બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2016 પર 18:22  |  સ્ત્રોત : CNBC-Bajar

આવક, બચત, રોકાણ, વળતર, સુરક્ષા ,આ તમામ પાસાઓ એટલે કે પર્સનલ ફાયનાન્સ. આ વિષયને લગતી તમામ બાબતોની માહિતી આપતો શો એટલે મની મૅનેજર.

આજના એપિસોડમાં આપણે દર્શકોની સમસ્યાનું નિવારણ લાવીશું. આજે આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

સવાલ: મે 18 લાખની હૉમ લોન લીધી છે જે 20 વર્ષની છે. તે મારે 10 વર્ષની અંદર ભરવી છે તો તેના માટે મારી કેમાં રોકાણ કરવુ જોઈએ તેની મને સલાહ આપો.

જવાબ: દિપેશભાઈને સલાહ છે કે હાલના લોનના દર ઓછા થયા છે. તમારે ટર્મ પ્લાન લેવો જોઈએ. રૂપિયા 50 થી 75 લાખનું ટર્મ પ્લાન લેવો જોઈએ. આરડી ના બદલે 5 વર્ષ માટે એસઆઈપી કરી શકાય.

સવાલ: બતેશ ટાંક ઈમેઈલ દ્વારા સવાલ પુછે છે, તેમનો સવાલ છે હું બેન્કમાં કામ કઝ્ર છું, મારે માસિક રૂપિયા 1000નું રોકાણ કરવું છે એસઆઈપીમાં, તો ક્યો સારો ઓપ્શન બની શકે, મારે લાંબા ગાળા માટે રોકાણ કરવું છે. જેથી શ્રેષ્ઠ વળતર મળી શકે.

જવાબ: બિતેશભાઈને સલાહ એસઆઈપી એક સિસ્ટેમેટિક પ્લાન છે તે ખુબ સાઝ્ર છે. એક ધ્યેય સાથે રોકાણ કરો તો તમને ફાયદો થઈ શકે છે.

સવાલ: મારે મારા બેબી માટે રોકાણ કરવું છે જેથી તેના હાયર એજ્યુકેશનમાં કઈ પણ વાંધો નથી તો કેવી રીતે રોકાણ કરવું તેની મને સલાહ આપશો.

જવાબ: આનંદભાઈને સલાહ જો તમે રૂપિયા 25,000 સુધીનું રોકાણ કરી શકો તો તમારા ધ્યેય સરળતાથી મળી શકે. તમારે તમારા પત્ની માટે પણ ટર્મ પ્લાન લઈ શકો છો. તમારે હેલ્થ ઈન્શ્યોરન્સમાં વ્યક્તિગત રૂપિયા 3 લાખનું રોકાણ લેવું જોઈએ. માતા-પિતા માટે પણ ટોપઅપ પ્લાન લઈ શકાય. હેલ્થ ઈન્શ્યોરન્સ બાદ ઈમરજન્સી ફંડ ડેવલપ કરવું જોઈએ. તમારે ભવિષ્યની રકમને મોંઘવારીની ગણના સાથે આંકવી જોઈએ.

સવાલ: આ ઇમેલ આવ્યો છે સાગર હનાનીનો. તેમણે પુછ્યુ છે કે હું મ્યુઅલફંડમાં રોકાણ કરવા ઇચ્છુ છુ, મારી પસંદગીના ફંડ આ મુજબ છે. 1. એસબીઆઈ બ્લુ ચીપ ફંડ 2. બિરલા સન લાઇફ ફ્રૉન્ટલાઈન ઈક્વિટી ફંડ 3.આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ વેલ્યુ ડિસ્કવરી ફંડ 4. ડીએસપી બ્લેકરોક માઈક્રો કેપ ફંડ આરપી. શું આ રોકાણ યોગ્ય હશે?

જવાબ: સાગરભાઈને સલાહ તમારા દ્વારા એકઠા કરવામાં આવેલા દરેક ફંડ યોગ્ય છે. આ દરેક ફંડ ઈક્વિટી બેઝ ફંડ છે અને પોર્ટફોલિયો અગ્રેસિવ બની શકે. આ રોકાણ લાંબા ગાળા માટે કરવા ઈચ્છતા હોવ તો યોગ્ય છે.

સવાલ: એનએસઈની અંદર દર મહિને 50 હજારનું રોકાણ કરવું છે કારણ કે હવે તેમાંથી મને વળતર ઓછુ મળે છે. તો હવે મારે તેમાંથી છોડી બીજામાં રોકાણ કરવું છે તો મને સલાહ આપશો હું શેમા રોકાણ કરૂ.

જવાબ: વિજયભાઈને સલાહ દરેક રોકાણ પહેલા ધ્યેય નક્કી કરવા ખુબ જરૂરી છે. એનએસસીમાં રિટર્ન ટેક્સેબલ છે જેથી તમે ડેટબેઝ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. ડેટબેઝ મ્યુચ્યુઅલ ફંડમાં મિડીયમ થી શોર્ટ ટર્મ ફંડમાં રોકાણ કરી શકો છો. તમારે પોલિસીના નાણાં લઈ તેને અન્ય રોકાણમાં ફેરવી શકો છો.

સવાલ: પાલનપુરથી હસમુખભાઈ પટેલ જોડાયા છે, તેઓ ઈમેઈલ મારફતે પુછે છે, તેમનો સવાલ છે, મારે ટર્મ પ્લાન લેવો છે રૂપિયા 1 કરોડનો, પરંતુ પ્રાઈવેટ કંપનીનું પ્રિમીયમ ઓછું છે, અને એલઆઈસીનું પ્રિમીયમ મોંઘુ છે, તો મારે કોના પાસેથી આ ટર્મ પ્લાન લેવો જોઈએ?

જવાબ: હસમુખભાઈને સલાહ છે કે ટર્મ પ્લાન માટે તમે એલઆઈસી પસંદ કરી શકો કારણકે તેઓ ક્લેમની શ્યોરિટી આપે છે.