બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોજિંદા ખરીદી માટે 5 બજેટીંગ રૂલ્સ

ના રોજ પ્રકાશિત Tue, 10, 2017 પર 15:30  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. હું આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે રોજિંદા ખરીદી માટે 5 બજેટીંગ રૂલ્સ કઇ રીતે નિયત્રિંત કરશો તહેવારના ખર્ચને? અને દર્શકોનાં સવાલ.

દિવાળીનો તહેવાર એટલે દરેક ને માટે ખરીદીનો સમય. આ સમયગાળા દરમિયાન ઘણા બધા ખર્ચ થતા હોય છે. પરંતુ જો આપણે ખર્ચને લગતા એટલે કે બજેટીંગનાં અમુક નિયમ બનાવીએ તો આપણે તહેવારને વધુ સારી રીતે માણી શકીએ છીએ. તો કેવા હોવા જોઇએ આ નિયમો? આ અંગે આપણે આજના મની મેનેજરમાં વાત કરીશું અને આજે આપણી સાથે જોડાશે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટેર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે ભવિષ્યનો વિચાર કરી બજેટને અનુસરવું ખૂબ જરૂરી છે. કેટલા ટકા આવક ખર્ચ કરવી છે તે નક્કી કરવું. 1 થી 5% સુધીનાં ખર્ચ વધુ ચિંતાનો વિષય નથી. 10% થી વધુ ખર્ચ થતો હોયતો વિચારવું ખૂબ જરૂરી. કોઇ વસ્તુ ખરીદીનો નિર્ણય થોડા દિવસ મુલતવી કરી પછી ખરીદી કરવી. ઘણી વખત આપણે ખરીદીનો નિર્ણય અમૂક સમય પછી પડતો મુકીએ છીએ. ક્રેડિટ કાર્ડનાં ઉપયોગ પર ઘણા લાભ મળતા હોય છે.


ક્રેડિટ કાર્ડની પુરેપુરી લિમિટ વાપરવી ન જોઇએ. જો નાણાં ઉપલબ્ધ હોયતો ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પુરેપુરી કરવું જોઇએ. ક્રેડિટ કાર્ડ ઉપર દિવાળી સમયે અમૂક ખાસ સ્કીમ પણ આવતી હોય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગમાં ડિસિપ્લિન રાખવી ખૂબ જરૂરી. ક્રેડિટ કાર્ડની એક લિમિટ નિષ્ચિત કરી શકાય. ક્રેડિટ કાર્ડનાં પેમેન્ટનો સમય ચુકવવામાં મોડુ થવુ ન જોઇએ. ક્રેડિટ કાર્ડનાં પેમેન્ટનો સમય ચુકી જવાશે તો વ્યાજનો ચક્રવ્હુય બની જશે.


તમારા દરેક ખર્ચ માટે અલગ અલગ બોક્સ બનાવી શકો. દરેક જરૂરિયાત માટે અલગ અલગ નાણાંનાં અલગ બોક્સ રાખી શકાય. બોક્સ ટેક્નિકથી સારૂ બજેટીંગ થઇ શકે. ઘણા ખર્ચ કરવા માટે આપણે લોન લેવી પડતી હોય છે. ઈએમઆઈનું બજેટ બનાવવું પણ ખૂબ જરૂરી છે. ઈએમઆઈનું બજેટ 1/3 હોવુ જોઇએ. તમારી લોનનાં ઈએમઆઈ આવકનાં 20-25%થી વધવી ન જોઇએ.

સવાલ: મયંક પટેલે વલસાડથી ઇમેલ દ્વારા પુછયુ છે કે મારે રૂપિયા 25 લાખનું ઘર લેવું છે. હુ હોમલોન લેવા વિચારૂ છુ પણ એક મુંઝવણ છે મારી પાસે વિવિધ જગ્યાએ રોકેલા રૂપિયા 20 લાખનું ભંડોળ છે, શું આ રકમ ઘર લેવામાં વાપરી લઉ? કે  આ રોકાણ યથાવત રાખી મને જેટલી લોન મળે એટલી લોન લઇ લેવી જોઇએ?

જવાબ: મયંક પટેલને સલાહ છે કે હોમલોન 8-8.8% ટકાનાં વ્યાજ પર મળતી હોય છે. હોમલોન તમને મળતી હોયતો તમે લોન લઇ ઘર ખરીદી શકો છો. રોકાણ માટે MF ફંડમાં રોકાણની સ્ટેર્જી વાપરી શકાય. ઘરમાં રોકેલા નાણાં તમારા રોકાઇ જતા હોય છે. હોમલોન લઇ ઘર લેવાથી ટેક્સ સેવિંગ ઉપરાંત ઘણા લાભ મળી શકે છે.

સવાલ: રાકેશ પટેલનો તેમણે ઇમેલ કરી પુછયુ છે કે મને ગોલ્ડમાં રોકાણ અને MFમાં રોકાણનો તફાવત સમજાવશો.

જવાબ: રાકેશ પટેલને સલાહ છે કે ગોલ્ડ અને MF બન્ને અલગ પ્રકારનાં રોકાણ છે. ગોલ્ડનાં રોકાણથી નાણાં જળવાય રહેશે જ્યારે MFથી નાણાંની વૃધ્ધી થશે. MFનાં રોકાણથી સારૂ વળતર મેળવવું શક્ય છે.