બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મહત્વકાંક્ષા-સંપત્તિ સર્જન અંગે ચર્ચા

આગળ જાણકારી લઇશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.
ના રોજ પ્રકાશિત Wed, 11, 2018 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં મહત્ત્વાકાંક્ષા અને સંપત્તિ અંગે, તેમના તાલમેલ અને આયોજન, દર્શકોનાં સવાલ.


કહેવાય છે કે જે વ્યક્તિ મહત્વકાંક્ષી હોય છે તે જ સફળ થાય છે પરંતુ મહત્વકાંક્ષા જો ઘેલછા બને તો પરિસ્થિતી વિપરીત બનતી હોય છે અને નાણાંકિય સધ્ધરતા મેળવવાની અને સંપત્તિ સર્જનની મહત્વકાંક્ષા કોને નથી હોતી?


તો આ મહત્વકાંક્ષાને કઇ રીતે સાકાર કરવી અને તેને માટે કેવુ આયોજન કરવું જોઇએ એ આપણી આજની ચર્ચાનો વિષય છે અને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


જો મહત્વકાંક્ષા હોય તો સપંત્તિ બનાવવા પ્રયત્ન થાય છે. મહત્વકાંક્ષા અને લોભ વચ્ચેનો ભેદ સમજી લેવો જોઇએ. મહત્વકાંક્ષા આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. મહત્વકાંક્ષા પુરી થતા સંપત્તિનું સર્જન આપોઆપ થાય છે. પર્સનલ ડેવલપમેન્ટનું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. તમારા સ્માર્ટ ગોલ્સ નક્કી કરો છો. જે નિયત હોય, જે શક્ય હોય અને તેનો સમયગાળો નક્કી હોય છે.


ગોલ્સ નક્કી હશે તો ધારેલુ પરિણામ મેળવી શકશો છો. ટુંકાગાળાનાં અને લાંબાગાળાનાં ધ્યેય નક્કી કરો છો. ટુંકાગાળાનાં ધ્યેય એટલે 1 થી 3 વર્ષનાં ગોલ્સ છે. લાંબાગાળાનાં ધ્યેય એટલે 3-5 વર્ષનાં ધ્યેય છે. તમારા પર્સનલ ડેવલપમેન્ટનો પ્લાન બનાવો છે. તમારે શું શીખવુ છે નક્કી કરો છો. તમારે શું મેળવવું છે તે નક્કી કરો છો.


તમને ક્યા પ્રકારનો અનુભવ લેવો છે?. આ તમામ સવાલનો જવાબ તમારી જાતને આપો છો. તમારી ક્ષમતા અને નિર્બળતાને જાણો છો. તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો તેવા ધ્યેયને પસંદ કરો છો. તમારો અંતિમ લક્ષ્ય ક્યું છે તે જાણી લો છો.