.

સવાલઃ મારે 6 મહિના પછી એફડી પાકે છે તો એ રકમને હુ કેવી રીતે રોકાણ કરૂ તે જણાવશો.

જવાબઃ નયનભાઈને સલાહ તમારે રૂપિયા 10 હજારનું રોકાણ કરવું જોઈએ. હાલ સ્મોલ સેવિંગમાં રોકાણ ચાલુ રાખવું. સુકન્યા સમૃદ્ધિમાં રોકાયેલું રહેવું જોઈએ. ટર્મ પ્લાન અને હેલ્થ ઈન્શ્યોરન્સ ન હોય તો લઈ લેવું જોઈએ. કંપની દ્વારા મળેલા હેલ્થ કવર પર નિર્ભર ન રહેવું જોઈએ.

સવાલઃ જય શાહ નડિયાદથી સવાલ પુછે છે, હું એમએનસીમાં જોબ કરૂ છું, હાલ મારૂ માસિક સરવૈયું આ પ્રમાણે છે, માસિક આવક રૂપિયા 25,000 છે, માસિક બચત રૂપિયા 15,000 છે, મારા પાસે એલઆઈસી જીવન આનંદનું લાઈફ કવર છે, જેમા રૂપિયા 5 લાખનું રિસ્ક કવર અને રૂપિયા 10 લાખનું એક્સિડેન્ટલ કવર છે. મેડિક્લેમમાં સમગ્ર પરિવારનો સમાવેશ થાય છે, જે કંપની દ્વારા આપવામાં આવ્યું છે, જેમા રૂપિયા 7 લાખ સદસ્ય દિઠ આપવામાં આવે છે. મારી બચતને હું એફડી તરીકે રાખું છું. મારે ભવિષ્યમાં અમદાવાદમાં 2 બીએચકે લેવો છે, અને મારા લગ્ન માટે પણ નાણાં એકઠા કરવા છે. તો મને યોગ્ય રોકાણ અંગે માર્ગદર્શન આપો.

જવાબઃ જયભાઈને સલાહ છે કે જીવન આનંદનાં પ્રિમીયમમાં 2 ભાગ પડે છે. જીવન આનંદમાં વળતર 4 થી 6% મળે છે. તમારૂ કવર ઓછામાં ઓછું રૂપિયા 50 લાખનું કવર હોવું જોઈએ. તમારી ઉંમર ઓછી છે તો તમે રોકાણમાં થોડું રિસ્ક લઈ શકો છો.

સવાલઃ મયુર પટેલ હિંમતનગરથી ઈમેઈલ કરે છે, તેઓ લખે છે મારે મેડિક્લેમ લેવો છે, ઓનલાઈન સર્ચ કરવા પ્રમાણે મને એપોલો મ્યુનિક ઈઝી હેલ્થ પ્લાન દર્શાવવામાં આવ્યો છે, તો શું મારે ઓનલાઈન લેવું જોઈએ કે કોઈ એજન્ટની મદદથી પોલિસી લેવી જોઈએ.. મારા પરિવારમાં 3 સભ્યો છે મારી ઉંમક 30 છે, મારા પત્નીની ઉંમર 24 અને 10 મહિનાનું બાળક છે, તો કંઈ પોલિસી સારી રહે અને ક્યું યોગ્ય માધ્યમ રહે તે જણાવો.

જવાબઃ મયુરભાઈને સલાહ છે કે ફેમિલી ફ્લોટરમાં રોકાણ કરવું જોઈએ. કોઈપણ પોલિસી ઓનલાઈન લેતા તેમા ફાયદો થાય છે. હેલ્થ ઈન્શ્યોરન્સ એજન્ટની મદદથી લઈ શકાય કારણકે મુશ્કેલીમાં એજન્ટ ઉપયોગી થાય. હેલ્થ પ્લાનમાં તમે કંપની બદલી શકો છો. જો તમે તમાઝ્ર રિસર્ચ કરવા માટે સક્ષમ હોવ તો ઓનલાઈન પોલિસી લઈ શકો છો.

સવાલઃ જામનગરથી કપિલભાઈ કનખારા લખે છે, મારે રૂપિયા 2 લાખ એક વર્ષ સુધી રોકવા છે, તો ક્યાં રોકાણ કરી શકાય જેથી સારૂ વળતર મળે.

જવાબઃ કપિલભાઈને સલાહ છે કે એક વર્ષ માટે એફડી કરી શકો છો. લિકવીડ ફંડ કે બોન્ડ ફંડમાં રોકાણ કરી શકો છો.

સવાલઃ નરેન્દ્રભાઈ જાધવનો ઈમેઈલ આવ્યો છે, તેમને પણ ટર્મ પ્લાન અંગે સવાલ છે, તેઓ પુછે છે પ્રાઈવેટ ઈન્શ્યોરન્સમાં ક્યો ટર્મ પ્લાન લેવો જોઈએ? મેક્સનો, આઈસીઆઈસીઆઈ નો કે કોટકનો?

જવાબઃ નરેન્દ્રભાઈને સલાહ તમારે પ્રિમીયમની સરખામણી કરી રોકાણ કરવું જોઈએ.