બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: 5 વેલ્થ ક્રિએશન સ્ટ્રેટેજી

ના રોજ પ્રકાશિત Thu, 04, 2019 પર 10:18  |  સ્ત્રોત : CNBC-Bajar

દર્શકમિત્રો આજે અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આજે સીએનબીસી બજાર અને સાથે જ મની મૅનેજર શો એ પણ 5 વર્ષ સફળતા પુર્વક પુરા કર્યાં છે. 5 વર્ષથી અમે સતત આર્થિક સ્વાતંત્રતા અને નાણાંકીય બાબતો અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે


અને અમારા આ પ્રયાસમાં અમારા દરેક નિષ્ણાંતોએ અમને સહકાર આપ્યો છે, તો તમામ દર્શકોએ પણ અમારે સાથે સતત જોડાયેલા રહી અમારા પ્રયાસોને સાકાર કર્યા છે, તો આજે અમારા તમામ નિષ્ણાંતો અને દર્શકોનો હુ સીએનબીસી બજારની સમગ્ર ટીમ વતી આભાર માનું છુ.


હવે સીએનબીસી બજાર અને મની મેનેજરનાં 5 વર્ષ પુરા થાય તો ઉજવણી તો કરવી જ પડે ને. અને મની મેનેજર તો દરેક પ્રસંગ ઉજવે છે પોતાના આગવા અંદાજમાં તો આજની 5મી વર્ષગાંઠ પર આપણે વાત કરીશું 5 એવા આઇડિયા, સ્ટેટર્જી કે ટીપ્સની કે જે તમારા નાણાંકીય જીવનને વધુ સમૃધ્ધ બનાવી શકે અને આગળ જાણીશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થનાં લેખક ગૌરવ મશરૂવાળા અને ટ્રાન્ઝેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થનાં લેખક ગૌરવ મશરૂવાળાનું કહેવુ છે કે My GDP: My Goal & Dreams Plan. તમારા ધ્યેય માટેની વિચાર સરણી ચોખ્ખી રાખવી જોઇએ. વિચારની ક્લેરિટી હોવી ખૂબ જરૂરી છે. પરિવાર સાથે સેલ્ફી લઇ તમારા સપના અને જવાબદારી લખી દો. નાણાંકીય ધ્યેય, સપનાની યાદી બનાવવી જોઇએ. My Sensex: My SENsible EXpenses. My GST: My Goals Saving Target. દરેક ધ્યેય માટે આલગ રોકાણ કરવું જોઇએ. લાંબા ગાળા માટે ઇક્વિટી ફંડમાં રોકાણ કરો.


ટ્રાન્ઝેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે દરેક ગોલ માટે અને પોર્ટફોલિયો/સ્ટ્રેટેજી બનાવો. દરેક નાણાંકીય ધ્યેય માટે આલગ આયોજન કરો છો. દરેક ધ્યેય માટે અલગ અલગ ફંડ બનાવી શકાય છે. દરેક ધ્યેય માટે અલગ અલગ બકેટ બનાવી લો. બીજુ કઇ નહીતો ઇન્ડેક્ ખરીદો અને લાંબા ગાળા સુધી રોકાણ જાણલી રાખો. બે અકાઉન્ટ રાખો અને ઓટોડેબિટ ફેસિલિટી હોવી જોઇએ. તમારા ખર્ચ અને બચત માટે અલગ ખાતા રાખો.