બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર 2016 બજેટ સ્પેશલ

ના રોજ પ્રકાશિત Wed, 02, 2016 પર 17:56  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણા કમાવા જેટલુ મુશ્કીલ કામ છે એટલુ જ મેહનતથી કમાયેલા નાણાંને બચાવી તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. અને કઈ એવીજ આર્થિક સમસ્યા દરેક કુટુંબ અનુભવતુ હોય છે. ત્યારે આપની આ દરેક મુંઝવણોને સામાધાન કરશું આપણે આ મનીમેનજરના શૉ માં.

આજે આપણે વાત કરીશું બજેટ 2016 કેવુ રહ્યું, કઈ રીતે આયોજન કરવું અને ક્યા વર્ગને કેટલો ફાયદો. કોઈપણ માણસનું બજેટ આધાર રાખે છે કેન્દ્રીય બજેટ પર કારણકે તેના ખર્ચાઓ, બચત, રોકાણ, ટેક્સ દરેક વસ્તુઓ આ બજેટ સાથે જોડાયેલી હોય છે. હાલમાં જ 29 ફેબ્રુઆરીએ જાહેર થયેલુ આ બજેટ આપણા બધા માટે ઘણા પરિવર્તનો લાવ્યુ છે. ગરીબો માટે પ્રમાણમાં ખુશી તો શ્રીમંતો માટે થોડો ખર્ચ કાપ લાવ્યું છે.

તો આજે આપણે આ બજેટ વિશે વાત કરીશું જેમાં આપણી સાથે ચર્ચા કરશે સર્ટીફાઈડ પ્લાનર અર્ણવ પડંયા, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા, ટ્રાન્સેન્ડ કન્સલ્ટનસી ડિરેક્ટરના કાર્તિક ઝવેરી  અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર પાસેથી.

અર્ણવ પડંયાનું કહેવુ છે કે જો જ્યારે ટેક્સ રિટર્ન ભરવાની વાત આવે છે તે મહત્વની વસ્તુએ છે કે ક્યા ટેક્સપિયરે રિટર્ન ભરવું જોઈએ. અત્યારસુધી કાયદો એવો હતો કે જો તમારી ટેક્સેબલ આવક બેઝિક એકઝમ્શન લિમિટથી વધે નહીં તો તમારે રિટર્ન ભરવાની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ હોય જેની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તો તેની ટેક્સેબલ ઈનકમ અઢીલાખથી વધતી ના હોય તો તેને રિટર્ન ભરવાની કોઈ જરૂર નથી. હવે જે બદલાવ કરવામાં આવ્યો છે જ્યારે તમે આજે આવકની લિમિટ ગણતા હો તો ત્યારે ખાલી ટેક્સે બલ આવક નહીં પરંતુ તેની સાથે ટેક્સ ફ્રી આવક પણ તેમાં જોડવી પડશે. તમારી ટેક્સેબલ આવક બેઝિક એક્ઝેમશનથી ઓછી હોય પણ જ્યારે તમારી ટેક્સ ફ્રી આવક ડિવિડન્ડ હોય કે ઈક્વિટી પર હોય એ બધુ જોડીને જે આંકડો ગણો એ કદાચ બેઝિક આવકથી વધી જતો હોય તો પછી તમારે ટેક્સ રિટર્ન ભરવું પડશે.

કલ્પેશ આશરનું કહેવુ છે કે આ વખતના બજેટથી નાના વર્ગને વધારે ફાયદો થવાનો છે. અને જે ત્રણ હજારની છૂટ છે એ 5 લાખથી ઓછી હોય જેની હોય તેને રીબેટ મળતુ હતું તે પહેલા 3 હજાર હતુ તે વધારીને 5 હજાર કરવામાં આવ્યું છે. જેમ રિબેટ અને ડિડક્શનમાં ફર્ક હોય છે. આપણી જેટલી પણ ટેક્સેબલ આવક હોય છે એમાંથી આપણને 5 હજાર રૂપિયાનું કાપ મળે છે. એ પ્રમાણે આમા નાના વર્ગને જરૂર ફાયદો થવાનો છે.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે સર્વિસ ટેક્સ 15% જેટલો આવશે. દરેક જગ્યાએ જ્યાં સેવાઓ હોય ત્યાં 15% જેટલો ટેક્સ ભરવાનો થશે. ટૂંકમાં જોઈએ તો સર્વિસ ટેક્સનો રેટ વધારવામાં આવ્યો છે. અને તે આપણે ચુકવો પડશે.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે જે પણ બોન્ડ આવશે એક રેન્જમાં જ આવશે એટલે આપણુ જે પણ કંઈ ઈન્ટ્રસ્ટ હશે એટલેકે વ્યાજ મળશે આપણને 6-8% ની આસપાસ કે એજ રેન્જમાં આવશે. તેમાં ટેક્સ બેનિફિટ્સ આવશે કે નહી જેમ ઈન્ફ્રા સ્ટ્રક્ચરમાં હતું એ હજુ જોવાની વસ્તુ છે. પરંતુ સરકાર નો ફોક્સ ઘણો બધો છે. એટલે કે એટલી બધી એ સ્ટ્રીપ છે કે તે ડેવલપ કરશે દરેક સ્ટ્રીટ માટે 50-100 કરોડનું બજેટ રાખ્યું છે. બાકી એલોકોને પોર્ટ્સ ડેવલપ કરવા છે. તો આપણે આટલું બધુ ઈન્ફ્રા સ્ટ્રક્ચર લાવવું હોય, આટલા બધા રોડસ બનાવા હોય. ટોટલ 2 લાખનું અનુમાનિત છે.