બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજરઃ દર્શકોના સવાલ નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2016 પર 12:54  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ, તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે જરૂરી છે યોગ્ય નાણાંકિય આયોજન. આજે દર્શકોની સમસ્યાનું નિવારણ લાવવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કન્લ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

સવાલ: મારે આવતા 20 વર્ષ માટે 5-5 હજાર એસઆઈપીમાં રોકાણ કરવું છે. મારો આવતા 20 વર્ષમાં 60 લાખ રૂપિયા એકઠા કરવાનો પ્લાન છે. હું 3 મહિનાથી એસઆઈપીમાં રોકાણ કરુ છુ તો તે બરાબર છે તેની મને સલાહ આપો.

જવાબ: ચિરાગભાઈને સલાહ છે કે તમારુ એસ્ટિમેટ યોગ્ય છે તેના આધારે તમને રૂપિયા 60 થી 65 લાખ મળી શકશે.

સવાલ: મારી માસિક આવક 40000 રૂપિયા છે, અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની સ્કિમમાં રોકાણ કરેલ નથી. ફ્કત જીપીએફ મા જ કપાત કરાવું છું. હવે 10 વર્ષ માટે મ્યુચ્અલ ફંડમાં રોકાણ કરવા માંગુ છું. અને મિત્રો પાસેથી રિલાયન્સ સ્મૉલકેપ ફંડ, ફ્રેકલિન પ્રિમા ફંડ અને ફ્રેકલિન પ્રિમા પલ્સ ફંડમાં રોકાણ માટે સલાહ મળે છે. આ ત્રણ ફંડમાં માસિક 2000 રૂપિયા પ્રમાણે કુલ 6000 પ્રતિ માસિક રોકાણ કરવાની સલાહ મળે છે. તો આ માટે માર્ગદર્શન આપવા વિનંતી. 10 વર્ષ બાદ દિકરીના લગ્નમાં કામ લાગે તેવી રીતે રોકાણ કરવું છે. હાલ મારી દિકરીની ઉંમર 14 વર્ષ છે.

જવાબ: રજનીકાંતભાઈને સલાહ છે કે તમારે ચોક્કસપણે શરૂઆત કરવી જોઈએ. તમે દર્શાવેલા ફંડમાં રિટર્ન સારુ દેખાયું છે. જો તમે અત્યારથી રૂપિયા 10 હજારની અન્ય એસઆઈપી કરો તો નિવૃત્તીમાં મદદ રૂપ બને. આ ફંડ સાથે લાર્જકેપ ફંડમાં પણ રોકાણ કરવું જોઈએ. અલગ-અલગ ફંડમાં રોકાણ કરતા મંદીના સમયમાં સારુ રહે.

સવાલ: પ્રજ્ઞેશ રાધનપુરાનો ઈમેઈલ આવ્યો છે. તેઓ પુછે છે, મારે અઠવાડિયાનું રૂપિયા 1250 દિઠ એસઆઈપીમાં રોકાણ કરવું છે. તો કંઈ કંપનીના ગ્રોથ ફંડમાં રોકાણ કરી શકાય?

જવાબ: પ્રજ્ઞેશભાઈને સલાહ છે કે જો રૂપિયા 5 હજાર 15 વર્ષ માટે રોકો તો રૂપિયા 30 લાખ થઈ શકે. તમે ક્ષેત્રીયફંડમાં પણ રોકાણ કરી શકો છો. તમે વિવિધ ફંડમાં અલગ-અલગ તારીખે રોકાણ કરી શકો છો.

સવાલ: મારે 3 વર્ષ માટે વાર્ષિક રૂપિયા 12000 નું રોકાણ કરવું છે એસઆઈપીમાં તો યોગ્ય માર્ગદર્શન આપશો. મારી ઉંમર 27 વર્ષ છે.

જવાબ: જીગરભાઈને સલાહ છે કે નાનું રોકાણ પણ લાંબાગાળે મોટો ફાયદો આપે છે.

સવાલ: ત્યારબાદ જયેશભાઈ ભાવસાર લખે છે આપણને, તેમનો સવાલ છે, મારી ઉંમર 35  વર્ષ છે, મારી આવક રૂપિયા 40,000 છે, મારા ફિક્સ ખર્ચાઓ બાદ કરતા માસિક 10,000ની બચત થાય છે, પણ દર એક કે બે મહિને અણધાર્યા ખર્ચાઓ આવે છે, કારણકે માતા-પિતાની તબીયત સારી નથી રહેતી અને બાળકોની શાળાના ખર્ચાઓ પણ રહે છે, જેમા મારી બચત વપરાઈ જાય છે, તો મારે આયોજન કેવી રીતે કરવું જોઈએ કે હું એક ચોક્કસ રકમ બચાવી શકું.

જવાબ: જયેશભાઈને સલાહ છે કે અમુક ખર્ચાઓ આપણા ખોટા ખર્ચાઓ હોય છે, જેના પર સંપૂર્ણ કાબુ રાખવું જોઈએ. તમારે તમારા રેગ્યુલર ખર્ચા લખવા જોઈએ 3 મહિના સુઘી. તમારે લિકવીડ ફંડમાં રોકાણ કરવું જોઈએ. આ રોકાણથી લાંબાગાળા માટે ફાયદો થશે. 10 હજારના બજેટમાથી ઈક્વિટી અને ડેટ ફંડમાં વિભાજન કરી રોકાણ કરવું જોઈએ.

સવાલ: મારી ઉંમર 32 વર્ષ છે. મારે એક દિકરી છે. મારી મહિનાનું વેતન છે 40 હજાર રૂપિયા. મારે એક પીપીએફ એકાઉન્ટ છે અને એસઆઈપી પણ એક એકાઉન્ટ છે. હાલમાં જ મે એસઆઈપી ચાલુ કરી છે. મારી પાસે 1 લાખની એફડી છે. મારે ઘર ખરીદવું છે તો હૉમલોન લેવી છે. રિટાયરમેન્ટનું પ્લાનિંગ અને મારી દિકરીના ભવિષ્યનું પ્લાન કરવું છે.

જવાબ: બિપિનભાઈને સલાહ છે કે તમારી રૂપિયા 1 લાખની એફડીને ઈમરજન્સી ફંડ તરીકે રાખવું. તમારે પરિવાર માટે 10 લાખનું મેડિકલ કવર લેવું જોઈએ. તમારી દિકરી માટે 7.5 હજાર જેટલું રોકી શકીએ. બાકીના 7.5 હજાર જેટલું રોકાણ તમારા નિવૃત્તી માટે કરી શકીએ. તમારી હોમ લોનમાં 15 થી 20 હજાર જેટલું ઈએમઆઈ આવી શકે. તમારી આવકની 50% થી વધારે લોન ન લેવી જોઈએ.